તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહામારીમાં શ્વાસ ખૂટ્યાં:એકબાજુ દિલ્હી હાઈકોર્ટમાં ઓક્સિજનની અછતની સુનાવણી, ત્યારે બીજીબાજુ બત્રા હોસ્પિટલમાં ઓક્સિજન દોઢ કલાક મોડો પહોંચતા 8ના મોત

14 દિવસ પહેલા
 • કૉપી લિંક

કોરોના મહામારી વચ્ચે દિલ્હીની હોસ્પિટલોમાં ઓક્સિજનની અછતને લઈને શનિવારે રજાના દિવસે પણ દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી થઈ. આ દરમિયાન અહીંની બત્રા હોસ્પિટલમાં ઓક્સિજનની અછતને પગલે એક ડૉક્ટર સહિત આઠ દર્દીના મૃત્યુ થઈ ગયા. આ મુદ્દે નારાજ કોર્ટે કેન્દ્રને કહ્યું કે, ‘હવે બહુ થયું. પાણી માથાની ઉપર જતું રહ્યું છે. કોઈ પણ સંજોગોમાં હવે દિલ્હીને 490 મેટ્રિક ટન ઓક્સિજન પૂરો પાડો. જો પુર‌વઠો નહીં મળે, તો અમે અવમાનનાની કાર્યવાહી કરીશું.’ દિલ્હીને 20 એપ્રિલ સુધી 480 મેટ્રિક ટન ઓક્સિજન ફાળવાતો હતો, જેને વધારીને 490 મેટ્રિક ટન કરાયો હતો. જોકે, આ બધું કાગળ પર જ છે. એક પણ દિવસ ક્વૉટા પ્રમાણે ફાળવણી નથી થઈ.

આશરે ચાર કલાક ચાલેલી સુનાવણીમાં દિલ્હી હાઈકોર્ટના જસ્ટિસ વિપિન સાંઘી અને રેખા પલ્લની બેન્ચે કેન્દ્રને સવાલ કર્યો કે, અમારા આદેશ છતાં રાજસ્થાને દિલ્હી માટે બનેલા ચાર ક્રાયોજેનિક ટેન્કર કેમ ના છોડ્યા? 26 એપ્રિલે સોલિસિટર જનરલ તુષાર મહેતાએ આશ્વાસન આપતા કહ્યું હતું કે, આ ટેન્કરો છોડી દેવાશે. તો પછી અમલ કેમ ના થયો?

દેશમાં કોરોનાએ અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડી દીધા છે. છેલ્લાં 24 કલાકમાં દેશમાં કોરોના વાઈરસના 4 લાખથી વધારે નવા કેસ નોંધાયા છે. દેશમાં કોરોના સંક્રમણની સ્થિતિને ધ્યાનમાં રાખીને અન્ય દેશોએ પણ મદદ માટે હાથ લંબાવ્યો છે. દેશમાં ઓક્સિજનની મોટી માત્રામાં અછત જોવા મળી રહી છે. આ વાત જગજાહેર છે. દિલ્હી હાઈકોર્ટમાં આજે જ્યારે રાજ્યમાં ઓક્સિજનની અછત વિશે દલીલો ચાલતી હતી ત્યારે જ દિલ્હીની બત્રા હોસ્પિટલમાં 8 લોકોના ઓક્સિજનની અછતના કારણે મોત થયા છે. તેમાં એક ડોક્ટર પણ સામેલ છે.

દિલ્હીની બત્રા હોસ્પિટલમાં ઓક્સિજનની કમીના કારણે 8 લોકોના મોતની માહિતી હોસ્પિટલ પ્રશાસન દ્વારા જ આપવામાં આવી છે. હોસ્પિટલ અધિકારીએ એવું પણ જણાવ્યું છે કે, બત્રા હોસ્પિટલમાં મૃતકોમાં ગેસ્ટ્રોએન્ટોરોલોજી વિભાગના એચઓડી પણ સામેલ છે.

ઓક્સિજન પહોંચ્યો પણ મોડા પડ્યા
જોકે બત્રા હોસ્પિટલને આ દરમિયાન ઓક્સિજનનો સપ્લાય પહોંચી ગયો હતો પરંતુ તેમાં ઘણી વાર થઈ હતી. હોસ્પિટલ તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, અમને સમય સર ઓક્સિજન ના મળ્યો. અમારે બપોરે 12 વાગે જ ઓક્સિજન પૂરો થઈ ગયો હતો અને અમને દોઢ વાગે સપ્લાય મળ્યો. અમે 8 ના જીવ ગુમાવી દીધા. એમાં અમારા એક ડોક્ટર પણ હતા.

કોર્ટે કહ્યું- વ્યવસ્થા ઉભી કરવા સમય આપો
દિલ્હીની બત્રા હોસ્પિટલે શનિવારે ઓક્સિજન ખતમ થવાના કારણે 8 દર્દીઓના જીવ ગુમાવ્યા પછી હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. હોસ્પિટલ તરફથી કોર્ટને જણાવવામાં આવ્યું હતું કે, એક કલાક વધારે સમય સુધી ઓક્સિજનનો સપ્લાય નહતો. તેના કારણે 8 કોરોના દર્દીઓના મોત થયા છે. હોસ્પિટલે કહ્યું કે, સવારે 6 વાગ્યાથી ઈમરજન્સી હતી. હોસ્પિટવમાં 307 દર્દી દાખલ હતા. તેમાંથી 230 ઓક્સિજન સપોર્ટ પર હતા.
ત્યારે હાઈકોર્ટે કહ્યું હતું કે, દરેક લોકો થાકેલા છે. અમે પણ હવે થાકી ગયા છીએ. કોર્ટે કહ્યું, તમે ડોક્ટર્સ છો, તમારે તમારી નસ પારખવી જરૂરી છે. વ્યવસ્થા ઉભી કરવા માટે સમય આપો. જો તમે મેસેજ જ કરતા રહેશો તો બીજુ કામ કરતી વ્યક્તિ પણ તેમાં વ્યસ્ત થઈ જશે.

દિલ્હીમાં ઓક્સિજનની ભારે કમી
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું છે કે, રાજ્યમાં ઓક્સિજનની ભારે કમી છે. દરેક હોસ્પિટલમાંથી SoSના મેસેજ આવી રહ્યા છે. અમે કોર્ટમાં વાત કરી છે અને કેન્દ્ર સરકારને પણ પત્ર લખ્યો છે. દિલ્હીમાં રોજ 976 ટન ઓક્સિજનની જરૂર છે, પરંતુ 490 ટન જ મળી રહ્યો છે. દિલ્હીમાં ગઈ કાલે તો માત્ર 312 ટન જ ઓક્સિજન મળ્યો હતો.

શુક્રવારે દેશની રાજધાની દિલ્હીમાં 27,047 લોકો કોરોના પોઝિટિવ મળ્યા. 25,288 લોકો સ્વસ્થ થયા અને 375 લોકો મૃત્યુ પામ્યા. અત્યાર સુધીમાં 11 લાખ 49 હજાર લોકો સંક્રમણની ઝપેટમાં આવી ચૂક્યા છે. તેમાંથી 10 લાખ 33 હજાર લોકો સાજા થયા છે, જ્યારે 16,147 દર્દીઓ મૃત્યુ પામ્યા છે. 99,361ની સારવાર ચાલી રહી છે.

રિકવરી રેટ 95 ટકા છે
આ દરમિયાન હાઈકોર્ટે હોસ્પિટલોને પણ સૂચન કર્યું કે, આ સંકટમાંથી હોસ્પિટલ મેનેજમેન્ટે પણ બોધપાઠ લેવો જોઈએ. ત્યાં ઓક્સિજન પ્લાન્ટ હોવા જરૂરી છે. જો એવું ના હોય, તો તે બેજવાબદારી કહેવાય. બાદમાં કોર્ટે કેન્દ્ર, રાજ્ય અને તમામ ખાનગી હોસ્પિટલોને પહેલી એપ્રિલથી અત્યાર સુધી કોરોના દર્દીઓની સંખ્યા, બેડ, ઓક્સિજન પુર‌વઠો અને જરૂરી દવાઓની માહિતી આપવાનો પણ નિર્દેશ કર્યો. આ પહેલા દિલ્હી સરકારના વકીલે કોર્ટમાં કહ્યું હતું કે, કેટલીક હોસ્પિટલો દર્દીઓ સ્વસ્થ થયા પછી પણ તેમને રજા આપવામાં મોડું કરે છે. રિકવરી રેટ 95% છે, પરંતુ બીજાને ઝડપથી બેડ નથી મળતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો