કટિહારના જયનગરના 30 વર્ષના મોહમ્મદ રફીક અદનાન. તેનું વજન 200 કિલો છે. બાઈક પણ તેનું વજન ઉઠાવી શકતું નહીં હોવાથી તે બુલેટ મારફત પ્રવાસ કરે છે. જોકે તે પણ જાણે હાંફે છે. રફીક દરરોજ 3 કિલો ચોખા, 4 કિલો લોટની રોટલી, 2 કિલો માંસ, દોઢ કિલો માછલી ખાય છે. તેણે ત્રણ ટાઈમ એક-એક લિટર દૂધની જરૂર પડે છે, એટલે કે દરરોજ એકંદરે 14-15 કિલો ભોજનની જરૂર પડે છે.
ખૂબ જ વજન હોવાને લીધે તેને ચાલવામાં મુશ્કેલી પડી રહી છે. લોકો તેની મજાક પણ ઉડાવે છે. એક પત્ની તેના માટે પૂરતા પ્રમાણમાં ભોજન બનાવી શકતી નથી. એતેને પગલે રફીકે બીજી વખત લગ્ન કરી લીધા. તેના ડાયટને લીધે લોકો તેને લગ્નમાં તથા અન્ય પ્રસંગોમાં બોલાવતા પણ ડરે છે.
પગે ચાલી શકવા સક્ષમ નથી
રફીક જણાવે છે કે તે ચાલી શકતો નથી. જો થોડા અંતર સુધી ચાલે છે તો તે હાંફી જાય છે. પહેલાં હરવા-ફરવામાં મુશ્કેલી પડતી ન હતી, જોકે હવે આમ થાય છે. રફીકના પડોશી સુલેમાને કહ્યું હતું કે તે સંપૂર્ણ હાડીનું ભોજન એકલો ખાઈ જતો હતો. હવે તેનું વજન અસહ્ય થઈ ગયું છે. એને લીધે તે બુલેટ પણ ક્યારેક ફસાઈ જાય છે. માટે માર્ગોમાં લોકોને ધક્કો લગાવવા કહેવું પડે છે. રફીક એક સમૃદ્ધ ખેડૂત છે, જેને લીધે તેને ખાવા-પીવામાં કોઈ જ મુશ્કેલી પડતી નથી.
સ્થાનિક હોસ્પિટલના ડોક્ટર મૃણાલ રંજન કહે છે, રફીકને બુલિમિયા નર્વોસા નામની બીમારી છે. આ બીમારીમાં લોકો વધારે ખાવા લાગે છે. એનો સમયસર ઈલાજ કરાવવો જરૂરી છે. જો યોગ્ય સારવાર ન કરાવવામાં આવે તો જીવ જોખમમાં આવી શકે છે.
બુલિમિયા નર્વોસા
બુલિમિયા નર્વોસા એક ઈટિંગ ડિસઓર્ડર છે, જે ગંભીર અને જીવલેણ છે. આ બીમારીમાં વ્યક્તિ અનિયંત્રિત રીતે ભોજનનો શિકાર બની શકે છે. નિષ્ણાતોના મતે બુલિમિયા નર્વોસાથી પીડિત લોકો હંમેશાં ભોજન કરતાં જોવા મળે છે અને આ સંજોગોમાં ઘણું વધારેપડતું ભોજન લે છે અને ત્યાર બાદ મેદસ્વીતાના ડરથી વ્યાયામ કરવા લાગે છે. નિષ્ણાતો કહે છે કે ઈટિંગ ડિસઓર્ડર અન્ય અનેક પ્રકારના હોય છે, જેમાં એનોરેક્સિયા નર્વોસા,ઓર્થોરેક્સિયા નર્વોસા તથા બિંજ ઈટિંગ ડિસઓર્ડરનો સમાવેશ થાય છે. નિષ્ણાતો કહે છે કે એનોરેક્સિયા એક માનસિક સ્થિતિ છે, જેથી પીડિત લોકો તેમના વજનને લઈ ખૂબ જ સાવચેત થઈ જાય છે અને આ સંજોગોમાં વધારે ડાયટિંગ તથા વ્યાયામનો સહારો લે છે. આ લોકોને લાગે છે કે જો તેઓ ભોજન લેશે તો મેદસ્વી થઈ જશે. એને કારણે તેઓ અનિયમિત તથા ઓછું ભોજન લેવા લાગે છે, જેથી તેમના સ્વાસ્થ્ય પર વિપરીત અસર થાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.