તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ED Issues Notice To Sanjay Raut's Wife Varsha, Inquires Into Transactions From One Accused's Account

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

PMC બેન્ક કૌભાંડ:સંજય રાઉતની પત્નીને ઈડીનું સમન્સ, વર્ષા રાઉતનું 50 લાખ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન તપાસના દાયરામાં હોવાનું જાણવા મળ્યું

મુંબઈ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
સંજય રાઉત અને તેમની પત્ની વર્ષા રાઉતની ફાઈલ તસવીર. - Divya Bhaskar
સંજય રાઉત અને તેમની પત્ની વર્ષા રાઉતની ફાઈલ તસવીર.

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ઇડી) શિવસેનાના વરિષ્ઠ નેતા સંજય રાઉતની પત્ની વર્ષા રાઉતને પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કો.ઓપ (પીએમસી) બેંક કૌભાંડ કેસમાં તપાસમાં જોડાવા સમન્સ મોકલાવ્યું છે. ઇડીના સૂત્રોએ પુષ્ટિ આપી છે કે વર્ષા રાઉતને 29 ડિસેમ્બરે એજન્સી સમક્ષ હાજર થવાનું જણાવવામાં આવ્યું છે. ઇડીએ જણાવ્યું હતું કે, આ કેસમાં પ્રવિણ રાઉત નામના અન્ય આરોપીની પત્ની સાથે વર્ષા રાઉતનું 50 લાખ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન તપાસના દાયરા હેઠળ છે. વર્ષા રાઉતને તે જ ટ્રાન્ઝેક્શનના સંબંધમાં સમન્સ મોકલાવવામાં આવ્યું છે, જેને એમ કહેવામાં આવે છે કે તેણે મિલકતની ખરીદી માટે લોન લીધેલી છે. ઇડીએ એચડીઆઈએલ, રાકેશકુમાર વાધવાન, સારંગ વાધવાન, વર્યમ િંહ અને પીએમસી બેંકના સીએમડી જોય થોમસ सामસામે તપાસ શરૂ કરી હતી.

રાઉતે એફિડેવિટમાં રકમનો ઉલ્લેખ કર્યો : સૂત્ર
PMC કૌભાંડમાં ધરપકડ થયેલ પ્રવીણ સંજય રાઉતનો નજીકનો હોવાનું જાણવા મળ્યું છે. સૂત્રો મુજબ સંજય રાઉતે રાજ્યસભા ચૂંટણીમાં આપેલ એફિડેવિટમાં પત્ની વર્ષાના એકાઉન્ટમાં આવેલા પૈસાને લોન ગણાવી હતી.

PMC બેન્ક કૌભાંડ શું છે?
ગત વર્ષે PMC બેન્કમાં કૌભાંડની વાત સામે આવી હતી. બેન્કે નિયમોને નેવે મૂકીને HDILને મોટી લોન આપી હતી. બાદમાં RBIએ બેન્ક મેનેજમેન્ટને હટાવીને પોતાનો એડમિનિસ્ટ્રેટર નિયુક્ત કર્યો હતો. કૌભાંડ બહાર આવ્યા પછી હજારો ગ્રાહકો પોતાના પૈસા પરત મળે તેની રાહ જોઈ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો