• Gujarati News
  • National
  • ED Summoned Ravi Narayan For Questioning In The Illegal Phone Tapping Case, But He Did Not Go

NSEના ભૂતપૂર્વ ચેરમેનની ધરપકડ:EDએ ગેરકાયદે ફોન-ટેપિંગ કેસમાં રવિ નારાયણને પૂછપરછ માટે બોલાવ્યા હતા, પરંતુ તેઓ ગયા નહોતા

18 દિવસ પહેલા
  • કૉપી લિંક

નારાયણે 1993થી 2014 સુધી NSEમાં અનેક હોદ્દાઓ સંભાળ્યા હતા. EDએ અગાઉ આ જ કેસમાં મુંબઈ પોલીસ કમિશનર સંજય પાંડેની ધરપકડ કરી હતી. આ કેસમાં ED દ્વારા NSE ચીફ ચિત્રા રામકૃષ્ણનની પણ પૂછપરછ કરવામાં આવી હતી. હાલમાં તેઓ એજન્સીની કસ્ટડીમાં છે. EDએ CBIની FIRના આધારે આ લોકો વિરુદ્ધ મની લોન્ડરિંગનો કેસ નોંધીને તપાસ શરૂ કરી હતી.

EDએ આ કેસમાં ISEC સર્વિસીઝ પ્રાઇવેટ લિમિટેડ, તેના અધિકારીઓ અને ડિરેક્ટર્સ, આનંદ નારાયણ, અરમાન પાંડે, મનીષ મિત્તલ, તત્કાલીન વરિષ્ઠ માહિતી સુરક્ષા વિશ્લેષક નમન ચતુર્વેદી, NSE એક્ઝિક્યુટિવ વાઈસ-પ્રેસિડેન્ટ રવિ વારાણસી, કેમ્પસ હેડ મહેશ હલ્દીપુર અને અન્ય વિરુદ્ધ કેસ નોંધ્યો છે.

ફોન-ટેપિંગ કેસ સમજો
ગૃહ મંત્રાલયે NSE કર્મચારીઓના ફોનના ગેરકાયદે ટેપિંગની વાત કરી હતી. NSEના ઉચ્ચ હોદ્દા પર બેઠેલા અધિકારીઓએ 2009 અને 2017 વચ્ચે ખાનગી કંપની સાથે મળીને આ ફોન-ટેપિંગ કર્યું હતું. CBIનો આરોપ છે કે ખાનગી કંપનીએ સાયબર સ્પેસમાં નબળાઈઓ શોધવાના નામે એક અભ્યાસની આડમાં આ ફોન ટેપ કર્યા હતા.

આ માટે NSEના અધિકારીઓએ એક કરાર જારી કર્યો હતો, જે આ ખાનગી કંપનીની તરફેણમાં હતો. આ પછી ખાનગી કંપનીએ ફોન-ટેપિંગ માટે મશીનો લગાવી દીધાં, જે ભારતીય ટેલિગ્રાફ એક્ટનું ઉલ્લંઘન છે. એવો પણ આરોપ છે કે આ ફોન-ટેપિંગ પહેલાં કંપનીએ ટેલિગ્રાફ એક્ટ હેઠળ સંબંધિત અધિકારીઓ પાસેથી મંજૂરી પણ લીધી ન હતી.

EDએ NSEના પૂર્વ વડા રવિ નારાયણની મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરી છે. મળતી માહિતી મુજબ, રવિ નારાયણની ધરપકડ એક્સચેન્જ સાથે જોડાયેલા કો-લોકેશનના કેસમાં કરવામાં આવી છે. રવિ નારાયણ સામે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા આ વર્ષે 14 જુલાઈના રોજ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.

ચિત્રાએ કહ્યું- હું હિમાલયના યોગી સાથે માહિતી શેર કરું છું
ચિત્રા રામક્રિષ્નને એમ કહીને સનસનાટી મચાવી દીધી હતી કે તે 'હિમાલયના યોગી' સાથે NSE બાબતોની માહિતી શેર કરી રહી છે. જોકે પાછળથી તે યોગીની ઓળખ તેના ભૂતપૂર્વ સાથીદાર તરીકે થઈ હતી.

કો-લોકેશનકૌભાંડ શું છે?
કો-લોકેશનકૌભાંડ લગભગ એક દાયકા પહેલાં થયું હતું. એવા આક્ષેપો હતા કે ટ્રેડિંગ સભ્ય, OPG સિક્યોરિટીઝને 2012 અને 2014 વચ્ચે NSE બિલ્ડિંગમાં કો-લોકેશન ફેસિલિટીમાં ખોટી રીતે જગ્યા આપવામાં આવી હતી. આ તકનો લાભ લઈને OPG સિક્યોરિટીઝે સેકન્ડરી સર્વરમાં લૉગ ઇન કરીને સહ-સ્થાન સુવિધામાં અન્ય સભ્યો પાસેથી ડેટા એકત્રિત કરવાનું શરૂ કર્યું. આ કારણે OPG સિક્યોરિટીઝના અલ્ગો ટ્રેડર્સ શેરની ખરીદી અને વેચાણમાં અન્ય કરતા આગળ હતા.

SEBIની તપાસમાં બહાર આવ્યું છે કે OPG સિક્યોરિટીઝને NSEના કર્મચારીની મદદ મળી હતી. અંદરની મદદ વિના, આ સ્ટોક બ્રોકર માટે 10મી ડિસેમ્બર 2012થી 30મી મે 2014ની વચ્ચે સતત સેકન્ડરી સર્વર સાથે કનેક્ટ થવું મુશ્કેલ બન્યું હોત.

કો-લોકેશન જગ્યા
NSEમાં કો-લોકેશન સુવિધા હાજર હોય છે. આ એક વિશિષ્ટ સ્થાન છે, એક્સચેન્જ સર્વરની બાજુમાં આ એક ખાસ જગ્યા હોય છે, જ્યાં ઉચ્ચ-આવર્તન અને અલ્ગો ટ્રેડર્સ (એલ્ગોરિધમિક ટ્રેડર્સ, જેઓ પ્રીસેટ સૂચનાઓના આધારે વેપાર કરે છે) તેમની સિસ્ટમ અને પ્રોગ્રામ્સ મૂકી શકે છે. એક્સચેન્જના સર્વરની આટલી નજીકની સહ-સ્થાન સુવિધાઓ સાથે અહીં હાજર વેપારીઓને બાકીના વેપારીઓ કરતાં વધુ ફાયદો થાય છે. તેઓ અહીં શેરોની ખરીદી અને વેચાણમાં તેજી બતાવી શકે છે.

અન્ય સમાચારો પણ છે...