દેશભરમાં 2021ના અંત સુધીમાં 22.56 લાખ વિદ્યાર્થીઓને લોનની 89,477 કરોડની રકમની ચુકવણી બાકી હતી તેવી જાણકારી કેન્દ્રીય મંત્રી ડૉ. ભાગવત કરાડે લોકસભામાં આપી હતી. એજ્યુકેશન લોનના મામલે કેરળ, કર્ણાટક અને તામિલનાડુ જેવાં દક્ષિણનાં રાજ્યો આગળ છે. જ્યારે ગુજરાતના 49,234 લોકો પર 3,527.47 કરોડ રૂપિયા બાકી છે.
બીજી તરફ, વસતીની દૃષ્ટિએ પાંચ મોટાં રાજ્યો યુપી, મહારાષ્ટ્ર, બિહાર, પં. બંગાળ અને મધ્યપ્રદેશની કુલ બાકી લોનમાં હિસ્સેદારી 25 % છે. આ રાજ્યોમાં 22,157.15 કરોડ રૂપિયાની એજ્યુકેશન લોન બાકી છે. એજ્યુકેશન લોન લેનારા ટોચનાં 6 રાજ્યોમાં મહારાષ્ટ્રને છોડીને બાકી દરેક દક્ષિણ ભારતનાં જ રાજ્યો છે.
કુલ બાકી લોનમાં તેની હિસ્સેદારી 52% છે. આ રાજ્યોમાં એજ્યુકેશન લોનના 46,571.75 કરોડ રૂપિયા બાકી છે. તેમાં મહારાષ્ટ્રને સામેલ કરવામાં આવે તો રાજ્યોની હિસ્સેદારી 62 ટકા અને બાકી રકમ 55,454.04 કરોડ રૂપિયા સુધી પહોંચે છે.દેશમાં 22.56 લાખ વિદ્યાર્થીઓની એજ્યુકેશન લોનની ચુકવણી બાકી છે. તેમાં તામિલનાડુ, કેરળ, કર્ણાટક, મહારાષ્ટ્ર અને યુપીની 63.79% હિસ્સેદારી છે.
આ રાજ્યોના 14.39 લાખ વિદ્યાર્થીઓ દ્વારા લોનની ચુકવણી બાકી છે. તમિલનાડુમાં 6,25,735 વિદ્યાર્થીઓએ (27.73%), કેરળમાં 3,07,670 (13.63%), કર્ણાટકમાં 2,10,437(9.32%), મહારાષ્ટ્રમાં 1,90,637 (8.45%) અને યુપીમાં 1,05,142 (4.66%) વિદ્યાર્થીઓએ એજ્યુકેશન લોન લીધી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.