• Gujarati News
  • National
  • ED Lists 50 Questions; Blockade Outside Party Headquarters In View Of Congress Demonstration

ED દ્વારા સોનિયાની પૂછપરછ પુર્ણ:નેશનલ હેરાલ્ડ કેસમાં પહેલા દિવસે 3 કલાક સુધી સવાલ પુછ્યા, 25 જુલાઈએ ફરીથી બોલાવ્યા

નવી દિલ્હીએક મહિનો પહેલાલેખક: રવિ યાદવ
  • દિલ્હી પોલીસે કોંગ્રેસ કાર્યાલયની બહાર નાકાબંધી કરી દીધી છે

નેશનલ હેરાલ્ડ કેસમાં EDએ આજે 3 કલાક સુધી પૂછપરછ કરી હતી. સોનિયાને ફરીથી 25 જુલાઈએ બોલાવવામાં આવ્યા છે. જે સવાલ રાહુલ ગાંધીને પુછ્યા હતા લગભગ તે જ સવાલ સોનિયાને પુછવામાં આવ્યા હતા. આ પહેલાં પણ EDએ સોનિયા ગાંધીને સમન્સ મોકલ્યા હતા, પરંતુ ખરાબ તબિયતને ટાંકીને તેમણે ED પાસે સમય માગ્યો હતો. EDની નોટિસ પર સોનિયા ગાંધીએ અગાઉ 8 જૂન, 11 જૂને અને 23 જૂને હાજર થયા ન હતા. કોંગ્રેસે ખરાબ તબિયતને ટાંકીને પૂછપરછ મોકૂફ રાખવાની માંગ કરી હતી.

સવારથી જ કોંગ્રેસના કાર્યકરો EDની પૂછપરછ બાબતે વિરોધ કરી રહ્યા છે. દિલ્હીમાં અકબર રોડ ખાતેથી રાજસ્થાનનાં મુખ્યમંત્રી અશોક ગેહલોત અને પુર્વ ડેપ્યુટી સીએમ સચિન પાયલટની અટકાયત કરવામાં આવી છે. કોંગ્રેસના નેતાઓએ ED સામે પ્રદર્શન કરી રહ્યા હતા. જ્યાંથી તેમને કસ્ટડીમાં લઈ બસ દ્વારા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી રહ્યા છે.

અપડેટ્સ:

  • નેશનલ હેરાલ્ડ કેસમાં આજે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની ED દ્વારા પૂછપરછ કરી હતી.
  • રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે કહ્યું છે કે સરકારને તેના વર્તનથી શરમ આવવી જોઈએ. ED સોનિયાજીના ઘરે જઈને પણ તેમનું નિવેદન લઈ શકતી હતી, જેમ કે પહેલા થયું છે. પરંતુ સરકારના કાયદા વિપક્ષ માટે બદલાઈ જાય છે.
  • કોંગ્રેસના નેતા શશિ થરૂરે કહ્યું કે આ અન્યાય થઈ રહ્યો છે અને અન્યાયની કોઈ રાજનીતિ થવી જોઈએ નહીં.
  • કોંગ્રેસ નેતા સલમાન ખુર્શીદે કહ્યું- 'ભાજપ મોદીજીને કેટલા બચાવે છે. જ્યારે ભાજપ મોદીજી માટે આ કરી શકે છે, તો અમે સોનિયા ગાંધી માટે ન કરી શકીએ. મોદીજી 8-10 વર્ષથી દેશમાં જોવા મળી રહ્યા છે, જ્યારે સોનિયા ગાંધીનો પરિવાર વર્ષોથી આ દેશની સેવા કરી રહ્યો છે.
  • વિપક્ષે કહ્યું- સરકાર જાણીજોઈને પાર્ટીઓના મોટા નેતાઓને નિશાન બનાવી રહી છે. મોદી સરકાર તપાસ એજન્સીઓનો દુરુપયોગ કરી રહી છે. વિપક્ષ સરકાર સામેની લડાઈને વધુ ઉગ્ર બનાવશે.

નેશનલ હેરાલ્ડ કેસમાં ED પહેલાં જ કોંગ્રેસનેતા રાહુલ ગાંધીની પૂછપરછ કરી ચૂકી છે. EDએ તેમની લગભગ 40 કલાક સુધી પૂછપરછ કરી હતી. આવું પહેલીવાર બની રહ્યું છે, જ્યારે કોંગ્રેસનાં રાષ્ટ્રીય અધ્યક્ષ સોનિયા ગાંધીએ તપાસમાં સામેલ થવા માટે હાજર થયા છે.

નેશનલ હેરાલ્ડ કેસમાં EDએ રાહુલ ગાંધીને 5 વખત પૂછપરછ માટે સમન્સ પાઠવ્યા છે. લગભગ 40 કલાક સુધી તેમની પૂછપરછ કરવામાં આવી હતી. હવે સોનિયા ગાંધી તપાસ એજન્સી સમક્ષ હાજર થયા છે. (ફાઇલ ફોટો)
નેશનલ હેરાલ્ડ કેસમાં EDએ રાહુલ ગાંધીને 5 વખત પૂછપરછ માટે સમન્સ પાઠવ્યા છે. લગભગ 40 કલાક સુધી તેમની પૂછપરછ કરવામાં આવી હતી. હવે સોનિયા ગાંધી તપાસ એજન્સી સમક્ષ હાજર થયા છે. (ફાઇલ ફોટો)

પાર્ટીએ પ્રદર્શન માટે દરેકની જવાબદારી નક્કી કરી છે. આ વિરોધપ્રદર્શન સંસદ અને રસ્તા પર બંને જગ્યાએ થઈ રહ્યું છે. આ તરફ સંસદ સત્ર પણ શરૂ થઈ ગયું છે. આવી સ્થિતિમાં સુરક્ષાના કારણસર દિલ્હી પોલીસે પણ તૈયારીઓ કરી લીધી છે.

દિલ્હી પોલીસે કોંગ્રેસ કાર્યાલયની બહાર નાકાબંધી કરી છે
વિરોધને જોતાં દિલ્હી પોલીસે કોંગ્રેસ કાર્યાલયની બહાર સંપૂર્ણ રીતે નાકાબંધી કરી દીધી છે. ઓફિસના બંને ગેટ પર ભારે બેરિકેડિંગ કરવામાં આવ્યું છે. દિલ્હી પોલીસની સાથે રિઝર્વ ફોર્સ પણ રાખવામાં આવી છે.

નવી દિલ્હીના 24 અકબર રોડ પર કોંગ્રેસ કાર્યાલય આવેલું છે, જે સંસદથી પણ નજીક છે. આવી સ્થિતિમાં કોંગ્રેસ કાર્યકર્તાઓને રોકવા માટે દિલ્હી પોલીસે ખાસ તૈયારીઓ કરી છે.
નવી દિલ્હીના 24 અકબર રોડ પર કોંગ્રેસ કાર્યાલય આવેલું છે, જે સંસદથી પણ નજીક છે. આવી સ્થિતિમાં કોંગ્રેસ કાર્યકર્તાઓને રોકવા માટે દિલ્હી પોલીસે ખાસ તૈયારીઓ કરી છે.

EDના અધિકારીઓ 50 સવાલની યાદી સાથે પૂછપરછ કરશે
જો EDનાં સૂત્રોનું માનીએ તો એજન્સીએ બે આસિસ્ટન્ટ ડિરેક્ટર્સ અને એક મહિલા આસિસ્ટન્ટને સોનિયા ગાંધીની પૂછપરછ કરવા ડ્યૂટી લગાવી છે. EDએ સોનિયાની પૂછપરછ માટે 50થી વધુ સવાલોની યાદી તૈયાર કરી છે.
રાહુલ ગાંધીની પૂછપરછમાં બહાર આવેલી બાબતોને પણ EDએ પોતાના સવાલમાં સામેલ કરી છે. EDના અધિકારીઓ સોનિયા ગાંધીને તેમની સાથે વકીલ લાવવાની મંજૂરી આપશે કે કેમ એ બાબતની પુષ્ટિ થઈ નથી.

અન્ય સમાચારો પણ છે...