નવી દિલ્હી | મોદી સરકારનાં આઠ વર્ષમાં ઈડીના કામમાં જબરદસ્ત તેજી જોવા મળી રહી છે. ઈડીના વાર્ષિક રિપોર્ટ પ્રમાણે, એપ્રિલ 2014થી માર્ચ 2022 સુધી ઈડીએ 3,555 કેસ નોંધ્યા અને રૂ. 99,355 કરોડની સંપત્તિ જપ્ત કરી. જ્યારે યુપીએ સરકારના નવ વર્ષ એટલે કે જુલાઈ 2005થી માર્ચ 2014 સુધીના કાર્યકાળમાં મની લોન્ડરિંગ કાયદા હેઠળ 1,867 કેસ નોંધાયા અને રૂ. 4,156 કરોડની જ સંપત્તિ જપ્ત કરાઈ.
જો છેલ્લા ચાર જ મહિનાની વાત કરીએ તો આ દરમિયાન રૂ. 7,833 કરોડની જપ્તી કરાઈ અને 785 નવા કેસ નોંધાયા. જપ્ત સંપત્તિની તુલના કરીએ તો આ આંકડો યુપીએ સરકારના નવ વર્ષની તુલનામાં 88% વધુ છે. એપ્રિલ 2021થી 30 નવેમ્બર 2021 સુધી મની લોન્ડરિંગ કાયદા હેઠળ 395 કેસ નોંધાયા હતા અને રૂ. 8,989.26 કરોડની સંપત્તિ જપ્ત કરાઈ.
નોંધનીય છે કે, મની લોન્ડરિંગ એક્ટ 2002માં અમલી થયો હતો. ત્યારથી માર્ચ 2022 સુધી કુલ 5,422 કેસ નોંધાઈ ચૂક્યા છે અને રૂ. 1.04 લાખ કરોડથી પણ વધુ સંપત્તિ જપ્ત થઈ ચૂકી છે. એટલું જ નહીં, કુલ 400 લોકોની ધરપકડ પણ કરાઈ છે અને 25 દોષી પણ સાબિત થઈ ગયા છે.
નેશનલ હેરાલ્ડ કેસ શું છે?: ઈડીના મતે, રાહુલ ગાંધીએ નેશનલ હેરાલ્ડ ઓપરેટ કરતી કંપની યંગ ઈન્ડિયા પ્રા. લિ.ના ડિરેક્ટર તરીકે પોતાના શેર ટ્રાન્સફર કર્યા હતા. તેનાથી તેમને રૂ. 154 કરોડનો લાભ થયો હોવા છતાં આવક ઓછી બતાવી હતી. આ કેસમાં સુબ્રમણ્યમ સ્વામીની ફરિયાદ પછી 2013માં આવક વેરા વિભાગે રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી સામે તપાસ શરૂ કરી હતી. આવકવેરા વિભાગે તેમને નોટિસ જારી કરીને પૂછપરછ પણ કરી.
આ કેસની તપાસમાં મની લોન્ડરિંગના પણ કેટલાક પુરાવા આવક વેરા વિભાગને મળ્યા. તેના આધારે ઈડીએ એક નવો કેસ નોંધીને તપાસ શરૂ કરી. આ કેસમાં ઈડીએ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને પૂછપરછ માટે બોલાવ્યા છે.
આ છ મોટા કેસની તપાસ પણ ઈડી પાસે
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.