અમેરિકાની અંતરિક્ષ એજન્સી નાસા અને નેશનલ ઓશિએનિક એન્ડ એટમોસ્ફેરિક એડમિનિસ્ટ્રેશન(NOAA)નું કહેવું છે કે કોરોનલ માસ ઈજેક્શન(CME) તીવ્ર ઊર્જાની સાથે આગામી 24 કલાકમાં ધરતી સાથે ટકરાઈ શકે છે. એને પગલે વધુ એક સૌર તોફાન આવશે, જે વીજળીના ગ્રિડ અને એની સાથે જોડાયેલા સામાનને ખરાબ કરી શકે છે. રિપોર્ટ્સના જણાવ્યા અનુસાર, આ તોફાન જી2 લેવલનું હોઈ શકે છે. નાસા અને એનઓએએનું કહેવું છે કે આ ખતરનાક તોફાન ઝડપી ગતિ સાથે ધરતીના ચુંબકીય ક્ષેત્ર સાથે અથડાવાની શક્યતા છે. એને પગલે વીજળી ગુલ થવી તથા મોબાઈલ ફોન ખરાબ થવાની શક્યતા છે
સેન્ટર ઓફ એક્સિલન્સ આ સ્પેસ સાયન્સિસ ઈન્ડિયાનું કહેવું છે કે અમારું મોડલ કહે છે કે આ ધરતી પર મોટી અસર જોવા મળી શકે છે. આ ગતિ 429-575 કિલોમીટર પ્રતિ સેકન્ડ હોઈ શકે છે. વર્તમાનમાં સૌર હવા અને પૃથ્વીની પાસેની અંતરિક્ષ પર્યાવરણની સ્થિતિ સામાન્ય થઈ રહી છે. જાણીતા અંતરિક્ષ મૌસમ ભૈતિક વિજ્ઞાની ડોક્ટર તમિથા સ્કોવે પણ આ પ્રકારની ચેતવણી બહાર પાડી છે. તેમણે કહ્યું હતું કે એનાથી જીપીએસ સિસ્ટમ પ્રભાવિત થઈ શકે છે.
શું થઈ શકે છે નુકસાન
સૌર તોફાનને કારણે ધરતી પર વધુ ઊંચાઈવાળાં ક્ષેત્રોમાં વીજળી જઈ શકે છે. રેડિયો સિગ્નલમાં અડચણ આવી શકે છે. જીપીએસનો ઉપયોગ કરનાર મુશ્કેલીનો અનુભવ કરી શકે છે. સૌર તોફાનની અસર મોબાઈલ ફોનના સિગ્નલ પર પણ થઈ શકે છે. એનાથી બ્લેકઆઉટનો પણ ખતરો છે. આ કારણે જ આ તોફાનને લઈને દરેક જગ્યાએ ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. એની કેટેગરી જી2 રાખવામાં આવી છે. જોકે એ જી5 જેટલી ખતરનાક નથી છતાં પણ એનાથી ઘણું નુકસાન થઈ શકે છે.
શું હોય છે સૌર તોફાન?
એનઓએનું કહેવું છે કે 14 એપ્રિલે મધ્ય, જ્યારે 15 એપ્રિલે નાનું સૌર તોફાન ધરતીને અસર કરશે. સૌર તોફાનને સ્ટોર્મ અને સોલર સ્ટોર્મ પણ કહેવામાં આવે છે, જે સૂર્યમાંથી નીકળતું રેડિએશન છે, જે સમગ્ર સૌરમંડળને અસર કરી શકે છે. એને ધરતીના ચુંબકીય ક્ષેત્ર પર અસર કરનારી મુશ્કેલી પણ કહેવામાં આવે છે. એની અસર પૃથ્વીની આસપાસના વાતાવરણની ઊર્જા પર પણ પડે છે. સૌર તોફાન આ પહેલાં 1989માં આવ્યું હતું. એ સમયે કેનેડાના ક્યુબેક શહેરને અસર થઈ હતી. એને પગલે ત્યાં 12 કલાક વીજળી જતી રહી હતી. એને કારણે લોકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ પહેલાં આ તોફાન 1859માં આવ્યું હતું, ત્યારે યુરોપ અને અમેરિકામાં ટેલિગ્રાફ નેટવર્ક જ નષ્ટ થઈ ગયું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.