તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ED Told The Court: Anil Deshmukh Got Rs 4 Crore From Twelve Owners, He Transferred The Amount To His Trust.

મહારાષ્ટ્રના પૂર્વ ગૃહ મંત્રી પર વસૂલીનો કેસ:EDએ કોર્ટમાં કહ્યું- અનિલ દેશમુખને બાર માલિકો પાસેથી 4 કરોડ મળ્યા, તેમણે આ રકમ તેમના ટ્રસ્ટમાં ટ્રાન્સફર કરી

3 મહિનો પહેલા
  • દેશમુખે નકલી કંપનીઓ દ્વારા પોતાના ટ્રસ્ટમાં 4 કરોડ ટ્રાન્સફર કર્યા હોવાનું સામે આવ્યું
  • EDએ બે દિવસ પહેલા દેશમુખના ઘરે દરોડા પડ્યા હતા

100 કરોડની વસૂલાતના આરોપનો સામનો કરી રહેલા મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ વિશે મોટો ખુલાસો થયો છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ કોર્ટને કહ્યું છે કે દેશમુખને બાર માલિકો પાસેથી 4 કરોડ મળ્યા હતા. તેમણે આ રકમ બનાવટી કંપનીઓ દ્વારા દાનના રૂપમાં પોતાના ટ્રસ્ટમાં ટ્રાન્સફર કરી હતી.

EDએ આ દાવો શનિવારે દેશમુખના પી.એ. સંજીવ પલાંડે અને પીએસ કુંદન શિંદેની કોર્ટમાં રજૂઆત દરમિયાન કર્યો હતો. શુક્રવારે મોડી રાત્રે બંનેની ઇડી દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. બંને એક જુલાઈ સુધી EDના રિમાન્ડ પર છે. તેમના પર આરોપ છે કે તેઓએ મની લોન્ડ્રિંગમાં દેશમુખની મદદ કરી હતી. તપાસ એજન્સીએ શનિવારે દેશમુખને પૂછપરછ માટે પણ બોલાવ્યા હતા. પરંતુ દેશમુખે હાજર થવા માટે નવી તારીખ માંગી છે.

EDએ બે દિવસ પહેલા દેશમુખના ઘરે દરોડો પાડ્યો હતો
શુક્રવારે સવારે સાત વાગ્યે તપાસ એજન્સીએ નાગપુરમાં અનિલ દેશમુખના નિવાસ સ્થાને દરોડા પાડ્યા હતા. તે લગભગ 10 કલાક સુધી ચાલ્યું. દેશમુખના પરિવારના સભ્યોની પણ નાગપુર સ્થિત તેમના નિવાસસ્થાને પૂછપરછ કરવામાં આવી હતી. સાંજે EDના અધિકારીઓ કેટલાક દસ્તાવેજો લઈને ઘરની બહાર નીકળી ગયા હતા.

આ કેસ દેશમુખ સામે રિકવરીના આક્ષેપો સાથે સંબંધિત છે. મુંબઇના પૂર્વ પોલીસ કમિશનર પરમબીરસિંહે આશરે અઢી મહિના પહેલા રાજ્યના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને લખેલા પત્રમાં આ આરોપ લગાવ્યો હતો કે અનિલ દેશમુખે મુંબઈ પોલીસ સસ્પેન્ડ કરાયેલા અધિકારી સચિન વઝેને દર મહિને 100 કરોડની વસૂલાતનો ટાર્ગેટ આપ્યો હતો.

આ કેસમાં EDની ટીમે લગભગ 10 થી 12 વખત માલિકોના નિવેદનો પણ રેકોર્ડ કર્યા છે. આ પછી તલોજા જેલમાં જઈને સસ્પેન્ડ કરાયેલ પોલીસ અધિકારી સચિન વઝેનું નિવેદન પણ નોંધાયું છે.