તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

યસ બેન્ક કેસ:EDએ DHFLના પ્રમોટર્સ કપિલ અને ધીરજ વધાવનની ધરપકડ કરી

નવી દિલ્હી9 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • યસ બેન્કના સહ-સ્થાપક રાણા કપૂર અને અન્ય સામે ચાલી રહેલી મની લોન્ડ્રીંગ તપાસ કેસમાં બન્નેની ધરપકડ કરવામાં આવી
  • બોમ્બે હાઈકોર્ટે આ સપ્તાહની શરૂઆતમાં આ કેસમાં બન્નેને અગ્રિમ જમાનત આપવાનો ઈન્કાર કર્યો હતો

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ ગુરુવારે દીવાન હાઉસિંગ ફાયનાન્સ લિમિટેડ (DHFL)ના પ્રમોટર્સ કપિલ અને ધીરજ વધાવનની ધરપકડ કરી છે. સત્તાવાર સૂત્રોના જણાવ્યા પ્રમાણે EDએ યસ બેન્કના સહ-સ્થાપક રાણા કપૂર અને અન્ય સામે ચાલી રહેલા મની લોન્ડ્રીંગ કેસની તપાસ સાથે જોડાયેલ કેસની ધરપકડ કરી છે. બોમ્બે હાઈકોર્ટે આ સપ્તાહની શરૂઆતમાં આ કેસમાં બન્નેને અગ્રિમ જામીન આપવાનો ઈન્કાર કર્યો હતો. કોર્ટે માન્યુ છે કે કરોડો રૂપિયાની આ ગેરરીતિમાં સંડોવણી અને પદ્ધતિ અંગે માહિતી મેળવવા માટે ન્યાયિક કસ્ટડીમાં પૂછપરછ જરૂરી છે. મુંબઈની એક વિશેષ કોર્ટે વધાવન બંધુઓને EDની 10 દિવસની કસ્ટડીમાં મોકલવા આદેશ કર્યો હતો. EDએ ગયા સપ્તાહ આરોપ પત્રમાં કહ્યું હતું કે રાણા કપુરે DHFL સહિત અનેક કંપનીઓને સંદિગ્ધ લોન આપી હતી. ED ગયા સપ્તાહે યસ બેન્કના કેસમાં આરોપ પત્ર દાખલ કર્યો હતો. ઈડીએ આરોપ લગાવ્યો હતો કે રાણા કપૂરે DHFL સહિત અનેક કંપનીઓને લોન આપવાનો આરોપ હતો. EDએ આ કેસમાં રાણા કપૂર, તેમની પત્ની બિંદુ કપૂર, તેમની દિકરી રોશની, રાધા અને રાખી તતા તેની ત્રણ કંપનીઓને નામિત બનાવ્યા હતા. EDને આપવામાં આવેલા સ્ટેટમેન્ટમાં કપૂરે કહ્યું હતું કે DHFLએ 2018માં 8000 અને 10,000 કરોડ રૂપિયાના રિટેલ સીનિયર પબ્લિક ડિબેંચર્સ જારી કર્યા હતા અને યસ બેન્કના બોર્ડ ક્રેડિટ કમિટીની મંજૂરી બાદ યસ બેન્કે આ ડિબેન્ચર્સની ખરીદી માટે આશરે 3,000 કરોડ રૂપિયાથી વધારે ફાળવણી કરી હતી.DHFLએ રાણા કપૂરની દિકરીઓની કંપનીઓને રૂપિયા 600 કરોડની લોન આપવામાં આવી હતી

તેમણે એમ પણ કહ્યું હતું કે યસ બેન્કે રૂપિયા 1,200 કરોડની એક લોન આધાર હાઉસિંગ ફાયનાન્સ લિમિટેડને આપવામાં આવી હતી, જે DHFL ગ્રુપની કંપની હતી. DHFLએ રૂપિયા 600 કરોડ રૂપિયાની એક લોન પ્રોપર્ટી મોર્ગેજ સામે DOIT અર્બન વેન્ચર્સ ઈન્ડિયા લિમિટેડ (DOIT) માટે મંજૂર કરી હતી. જે મોર્ગેજ ક્રેડિટ્સ પ્રાઈવેટ લિમિટેડ (MCPL)ની સંપૂર્ણ માલિકીની કંપની છે.MCPL રાણા કપૂરની દિકરી રાધાના ખન્ના, રાખી કે કપૂર તથા રોશની કપૂરની કંપની છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો