તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Eight year old Girl Strangled To Death While Playing, Hospital System Pushes Family Members

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિર્દયતા:રમતા-રમતા આઠ વર્ષની બાળકીના ગળામાં ફસાઈ ગઈ સીટી, હોસ્પિટલ તંત્રએ પરિવારજનોને ધક્કે ચઢાવતા સમયસર સારવાર ન મળતા બાળકીનું કમકમાટીભર્યું મોત

બિહારએક મહિનો પહેલા
 • કૉપી લિંક

બિહારના મુંગેરમાં રમતા-રમતા આઠ વર્ષથી બાળકીના ગળામાં સીટી ફસાઈ ગઈ હતી. બાળકીનું તડપી-તડપીને મોતને ભેટી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર મુંગેરના અસરગંજ પોલીસ મથકના ચોરગાંવના રહેવાસી રામજી ઠાકુરની આઠ વર્ષની પુત્રી ખુશ્બુ કુમારી પ્લાસ્ટિકની સીટી વગાડતી- વગાડતી રમી રહી હતી. આ દરમિયાન અચાનક સીટી બાળકીના ગળામાં ફસાઈ ગઈ હતી. ગાળામાં સિટી ફસાઈ જવાના કારણે બાળઌ તડપી રહી હતી. બાળકીએ ગમે તે રીતે પોતાની માતાને આ વાત જણાવી. આ સાંભળીને પરિવારના લોકોના હોશ ઉડી ગયા હતા. પરિવારજનો તેને લઈને ઝડપથી સારવાર માટે અસારગંજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લઈ ગયા હતા.

હોસ્પિટલ તંત્રએ પરિવારજનોને ચઢાવ્યા ધક્કે
અસારગંજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર હાજર ડોકટરોએ પ્રાથમિક તપાસ બાદ તેની હાલત જોઇને તેને માયાગંજ હોસ્પિટલ ભાગલપુર રિફર કરવામાં આવી હતી. આરોગ્ય કેન્દ્રના પ્રભારી ડોક્ટર વિપિન કુમારે તેની તપાસ કરી હતી. ત્યાર બાદ માયાગંજ હોસ્પિટલ ભાગલપુરના ડોકટરોએ બાળકીને પટના રીફર કરી હતી.પરંતુ પટના લઈ જતા રસ્તામાં જ બાળકી મોતને ભેટી હતી. આમ નિર્દય હોસ્પિટલ તંત્રએ બાળકીના પરિવારજનોને ધક્કે ચઢાવ્યા હતા, અને બાળકીને સમયસર સારવાર ન મળતા બાળકીનું મૃત્યુ થયું હતું.

એમ્બ્યુલન્સ ઉપલબ્ધ નહીં કરાવવાનો લગાવ્યો આરોપ
બાળકીના પરિવારના સભ્યોએઆરોપ લગાવ્યો હતો કે હોસ્પિટલના પ્રભારીએ એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરી આપી ન હતી. બાળકીને ટેમ્પો દ્વારા ભાગલપુર માયાગંજ હોસ્પિટલમાં લઈ ગયા હતા. ત્યાંના ડોકટરોએ બાળકીને અકબરનગર હોસ્પિટલમાં મોકલી આપી હતી. સરકારી હોસ્પિટલોના વલણને જોતાં, બાળકીને લઈને તેના પરિવારજનો લાંબા સમય સુધી ભાગલપુરની ખાનગી હોસ્પિટલોના ચક્કર કાપતા રહ્યા હતા. અંતે,પટના લઇ જતાં દરમિયાન રસ્તામાં જ બાળકીનું કમકમાટીભર્યું મૃત્યુ થયું હતું.

એક્સપર્ટ શું કહે છે?
સૌથી વધુ 3થી 6 વર્ષના બાળકો રમકડાથી રમતા હોય છે, ત્યારે રમકડામાં આવતો નાનો LEB બલ્બ, સ્ક્રુ, સીટી જેવી વસ્તુઓ મોઢામાં નાખતા હોય છે અને ઘણી વખત ગળી જતા હોય છે. વડિલોની દેખરેખ હેઠળ જ આવા રમકડા બાળકોને આપવા અથવા રમકડામાંથી સરળતાથી નિકળી જતી વસ્તુઓ કાઢી લેવી. આવી ગળી જવાની વસ્તુઓમાં શીંગદાણાના ટુકડા પણ હોય છે. ઘણીવાર બાળકો સૂતા-સૂતા વસ્તુઓ ખાતા હોય છે, જેથી મોઢામાં ગળી જવાની શક્યતા વધુ જોવા મળે છે. લખોટી જેવી વસ્તુઓ સરળતાથી ગળામાં ફસાઈ જાય છે જેથી પરિવારજનોએ નાના બાળક આવી વસ્તુઓથી ન રમે તેની તકેદારી રાખવી જોઈએ. ખાસ કરીને સૂતા-સૂતા બાળકને ક્યારેય કાંઈ ખવડાવવું જોઈએ નહીં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો