તેલંગાણામાં PM મોદી બોલ્યા:દરરોજ 2-3 કિલો ગાળો ખાઉં છું, મારૂં શરીર ગાળોને પોષણમાં ફેરવી નાખે છે

25 દિવસ પહેલા

તેલંગાણામાં શનિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે તેમને દરરોજ 2-3 કિલો ગાળો મળે છે, પરંતુ તેમનું શરીર તે ગાળોને પોષણમાં ફેરવી દે છે. તેમણે ભાજપના કાર્યકર્તાઓને સંબોધતા આ વાત કહી. તેમણે કહ્યું કે લોકો મને પૂછે છે કે શું મોદીજી તમે થાકતા નથી, તો હું તેમને કહું છું કે ભગવાને મારા શરીરમાં એક એવી મિકેનિઝમ બનાવી છે કે જે ગાળો પ્રોસેસ થઈને ન્યુટ્રિશન બની જાય છે.

વડાપ્રધાન હૈદરાબાદના બેગમપેટ એરપોર્ટ પર જનતાને સંબોધિત કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે કેટલાક લોકો નિરાશા અને હતાશાના કારણે સવાર-સાંજ મોદીને ગાળો આપતા રહે છે. તેમણે આખી ડિક્શનરી મોદીને ગાળો આપવા માટે ખર્ચી નાખી છે. હું તમને વિનંતી કરું છું કે આવી બાબતોથી પરેશાન ન થાઓ, કારણ કે તેમની પાસે ગાળો આપવા સિવાય બીજું કંઈ બચ્ચું જ નથી.

વડાપ્રધાન મોદીએ વધુમાં કહ્યું કે હું તો છેલ્લા 20-22 વર્ષથી વેરાયટી-વેરાયટીની ગાળો ખાઈ ચૂક્યો છું. તમે આ ગાળો વિશે ચાય પર હસી મજાક કરો. બીજા દિવસે કમળ ખીલવાનું છે, આ ખુશીમાં આગળ વધો.

વિશ્વની ઉમ્મીદોનું કેન્દ્ર બન્યું ભારત: PM મોદી
હૈદરાબાદ પહેલા વડાપ્રધાન મોદીએ વિશાખાપટ્ટનમમાં અનેક વિકાસ પ્રોજેક્ટ લોન્ચ કર્યા હતા. આ પ્રસંગે તેમણે કહ્યું કે ભારત વિશ્વની ઉમ્મીદોનું કેન્દ્ર બની ગયું છે. ભારત વિકાસની નવી કહાની લખી રહ્યું છે. ઘણા દેશો સંઘર્ષ કરી રહ્યા છે ત્યારે દુનિયાની નજર ભારત પર ટકેલી છે. ઘણા દેશો આવશ્યક ચીજવસ્તુઓની અછતનો સામનો કરી રહ્યા છે, તો કેટલાક દેશો ઊર્જા સંકટનો સામનો કરી રહ્યા છે. લગભગ દરેક દેશ તેની ઘટતી અર્થવ્યવસ્થાના કારણે ચિંતિત છે.

આંધ્ર યુનિવર્સિટી એન્જિનિયરિંગ કોલેજમાં જાહેર સભાને સંબોધતા તેમણે કહ્યું કે ભારત ઘણા ક્ષેત્રોમાં નવી ઊંચાઈઓ સર કરી રહ્યું છે, તે પણ એવા સમયે જ્યારે વિશ્વની સ્થિતિ સારી નથી. આવું એટલા માટે થયું છે કારણ કે ભારત પોતાના નાગરિકોની અપેક્ષાઓ અને જરૂરિયાતોને ઉપર રાખીને કામ કરી રહ્યું છે. અમારી દરેક નીતિ, દરેક નિર્ણયનો હેતુ લોકોના જીવનને સરળ બનાવવાનો છે.

અમૃતકાળમાં વિકાસના રસ્તે આગળ વધી રહ્યું છે ભારત
વડાપ્રધાન મોદીએ કહ્યું કે ભારત અમૃતકાળમાં વિકાસના માર્ગ પર ઝડપથી આગળ વધી રહ્યું છે અને ટૂંક સમયમાં વિકસિત દેશ બનવા જઈ રહ્યો છે. વિકાસની આ યાત્રાના અનેક આયામો છે. સામાન્ય લોકોની જરૂરિયાતો અને બહેતર અને આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ આમાં જોડાયેલું છે.

PM મોદીએ કહ્યું કે અમે જોયું છે કે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ પર અલગ-અલગ વિચારસરણીને કારણે દેશને કેવું નુકસાન થયું છે. એટલા માટે અમારી સરકાર નવા અભિગમ સાથે ચાલી રહી છે.

PM ગતિ શક્તિ માસ્ટર પ્લાનની પ્રશંસા કરી
PM મોદીએ કહ્યું કે PM ગતિ શક્તિ માસ્ટર પ્લાનના કારણે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો એકીકૃત અભિગમ સાથે વિકાસ શક્ય બન્યો છે. જેના કારણે માત્ર વિકાસના કામોને જ વેગ મળ્યો નથી પરંતુ આ પ્રોજેક્ટ્સની કિંમતમાં પણ ઘટાડો થયો છે.

વડાપ્રધાને કહ્યું કે આ પહેલા અમે ક્યારેય આવા પ્રશ્નોમાં નથી પડ્યા કે શું આપણે રેલ્વે સ્ટેશન, રોડ, બંદર કે હાઈવે બનાવવા જોઈએ કે નહીં. અમે ક્યારેય કંઈપણ છુપાવ્યું નથી કારણ કે સપ્લાય ચેઈન અને લોજિસ્ટિક્સ મલ્ટિ-મોડલ કનેક્ટિવિટી પર આધારિત છે.

વિકાસ માટે અંધશ્રદ્ધામાંથી બહાર આવવું જરૂરી: PM મોદી
આ શહેર માહિતી અને ટેકનોલોજીનો કિલ્લો છે. જ્યારે હું જોઉં છું કે આધુનિક શહેરમાં અંધ વિશ્વાસને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે ત્યારે ખૂબ જ દુઃખ થાય છે. એવું લાગે છે કે અહીંની સરકારે રાજ્યમાં અંધશ્રદ્ધાને આશ્રય આપ્યો છે. દેશની જનતાને ખબર હોવી જોઈએ કે અહીં તેલંગાણામાં અંધ શ્રદ્ધાના નામે શું થઈ રહ્યું છે. જો તેલંગાણાનો વિકાસ કરવો હોય, પછાતપણું દૂર કરવું હોય તો પહેલા અહીંની તમામ પ્રકારની અંધશ્રદ્ધાઓ દૂર કરવી પડશે.

અન્ય સમાચારો પણ છે...