ભાસ્કર રિસર્ચ:યુવા દેશમાં વૃદ્ધોની નેતાગીરી

નવી દિલ્હી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 29 વર્ષની સરેરાશ વય ધરાવતા ગુજરાતના સીએમ 60 અને 28 વર્ષની સરેરાશ ઉંમર ધરાવતા હિમાલયના સીએમ 58 વર્ષના, એટલે કે 30 વર્ષનો ફર્ક

નવી દિલ્હી | હાલમાં જ ગુજરાત અને હિમાચલના નવા મુખ્યમંત્રીએ શપથ લીધા. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉંમર 60 વર્ષ છે, જ્યારે ગુજરાત રાજ્યની સરેરાશ ઉંમર 29 વર્ષ છે. એવી જ રીતે, હિમાચલના મુખ્યમંત્રી સુખવિંદરસિંહ સુક્ખુ 58 વર્ષના છે અને હિમાચલની સરેરાશ ઉંમર 28 વર્ષ છે. આ બે સિવાય પણ દેશનાં 30 રાજ્યના મુખ્યમંત્રીની સરેરાશ ઉંમર 61 છે, જ્યારે દેશના એક પણ રાજ્યની સરેરાશ ઉંમર 35 વર્ષથી વધુ નથી. ભાજપના 11 મુખ્યમંત્રીની ઉંમર 57 વર્ષ છે, જે કોંગ્રેસ અને સ્થાનિક પક્ષોના મુખ્યમંત્રીઓની સરેરાશ વયથી ઓછી છે.

17મી લોકસભાના સાંસદોની સરેરાશ ઉંમર પણ 55ની આસપાસ છે. દેશમાં સૌથી વધુ સરેરાશ વય (35) ધરાવતા કેરળના મુખ્યમંત્રી વિજયનની ઉંમર સૌથી વધુ (77) છે, જ્યારે સૌથી ઓછી સરેરાશ ઉંમર (32) ધરાવતા બિહારના મુખ્યમંત્રી નીતીશકુમારની ઉંમર પણ 70 વર્ષથી વધુ છે.

દેશની સરેરાશ ઉંમર 28, પરંતુ મુખ્યમંત્રીઓની 61, કોંગ્રેસ અને સ્થાનિક પક્ષોની તુલનામાં ભાજપના મુખ્યમંત્રીઓની ઉંમર ઓછી

અન્ય સમાચારો પણ છે...