ઘેર-ઘેર ખવાતો ગોળ કેટલો સારો છે તે ચકાસવા ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ (FSSAI) પહેલીવાર દેશનાં તમામ રાજ્યોના કુલ 249 જિલ્લામાંથી ગોળનાં 3,060 સેમ્પલ એકત્ર કર્યા હતાં. પરિણામ ચોંકાવનારાં છે.
ઘણાં રાજ્યોમાં વેચાતા ગોળમાં કેમિકલ્સ ભળેલાં છે. ઘણાં શહેર તો એવાં છે કે જ્યાંના તમામ સેમ્પલ ફેલ રહ્યાં છે. દેશમાં 36% ગોળ માપદંડો પર ખરો નથી ઉતર્યો. એમ પણ જણાયું કે પેકિંગમાં વેચાતા ગોળની સરખામણીમાં ખુલ્લો વેચાતો ગોળ વધુ ખરાબ છે. તેથી FSSAIએ પેકિંગવાળો ગોળ ખાવા સલાહ આપી છે.
દક્ષિણમાં સૌથી ઓછો નિયમભંગ: ગોળ બનાવતી વખતે ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ્સનું સૌથી વધુ ધ્યાન દ.ભારતમાં રખાય છે. ત્યાંનો 78.3% ગોળ માપદંડો પર ખરો જણાયો જ્યારે ઉત્તર-પૂર્વમાં ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ્સનું 59.4%, પશ્ચિમમાં 53.3% અને ઉ.ભારતમાં સૌથી ઓછું 47.2% જ ધ્યાન રખાય છે.
ગોળનું રિપોર્ટ કાર્ડ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.