દિલ્હી-NCRની બીજી વાર ધરા ધ્રુજી:5.4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો, કેન્દ્ર બિંદુ નેપાળ; સપ્તાહમાં બીજી વખત આંચકા લાગ્યા

એક મહિનો પહેલા

દિલ્હી-એનસીઆરમાં શનિવારે ભૂકંપના ફરી એકવાર ઝટકા લાગ્યા છે. આ વખતે 54 સેકેન્ડ્સ સુધી ધરા ધ્રૂજી છે. આની પહેલા પણ મંગળવારે પણ ભૂકંપ આવ્યો હતો. આનું કેન્દ્રબિંદુ નેપાળ છે.

જાણકારી પ્રમાણે આ દિલ્હી-એનસીઆર અને ઉત્તરાખંડમાં ભૂકંપના ઝટકા આવ્યા છે. ભૂકંપ આવ્યા પછી લોકો પોતાના ઘરમાંથી અને ઑફિસમાંથી દોડીને રોડ તરફ ભાગવા લાગ્યા હતા.

8 નવેમ્બરની રાત્રે પણ ભૂકંપ આવ્યો હતો
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર નેપાળમાં 8 નવેમ્બરે રાત્રે 9 વાગ્યે ભૂકંપ આવ્યો હતો. જેની તીવ્રતા 4.9 હતી. 8 નવેમ્બરના રોજ લગભગ 12 વાગે મિઝોરમમાં ભૂકંપ આવ્યો હતો, જેની તીવ્રતા 4.4 હતી.

ઉત્તરાખંડમાં 3.4ની તીવ્રતાનો ભૂકંપ
સાંજે 4.25 કલાકે ઉત્તરાખંડમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.4 માપવામાં આવી હતી. ભૂકંપના આંચકા આવતા જ લોકો ઘર અને ઓફિસમાંથી બહાર આવી ગયા હતા. જાન-માલના નુકસાનની કોઈ માહિતી નથી.

નેપાળના ડોટી જિલ્લામાં મંગળવારે આવેલા ભૂકંપમાં એક મકાન ધરાશાયી થયું હતું. તેમાં દટાઈને 6 લોકોના મોત થયા હતા.
નેપાળના ડોટી જિલ્લામાં મંગળવારે આવેલા ભૂકંપમાં એક મકાન ધરાશાયી થયું હતું. તેમાં દટાઈને 6 લોકોના મોત થયા હતા.

મંગળવારે નેપાળમાં 6.3ની તીવ્રતાનો ભૂકંપ, 6ના મોત; ભારતના 5 રાજ્યોમાં આંચકા
પડોશી દેશ નેપાળમાં મંગળવારે મોડી રાત્રે 6.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. દિલ્હી, યુપી સહિત ઉત્તર ભારતના 5 રાજ્યોમાં તેના આંચકા અનુભવાયા હતા. લોકો ગભરાઈને ઘરોની બહાર નીકળી ગયા હતા.

નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર નેપાળમાં ભૂકંપ 9 નવેમ્બરે સવારે 1.57 વાગ્યે આવ્યો હતો. તેનું કેન્દ્ર નેપાળના જ મણિપુરમાં જમીનથી 10 કિમી નીચે હતું. અહીં ડોટી જિલ્લામાં મકાન ધરાશાયી થવાથી 6 લોકોએ જીવ ગુમાવ્યા છે.

તારીખસમયતીવ્રતા
8 નવેમ્બરરાત્રે 8:524.9
8 નવેમ્બરરાત્રે 9:413.5
9 નવેમ્બરરાત્રે 01:576.3
9 નવેમ્બરસવારે 3:153.6

નેપાળમાં 2015માં આવેલા ભૂકંપે તબાહી મચાવી હતી
નેપાળનો ભૂકંપ 25 એપ્રિલ, 2015ના રોજ સવારે 11:56 વાગ્યે નેપાળમાં 7.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. આ વિનાશક ભૂકંપમાં 9,000થી વધુ લોકો માર્યા ગયા અને 23,000થી વધુ ઘાયલ થયા. તેનું કેન્દ્ર નેપાળથી 38 કિમી દૂર લામજુંગ ખાતે હતું. નેપાળમાં 81 વર્ષમાં આવો જબરદસ્ત ભૂકંપ આવ્યો હતો. અગાઉ 1934માં નેપાળ અને ઉત્તર બિહારમાં 8.0ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેમાં 10,600 લોકોએ જીવ ગુમાવ્યા હતા.

2015માં આવેલા ભૂકંપે નેપાળમાં ભારે તબાહી મચાવી હતી.
2015માં આવેલા ભૂકંપે નેપાળમાં ભારે તબાહી મચાવી હતી.

ભૂકંપ શા માટે આવે છે?
ભૂસ્તરશાસ્ત્રીઓના મતે, ભૂકંપનું વાસ્તવિક કારણ ટેક્ટોનિક પ્લેટોમાં શક્તિશાળી હિલચાલ છે. આ સિવાય ઉલ્કાની અસર અને જ્વાળામુખી ફાટવાથી, ખાણ પરીક્ષણ અને પરમાણુ પરીક્ષણને કારણે પણ ભૂકંપ આવે છે. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર માપવામાં આવે છે. આ સ્કેલ પર 2.0 અથવા 3.0ની તીવ્રતાનો ધરતીકંપ હળવો હોય છે, જ્યારે 6ની તીવ્રતાનો અર્થ શક્તિશાળી ધરતીકંપ થાય છે.

આ રીતે આપણે ભૂકંપની તીવ્રતાનો અંદાજ લગાવીએ છીએ
ધરતીકંપની તીવ્રતાનો અંદાજ તેના કેન્દ્રમાંથી નીકળતી ઉર્જા તરંગો પરથી લગાવવામાં આવે છે. આ તરંગ, જે સેંકડો કિલોમીટર સુધી વિસ્તરે છે, વાઇબ્રેટ કરે છે. પૃથ્વીમાં તિરાડો છે. જો ધરતીકંપનું કેન્દ્ર નીચી ઉંડાઈ પર હોય તો તેમાંથી નીકળતી ઉર્જા સપાટીની ખૂબ જ નજીક હોય છે જેના કારણે ભારે વિનાશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...