તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ED Raided Anil Deshmukh's House For The Second Time, Searching Has Been Going On For 4 Hours; Money Laundering Was Reported

પૂર્વ ગૃહમંત્રી EDના રડારમાં:અનિલ દેશમુખના ઘરે બીજી વખત રેડ, 7 કલાકથી ચાલુ છે સર્ચિંગ; 12 જેટલાં ઠેકાણાં પર દરોડા

મુંબઈ3 મહિનો પહેલા
  • EDની બંને ટીમે દેશમુખના શિવાજીનગર સ્થિત ઘરમાં રેડ કરી છે

મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહ દ્વારા પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ પર લગાવવામાં આવેલા 100 કરોડ રૂપિયાના વસૂલાતના મામલામાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ED)એ બીજી વખત દેશમુખના ઘરે રેડ કરી છે. EDની બંને ટીમે દેશમુખના શિવાજીનગર સ્થિત ઘરમાં રેડ કરી છે. EDની બે ટીમ દેશમુખના શિવાજીનગર સ્થિત ઘરમાં શોધખોળ કરી રહી છે. આ પહેલાં EDએ તેમના ઘરે 25 મેના રોજ રેડ કરી હતી. ED પહેલાં CBIએ પણ તેમનાં 12 ઠેકાણાં પર રેડ કરી હતી.

પ્રાપ્ત માહિતી મુજબ, EDની કાર્યવાહી સવારે 6 વાગ્યે શરૂ થઈ અને હજી સુધી ચાલુ છે. EDએ દેશમુખની વિરુદ્ધ મની લોન્ડરિંગ અંતર્ગત કેસ નોંધ્યો છે. EDના કેસમાં અનિલ દેશમુખ સિવાય તેમના નજીકની વ્યક્તિઓનાં પણ નામ હતાં, તેમની પર હવે પગલાં લેવાઈ રહ્યાં છે.

અનિલ દેશમુખ પર છે આ આરોપ
મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહે લગભગ અઢી મહિના પહેલાં રાજ્યના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરને લખેલા એક પત્રમાં આરોપ લગાવ્યો હતો કે અનિલ દેશમુખે જ મુંબઈ પોલીસના સસ્પેન્ડ કરવામાં આવેલા અધિકારી સચિન વઝેને દર મહિને 100 કરોડ રૂપિયાની વસૂલાતનો ટાર્ગેટ આપ્યો હતો. જોકે અનિલ દેશમુખે આરોપનો ઈનકાર કર્યો હતો. જોકે બોમ્બે હાઈકોર્ટ તરફથી CBI તપાસના આદેશ પછી દેશમુખને પદ પરથી રાજીનામું આપવું પડ્યું હતું.

સચિન વઝેએ દેશમુખ પર આરોપ લગાવ્યો હતો
માત્ર પરમબીર સિંહે જ નહિ, પરંતુ સચિન વઝેએ પણ મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ પર ગેરકાયદે વસૂલીના ટાર્ગેટનો આરોપ લગાવ્યો હતો. વઝેએ NIAને આપેલા નિવેદનમાં કહ્યું હતું કે મેં 6 જૂન 2020ના રોજ બીજી વખત ડ્યૂટી જોઈન કરી હતી. મારા જોઈનિંગથી શરદ પવાર ખુશ ન હતા. તેમણે મને બીજી વખત સસ્પેન્ડ કરવા માટે કહ્યું. આ વાત મને અનિલ દેશમુખે જણાવી હતી. તેમણે મને પવાર સાહેબને મનાવવા માટે 2 કરોડ રૂપિયા પણ માગ્યા હતા. આટલી મોટી રકમ મારા માટે આપવી શકય ન હતી. એ પછી ગૃહમંત્રીએ મને તેને પછીથી ચૂકવવા માટે કહ્યું. એ પછી મારું પોસ્ટિંગ મુંબઈના ક્રાઈમ ઈન્ટેલિજન્સ યુનિટ(ICU)માં થયું.

વઝેએ આગળ જણાવ્યું હતું જાન્યુઆરી 2021માં ગૃહમંત્રી અનિલ દેશમુખે મને પોતાના સરકારી બંગલાએ બોલાવ્યો. ત્યારે તેમના PA કુંદન પણ ત્યાં હાજર હતા. એ સમયે મને મુંબઈમાં 1650 પબ, બાર હોવાની અને તેમની પાસેથી દર મહિને 3 લાખ રૂપિયાનું કલેક્શનની વાત કહેવામાં આવી. આ અંગે મેં ગૃહમંત્રી અનિલ દેશમુખને કહ્યું હતું કે શહેરમાં 1650 બાર નથી, માત્ર 200 જ છે.

મેં ગૃહમંત્રીને આ રીતે પબોમાંથી પૈસા એકત્રિત કરવાની ના પાડી હતી, કારણ કે મેં તેમને જણાવ્યું હતું કે આ મારી ક્ષમતાની બહારની વાત છે. ત્યારે ગૃહમંત્રીના PA કુંદને મને કહ્યું હતું કે હું મારી જોબ અને પોસ્ટને બચાવવા માગું છું, આ કારણે હું એ કરીશ જે મને ગૃહમંત્રી કહી રહ્યા છે.