સિસોદિયાના રિમાન્ડ 5 દિવસ માટે લંબાવ્યા:EDએ કોર્ટને કહ્યું- તેમને વધુ સવાલો પૂછવાના છે, અત્યારે ઈમેલ-મોબાઈલ ડેટાનું એનાલિસિસ કરીએ છીએ

7 દિવસ પહેલા
  • કૉપી લિંક

દિલ્હી લીકર પોલિસી કેસમાં રાઉઝ એવન્યુ કોર્ટે શુક્રવારે મનીષ સિસોદિયાના રિમાન્ડની મુદત 5 દિવસ વધારી દીધી છે. હવે સિસોદિયાએ 22 માર્ચ સુધી EDની કસ્ટડીમાં રહેવું પડશે. જો કે, તપાસ એજન્સીએ કોર્ટમાં 7 દિવસની કસ્ટડી વધારવાની માગ કરી હતી.

EDએ કોર્ટને કહ્યું- જ્યારે LGએ આ મામલે ફરિયાદ કરી ત્યારે સિસોદિયાએ પોતાનો ફોન બદલી નાખ્યો હતો, પરંતુ એજન્સીએ તેમનો મોબાઈલનો ડેટા પાછો મેળવી લીધો છે. હવે એજન્સી તેમના ઈમેલ અને મોબાઈલ ફોનમાંથી કાઢવામાં આવેલા ડેટાનું એનાલિસિસ કરી રહી છે. હજુ અમારે સિસોદિયાને વધુ સવાલો પૂછવાના છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર EDએ કહ્યું કે આ કેસ સાથે જોડાયેલા બે લોકોને 18 અને 19 માર્ચે તેમના નિવેદનો રેકોર્ડ કરવા માટે બોલાવવામાં આવ્યા છે. તેમણે સિસોદિયાની સામે બેસીને ઈમેલ અને મોબાઈલમાંથી મળેલા ડેટા વિશે પૂછપરછ કરવાની છે. તેના પર કોર્ટે કહ્યું કે ઈમેલમાંથી મળેલા ડેટા વિશે પૂછપરછ કરવા માટે તેમને કસ્ટડીમાં રાખવાની જરૂર નથી. આ તમે જેલમાં પણ કરી શકો છો.

સિસોદિયાના વકીલે કહ્યું- ED હવે CBIની પ્રૉક્સી બની ગઈ છે
સિસોદિયાના વકીલે કોર્ટને જણાવ્યું કે EDએ પૂર્વ ડેપ્યુટી સીએમ વિરુદ્ધ કોઈપણ ક્રાઈમનો ઉલ્લેખ કર્યો નથી. એજન્સીએ જણાવવું પડશે કે પ્રોસીડ ઓફ ક્રાઈમ શું થયું? એ નથી બતાવવાનું કે ગુનો શું કર્યો. કન્ફ્રન્ટ કરાવવા માટે અટકાયતની જરૂર નથી હોતી.

જ્યારે CBI આ મામલે પૂછપરછ કરી ચૂકી છે તો EDએ પૂછપરછ કરવાની શું જરૂર છે? ED હવે CBIની પ્રોક્સી એજન્સી તરીકે કામ કરી રહી છે. બીજી તરફ, સિસોદિયાએ કોર્ટને જણાવ્યું કે એજન્સીએ છેલ્લા દિવસની કસ્ટડીમાં દરરોજ માત્ર અડધાથી એક કલાક સુધી પૂછપરછ કરી છે. માત્ર ગુરૂવારે આખી રાત્રે પૂછપરછ કરવામાં આવી હતી.

EDએ 9 માર્ચે સિસોદિયાની ધરપકડ કરી હતી
તપાસ એજન્સીએ દિલ્હી લીકર પોલિસી કેસમાં મની લોન્ડરિંગ કેસના સંબંધમાં 9 માર્ચે તિહાર જેલમાંથી સિસોદિયાની ધરપકડ કરી હતી. આ પછી 10 માર્ચે સિસોદિયાને દિલ્હીની રાઉજ એવન્યુ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. EDએ કોર્ટ પાસે સિસોદિયાના 10 દિવસના રિમાન્ડની માગણી કરી હતી. આ પછી કોર્ટે પૂર્વ ડેપ્યુટી સીએમને 17 માર્ચ (7 દિવસ) સુધીના રિમાન્ડ પર મોકલી દીધા હતા, જે આજે પૂરા થયા.

આ પહેલાં 26 ફેબ્રુઆરીએ CBIએ દિલ્હી લીકર પોલિસી કેસમાં 8 કલાકની પૂછપરછ બાદ તેમની ધરપકડ કરી હતી. કોર્ટ સિસોદિયાની જામીન અરજી પર 21 માર્ચે બપોરે 2 વાગ્યે સુનાવણી કરશે.

ગત સુનાવણીમાં EDએ આ દલીલો કરી હતી
1. સિસોદિયાના પ્રતિનિધિએ કવિતા સાથે મુલાકાત કરી

EDના વકીલ જોહૈબ હુસૈનએ કહ્યું હતું, સિસોદિયાના આસિસ્ટન્ટ વિજય નાયર આ પૂરા ષડયંત્રને કોઓર્ડિનેટ કરી રહ્યા હતા. આ કૌભાંડમાં સરકારી તંત્ર, વચેટિયા અને અન્ય ઘણા લોકો સામેલ છે. આ કાવતરું તેલંગાણાના મુખ્યમંત્રી કે.ચંદ્રશેખર રાવની પુત્રી નાયર, સિસોદિયાએ ઘડ્યું હતું. કવિતા અને અન્ય ઘણા લોકોએ સાથે મળીને તેને કમ્પોઝ કર્યું હતું. આ મામલામાં 219 કરોડ રૂપિયાની મની ટ્રેઇલ મળી આવી છે.

2. દક્ષિણના જૂથે AAP નેતાઓને 100 કરોડની લાંચ આપી
તેમણે કહ્યું, 'સાઉથના જૂથે AAP નેતાઓને 100 કરોડની લાંચ આપી. દિલ્હીમાં 30% દારૂનો ધંધો ચલાવી શકાય તે માટે એક જૂથ બનાવવામાં આવ્યું હતું. દસ્તાવેજો દર્શાવે છે કે નાયર કવિતાને સિસોદિયાના પ્રતિનિધિ તરીકે મળ્યા હતા. નાયર કવિતાને જણાવવા માગતા હતા કે સિસોદિયા દારૂની નીતિને કેવી રીતે પ્રભાવિત કરી શકે છે.

3. એક વર્ષમાં 14 ફોન તોડ્યા, તે સિસોદિયાના નામ પર નહોતા
જોહૈબે કહ્યું, 'એક વર્ષના ગાળામાં 14 ફોનનો ઉપયોગ કર્યો અને બદલી નાખ્યાં. બધા જ ફોનને તોડી નાખ્યા. સિસોદિયા એવા ફોનનો ઉપયોગ કરતા હતા જે અન્ય લોકો દ્વારા ખરીદવામાં આવ્યા હતા. સિમકાર્ડ પણ સિસોદિયાના નામ પર નહોતું જેથી પાછળથી તે પોતાના બચાવમાં તેનો ઉપયોગ કરી શકે.

4. સિસોદિયા શરૂઆતથી જ પોતાનો બચાવ કરી રહ્યાં છે
તેણે દલીલ કરી કે, 'સિસોદિયાના નામે એક પણ ફોન નહોતો. એક સિમ કાર્ડ દેવેન્દ્ર શર્માના નામે હતું. આ દર્શાવે છે કે આ કેસમાં પુરાવાનો મોટા પાયે નાશ કરવામાં આવ્યો હતો. તમે જાતે જ જુઓ કે અમે સિસોદિયાની કસ્ટડી કેમ ઈચ્છીએ છીએ. તે શરૂઆતથી જ પોતાનો બચાવ કરી રહ્યા છે.

મનીષ સિસોદિયા પર CBIનો નવો કેસ
આબકારી નીતિ કેસમાં જેલમાં બંધ દિલ્હીના પૂર્વ ડિપ્ટી સીએમ મનીષ સિસોદિયા સામે CBIએ નવો કેસ દાખલ કર્યો છે. આ કેસ દિલ્હી સરકારની ફીડબેક યુનિટ (FBU)માં કથિત ભ્રષ્ટાચારને લઈને નોંધાયો છે.

CBIનો દાવો છે કે, ગેરકાયદેસર રીતે ફીડબેક યુનિટને બનાવવા અને સંચાલનના કારણે સરકારી ખજાનાને 36 લાખ રૂપિયાનું નુકસાન થયું છે. આ યુનિટ પર વિરોધી પાર્ટીના નેતાઓ, અધિકારીઓ અને જ્યુડિશિયરી મેમ્બરની જાસૂસીનો પણ આરોપ છે.

અન્ય સમાચારો પણ છે...