• Gujarati News
  • National
  • ED To Target 15 Other Hideouts In Parth, Ex minister Says I Am Being Framed; Arpita Fainted

ભાસ્કર એક્સક્લૂસિવ:EDના ટાર્ગેટ પર પાર્થનાં અન્ય 15 ઠેકાણાં, પૂર્વ મંત્રીએ કહ્યું- મને ફસાવવામાં આવી રહ્યો છે; અર્પિતા બેભાન થઈ

2 મહિનો પહેલા
  • અર્પિતાના ઘરેથી મળી P લખેલી ગોલ્ડ રિંગ

શિક્ષણ ભરતીકૌભાંડ મામલે પાર્થ ચેટર્જી અને અર્પિતા મુખર્જીનો શુક્રવારે ત્રીજી વાર મેડિકલ ચેક-અપ થઈ રહ્યો છે. હોસ્પિટલ લઈ જતી વખતે અર્પિતા મુખર્જીની તબિયત બગડી ગઈ હતી. તે કારમાં જ ખૂબ રડવા લાગી હતી અને બહાર નીકળીને રસ્તા પર બેસી ગઈ હતી. જ્યારે હોસ્પિટલ પહોંચેલા પૂર્વ મંત્રી પાર્થે કહ્યું હતું કે મને કાવતરું ઘડીને સંડોવવામાં આવી રહ્યો છે.

1000 કરોડ રૂપિયાનું છે શિક્ષણ ભરતીકૌભાંડ
ED સોર્સથી મળેલી માહિતી પ્રમાણે, આ સમગ્ર સ્કેમ 1000 કરોડ સુધી પહોંચી શકે છે. એમાં માત્ર ટીચર્સની ભરતીના જ પૈસા સામેલ નથી, પરંતુ પાર્થ ચેટર્જીના રિયલ સ્ટેટમાં લગાવેલા પૈસા પણ સામેલ છે. હજી ઈડી પાર્થની અન્ય 15 જગ્યા પર પણ દરોડા પાડી શકે છે. બીજી બાજુ EDએ TMC ધારાસભ્ય મણિક ભટ્ટાચાર્યને પણ પૂછપરછ માટે બોલાલ્યા છે.

રિયલ એસ્ટેટ સાથે જોડાયેલા દસ્તાવેજો પણ મળ્યા
ED સૂત્રોએ જણાવ્યું હતું કે પાર્ટ ચેટર્જીની ધરપકડ પછી 5 દિવસ સુધી તેમણે માત્ર ગ્રીન ટી અને બિસ્કિટ જ ખાધા છે. બુધવારે રાતે તેમણે દાળ-રોટલી ખાધી હતી. ગુરુવારે સાંજે તેમના ચિનારપાક્ત અને નયાબાદના ફ્લેટની તપાસ કરવામાં આવી હતી.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ જ બે ફ્લેટમાંથી રિયલ એસ્ટેટ સાથે જોડાયેલા દસ્તાવેજો મળ્યા છે. તપાસમાં સામે આવ્યું છે કે શિક્ષણ ભરતીકૌભાંડમાંથી મળેલી રકમ રિયલ એસ્ટેસમાં લગાવવામાં આવી રહી છે. અર્પિતાના ફ્લેટ પરથી એક સોનાની વીંટી એવી પણ મળી છે, જેના પર P લખ્યું છે. એજન્સી આ વિશે પણ સવાલ કરશે.

પાર્થ-અર્પિતા સાથે જોડાયેલાં અપડેટ્સ
1.EDએ રાયગંજથી TMC ધારાસભ્ય કૃષ્ણા કલ્યાણીને પણ શિક્ષણ ભરતીકૌભાંડ માટે નોટિસ મોકલી છે. તેમની કંપની કલ્યાણી શોલ્વેક્સ પર મની લોન્ડરિંગનો આરોપ છે.
2. અર્પિતાએ સ્વીકાર્યું છે કે પાર્થ તેના ફ્લેટમાં કેશ મૂકતા હતા, પરંતુ આટલી બધી વધારે કેશ છે એ વિશે તેને પણ ખબર નહોતી.
3. અભિષેક બેનર્જી શિક્ષણ ભરતી વિશે વિરોધપ્રદર્શન કરનારા અભ્યાર્થીઓ લોકોની મુલાકાત કરશે. તેઓ અંદાજે 8 મહિનાથી વિરોધ કરી રહ્યા છે.
4. પાર્થ ચેટર્જીને અત્યારે મંત્રીપદ પરથી હટાવી દેવામાં આવ્યા છે. તેમને પાર્ટીમાંથી પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

2 મોટાં નિવેદન...
1. મમતા બેનર્જી-
પાર્થે ભૂલ કરી છે અને તેને સજા તરીકે આ જીવન કેદની સજા પણ મળશે તો મને તેનો કોઈ અફસોસ નથી. અમે તેને કેબિનેટ મંત્રી તરીકે હટાવી દીધા છે. બાકીની માહિતી અત્યારે અમે જાહેર કરી શકીએ એમ નથી.

2. અભિષેક બેનર્જી- પાર્થ ચેટર્જી કેસમાં અત્યારસુધી જે થયું એના પર અમારી નજર છે. અમે તેમને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધા છે. જો તેઓ નિર્દોષ સાબિત થશે તો અમે તેમને પાર્ટીમાં પરત લઈ લઈશું.

અર્પિતાના નિવેદન પછી પાર્થની મુશ્કેલીઓ વધી
ED સૂત્રોના જણાવ્યા પ્રમાણે, અર્પિતાએ અત્યારસુધીમાં તેના ફ્લેટમાંથી મળેલી 50 કરોડથી વધુ રકમ વિશે પહેલીવાર નિવેદન આપ્યું છે. અર્પિતાએ ગુરુવારે તપાસ એજન્સી સામે કબૂલ્યું હતું કે આ બધા પૈસા પાર્થના છે અને એ કેટલા છે એ વિશે તેની પાસે કોઈ માહિતી નથી. ED અર્પિતાના નિવેદનને આધાર બનાવીને જ હવે પાર્થની સામે કાર્યવાહી કરશે.

અન્ય સમાચારો પણ છે...