મની લોન્ડરિંગ કેસ:મુંબઈના અન્ડરવર્લ્ડ સાથે જોડાયેલા ઠેકાણાઓ પર EDનું મોટુ સર્ચ ઓપરેશન, દાઉદની બહેનના ઘરે રેડ

મુંબઈ7 મહિનો પહેલા

મુંબઈમાં અન્ડરવર્લ્ડ સાથે જોડાયેલા લોકોના 10 ઠેકાણાઓ પર એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટની ટીમ રેડ કરી રહી છે. આ રેડ મુંબઈ અને આસપાસના વિસ્તારમાં ચાલુ છે. સૂત્રોના જણાવ્યા મુજબ, અન્ડરવર્લ્ડના લોકો સિવાય આ રેડમાં મહારાષ્ટ્રના એક મોટા નેતાનું પણ નામ બહાર આવ્યું છે. જોકે હજી સુધી કોઈ અધિકારિક નિવેદન આવ્યું નથી. અન્ડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમની બહેન હસીના પારકરના ઘણા વર્ષોથી બંધ પડેલા ઘર પર પણ EDની ટીમે દરોડા પાડ્યા છે.

કુલ 10 જગ્યાઓ પર રેડ
EDના અધિકારીઓના જણાવ્યા અનુસાર કુલ દસ ઠેકાણાઓ પર રેડ કરવામાં આવી છે અને પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ, 2002ની કલમો અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે એક રાજકારણી સાથે જોડાયેલા કેટલાક પરિસરોને પણ કવર કરવામાં આવી રહ્યાં છે. તેમણે કહ્યું કે ઈડીની કાર્યવાહી રાષ્ટ્રીય તપાસ એજન્સી(NIA) દ્વારા તાજેતરમાં નોંધાયેલી FIR અને પૂર્વ એજન્સીને મળેલી કેટલીક જાસૂસી માહિતીઓ પર આધારિત છે.

રાજકારણીના નામ પર પણ ચર્ચા
ED દ્વારા આ મામલામાં એક મોટા રાજકારણીનું નામ બહાર આવ્યા પછી રાજકારણ ગરમાયું છે. જોકે અધિકારીઓએ નેતાના નામનો ખુલાસો કર્યો નથી. ઈડીના અધિકારીઓએ જણાવ્યું છે કે હાલ તપાસ શરૂ કરવામાં આવી છે. ઝડપથી પરિણામ બહાર આવશે. આ દરમિયાન શિવસેનાના નેતા સંજય રાઉત પણ એક પ્રેસ કોન્ફરન્સમાં ભાજપના ચાર નેતાઓ પર આરોપ લગાવવાના છે.

પાકિસ્તાનનું કનેક્શનનું પ્રકાશમાં આવ્યું હતું
90ના દાયકામાં ફરાર થયેલા અન્ડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ સાથે જોડાયેલા લોકો મોટા પાયે મની લોન્ડ્રિંગમાં સામેલ થયા હોવોનો આરોપ છે. થોડા દિવસો પહેલા કેન્દ્રીય તપાસ એજન્સીને અન્ડરવર્લ્ડના પંજાબ કનેક્શન વિશે જાણવા મળ્યું હતું. એવી માહિતી પ્રકાશમાં આવી હતી કે પંજાબમાં અસ્થિરતા ફેલાવવા માટે પાકિસ્તાનની જાસૂસી એજન્સી ISI અન્ડરવર્લ્ડનો સહારો લઈ રહી છે. સૂત્રોના જણાવ્યા મુજબ, અન્ડરવર્લ્ડના લોકો મોટાપાયે મુંબઈથી પંજાબ પૈસા પહોંચાડી રહ્યાં છે.

થોડા દિવસો પહેલા દાઉદના નજીકના વ્યક્તિની ધરપકડ થઈ હતી
આ મહિનાની શરૂઆતમાં ઈન્વેસ્ટીગેટર્સે 1993 બ્લાસ્ટના આરોપી અબૂ બકરની ધરપકડ કરી હતી. 29 વર્ષથી ફરાર અબૂને દાઉદના નજીકનો વ્યક્તિ ગણવામાં આવે છે. અબૂની ધરપકડ સંયુક્ત અરબ અમીરાતમાં થઈ હતી.

અન્ય સમાચારો પણ છે...