તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ED Arrests NCP Leader Eknath Khadse's Son in law Girish Chaudhary, Interrogation Continues Till Late Night

2016માં પૂણેનું જમીન ડીલ કૌભાંડ:EDએ NCPના નેતા એકનાથ ખડસેના જમાઈ ગિરીશ ચૌધરીની ધરપકડ કરી, મોડી રાત સુધી પૂછપરછ ચાલી

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ગિરીશ ચૌધરીની તસવીર - Divya Bhaskar
ગિરીશ ચૌધરીની તસવીર

ઈડીએ પૂણેમાં 2016માં જમીન ખરીદવા મામલે ગોટાળા સંબંધિત મની લોન્ડરિંગના કેસમાં એનસીપી નેતા એકનાથ ખડસેના જમાઈ ગિરીશ ચૌધરીની ધરપકડ કરી લીધી છે. ઈડી અધિકારીઓએ બુધવારે કહ્યું કે ચૌધરીની મંગળવારે રાત્રે ધરપકડ કરાઈ હતી. તેમની દક્ષિણ મુંબઈમાં ઈડી ઓફિસે આ મામલે મોડી રાત સુધી પૂછપરછ કરાઈ હતી. અધિકારીઓએ આરોપ મૂક્યો કે ચૌધરી પૂછપરછ દરમિયાન સહયોગ આપી રહ્યા નહોતા.

એકનાથ ખડસે(68) ગત વર્ષે ભાજપ છોડી શરદ પવારની એનસીપીમાં જોડાઈ ગયા હતા. ઈડીએ ચાલુ વર્ષની શરૂઆતમાં તેમની પૂછપરછ કરી હતી. ખડસેએ આ જમીન ડીલ મામલે આરોપ લાગ્યા બાદ 2016માં તત્કાલીન મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની આગેવાની હેઠળના મહારાષ્ટ્રના મંત્રીમંડળથી રાજીનામું આપી દીધું હતું. આરોપ છે કે તેમણે પૂણેના ભોસારી વિસ્તારમાં તેમના પરિવારને મહારાષ્ટ્ર ઔદ્યોગિક વિકાસ નિગમની સરકારી જમીન ખરીદવામાં મદદ કરવા માટે પોતાના પદનો દુરુપયોગ કર્યો હતો.

શું છે પ્રકરણ?
ખડસેના પત્ની મંદાકિની ખડસે અને જમાઈ ગિરીશ ચૌધરીએ 28 એપ્રિલ 2016ના ભોસરી એમઆઈડીસી ખાતે સર્વે ક્રમાંક 52/2 અ જમીન અબ્બાસ રસુલભાઈ ઉકાની નામના મૂળ જમીનમાલિક પાસેથી રૂ. 3.75 કરોડમાં ખરીદી હતી. રજિસ્ટ્રાર કાર્યાલયમાં આ વ્યવહારની રીતસરની નોંધ કરી. ખડસેના જણાવ્યા અનુસાર મૂળ જમીનમાલિકે સંપાદિત જમીનનું વળતર એડવાન્સ લીધું ન હોવાથી અને ભૂસંપાદન પ્રક્રિયા ન થવાથી તે આજે પણ જમીનમાલિક છે અને તે આ જમીન કોઈને પણ વેચી શકે છે.

અન્ય સમાચારો પણ છે...