તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સકંજો:મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખના 5 ઠેકાણે ઇડીના દરોડા

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 100 કરોડની વસૂલી પ્રકરણે સાડાનવ કલાક પૂછપરછ

રૂ. 100 કરોડની વસૂલી પ્રકરણે મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખનાં નાગપુર અને મુંબઇ સહિતનાં પાંચ ઠેકાણાં તેમ જ તેમના બે પીએનાં ઠેકાણાંઓ પર પણ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) દ્વારા સાગમટે દરોડા પાડ્યા હતા. દેશમુખની નાગપુરના નિવાસસ્થાને સાડાનવ કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી. મુંબઈથી ઈડીની ટીમ ગુરુવારે રાત્રે જ નાગપુરમાં પહોંચી હતી અને 7.45 વાગ્યે દેશમુખના નિવાસસ્થાને દરોડા પાડવામાં આવ્યા હતા. આ ટીમ સાથે સીઆરપીએફનો કાફલો પણ હતો. તેમાં સશસ્ત્ર મહિલા કર્મચારીઓની સંખ્યા મોટી હતી. સ્થાનિક પોલીસનો પણ મોટો કાફલો તહેનાત કરવામાં આવ્યો હતો. દરોડા સમયે ઘરમાં દેશમુખ સિવાય તેમનાં પત્ની, પુત્ર સલીલ અને પુત્રવધૂ તથા પૌત્રો, ઘરના કર્મચારી અને ઓપરેટર સહિત 10 જણ હતા. તેમને એકત્રિત બેસાડીને ઈડીના અધિકારીઓએ પૂછપરછ કરી હતી. આ સાથે દસ્તાવેજો, કોમ્પ્યુટર, મોબાઈલ, અને લેપટોપ પણ તપાસવામાં આવ્યા હતા. સાંજે 5.30 વાગ્યે એક મહિલા અધિકારી સહિત પાંચ જણની ઈડીની ટીમ દેશમુખના ઘરમાંથી બહાર નીકળી હતી. તેમણે અનેક દસ્તાવેજો કબજે કર્યા છે. દેશમુખ પર ઈડીએ બીજી વાર દરોડા પાડ્યા હતા. ઈડીની છ ટીમોએ દેશમુખના નાગપુર સ્થિત નિવાસસ્થાન ઉપરાંત મુંબઇમાં બે સ્થાન સહિત પાંચ સ્થળે દરોડા પાડ્યા હતા. દેશમુખના પર્સનલ સેક્રેટરી સંજીવ પાલાંડે અને પર્સનલ આસિસ્ટન્ટ કુંદન શિંદેના ઠેકાણાં પર પણ દરોડા પાડવામાં આવ્યા હતા. આ પછી તેમને મુંબઈની ઈડી ઓફિસમાં લઈ જઈને પૂછપરછ કરવામાં આવી હતી, જે મોડી રાત સુધી ચાલતી હતી. નોંધનીય છે કે પરમવીર અને વાઝેએ રૂ. 100 કરોડની વસૂલીના આરોપ કર્યા છે તેમાં પાલાંડે અને શિંદેનાં નામ પણ આવ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...