તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Earnings Can Be Up To Rs 600 Crore; Earlier, Onions Were Imported From Afghanistan To Control Rising Prices

ડુંગળી પર તાલિબાનની અસર:600 કરોડ સુધી થઈ શકે છે કમાણી; પહેલા વધતી કિંમતો પર નિયંત્રણ મેળવવા અફઘાનિસ્તાનમાંથી મંગાવવામાં આવતી હતી ડુંગળી

અલવરએક મહિનો પહેલાલેખક: ધર્મેન્દ્ર યાદવ
  • અલવરમાં 40 હજાર વીધામાં ડુંગળીનું વાવેતર કરવામાં આવ્યું છે
  • 2019માં અફઘાનિસ્તાનમાંથી ડુંગળીની આયાત કરવામાં આવી હતી

અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજાને કારણે ભારતમાં ડુંગળી માર્કેટમાં ખેડૂતોને મોટો ફાયદો દેખાવવા લાગ્યો છે. આ વખતે અફઘાનિસ્તાનની ડુંગળીનું ભારત આવવું મુશ્કેલ છે. એવામાં ડુંગળીનું બજાર ખેડૂતોને હજારો કરોડો રૂપિયાનો ફાયદો કરવી શકે છે. દેશમાં ડુંગળીની ખેતીમાં અગ્રેસર એવા રાજસ્થાનના અલવર જિલ્લામાં ખેડૂતોએ ડુંગળીની ખેતીમાં 260 કરોડ રૂપિયા લગાવ્યા છે. આ એક જિલ્લામાં જ લગભગ 40 હજાર વીધામાં ડુંગળીનું વાવેતર કરવામાં આવ્યું છે. ભાવ સારા મળ્યાં તો ખેડૂતોને 600 કરોડ રૂપિયા મળી શકે છે.

દેશમાં કર્ણાટક, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં સૌથી વધુ ડુંગળી થાય છે. ડુંગળીના ભાવમાં ઉછાળો રહ્યો તો આ રાજ્યોના ખેડૂતોને હજારો કરોડ રૂપિયાનો ફાયદો થઈ શકે છે. ગત વર્ષે કર્ણાટકમાં ડુંગળી ખરાબ થઈ જવાના કારણે ભાવ વધ્યા હતા. આ વખતે અફઘાનિસ્તાનમાંથી ડુંગળી ન પહોંચવાની શક્યતાના પગલે વધુ ભાવનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જોકે અન્ય રાજ્યોમાં ડુંગળી ખરાબ થઈ હોય તેવા સમાચાર ઓછા છે. તેના પગલે ભાવ વધુ રહેવાની શક્યતા ઓછી છે.

2019માં અફઘાનિસ્તાનમાંથી આવી હતી ડુંગળી
વર્ષ 2019માં ભારતમાં ડંુગળીના ભાવ 100 રૂપિયે કિલોથી વધુ થયા હતા. તે પછી ભારતે અફઘાનિસ્તાનથી લગભગ 2 હજાર ટન ડુંગળીની આયાત કરી હતી. તે પછી ભાવ 50થી 55 રૂપિયા કિલો પર આવી ગયા હતા. તે સમયે કેન્દ્ર સરકારે મોંઘવારીના મુદ્દા પર આ પગલું ઉઠાવ્યું હતું. હવે સરકારની પાસે અફઘાનિસ્તાનમાંથી ડુંગળીની આયાત કરવાનો વિકલ્પ પહેલા જેટલો સરળ નહિ હોય.

ખેડૂતોને આશા છે કે ડુંગળીનો ભાવ સાર રહ્યો તો 1 વીધામાં 1.50 લાખ રૂપિયા સુધીની ડુંગળી થઈ શકે છે.
ખેડૂતોને આશા છે કે ડુંગળીનો ભાવ સાર રહ્યો તો 1 વીધામાં 1.50 લાખ રૂપિયા સુધીની ડુંગળી થઈ શકે છે.

જરૂરિયાતના સમયે આયાત
ભારતમાં અફઘાનિસ્તાનમાંથી જરૂરિયાત મુજબ ડુંગળીની આયાત કરવામાં આવે છે. જરૂરી નથી કે દરેક વર્ષે ડુંગળી અફઘાનિસ્તાનમાંથી જ આયાત થાય. ઘણી વખત દેશના ઘણા રાજ્યોમાં ડુંગળીનો પાક ખરાબ થવાના કારણે ડુંગળીના ભાવ વધે છે અને આ કારણે તેની આયાત કરવામાં આવે છે. 2020માં અફઘાનિસ્તાનમાંથી ડુંગળીની આયાત કરવાની જરૂર પડી નથી.

અફઘાનિસ્તાનમાંથી આ કારણોસર મંગાવવામાં આવે છે ડુંગળી ભારતમાં પાક ખરાબ થવાની સ્થિતિ પછી જ અફઘાનિસ્તાનમાંથી ડુંગળીની આયાત કરવામાં આવે છે. આ પાછળનું કારણ એ છેકે ડુંગળીના ભાવ એટલા ન વધે કે મોંઘવારીના કારણે સરકાર ઘેરાવવા લાગે.

કોરોનામાં શાકભાજીમાં નુકસાન
કોરોના મહામારીમાં ખેડૂતોને શાકભાજીની ખેતીમાં મોટુ નુકસાન થયું હતું. હવે તેની ચુકવણી કરવા માટે ડુંગળી પર મોટો દાવ કરવામાં આવી રહ્યો છે. અન્ય વર્ષોની સરખામણીમાં આ વર્ષે ડુંગળીનું 25 ટકા વધુ વાવેતર થયું છે. અલવરના કેટલાક વિસ્તારમાં તો પહેલા અમુક જ ખેડૂતો ડુંગળીની ખેતી કરતા હતા. આ વખતે ઘણી જગ્યાઓ પર પહેલા કરતા 10થી 20 ગણી ડુંગળીની ખેતી કરવામાં આવી છે. અલવરની ડુંગળી દેશ સિવાય બાંગ્લાદેશ સુધી સપ્લાય થાય છે.

65 હજાર રૂપિયા સુધીનો ખર્ચ
1 વીધાના ખેતરમાં ડુંગળીના વાવેતર અને તે ઉગે ત્યાં સુધી લગભગ 65થી 70 હજાર રૂપિયાનો ખર્ચ થશે. ખેડૂતોને આશા છે કે ડુંગળીના ભાવ સારા રહ્યાં તો 1 વીધામાં 1.50 લાખ રૂપિયા સુધીની ડુંગળી થઈ શકે છે. ડુંગળીનો ભાવ ઓછો રહ્યો તો ખેડૂતો દેવામાં ડુબી શકે છે. આ એક પ્રકારનો જુગાર છે. ભાવ સારા રહ્યાં તો એક વીધાના ખેતરમાં બધો ખર્ચ કાપીને 70થી 80 હજાર રૂપિયા સરળતાથી કમાઈ શકાશે. ભાવ ઓછો રહ્યો તો 70 હજાર રૂપિયાનો ખર્ચ કાઢવો પણ મુશ્કેલ થઈ જશે.

એક વીધામાં 125 કટ્ટા સુધી
એક વીધામાં ડુંગળીનો સારો પાક થવા પર 125 કટ્ટા સુધી ડુંગળી થાય છે. એક કટ્ટામાં 50 કિલો ડુંગળી થાય છે. સરેરાશ એક વીધામાં 80 કટ્ટા ડુંગળી ઉગે છે. ભાવ સારો મળવા પર ખેડૂતની કમાણી થઈ શકે છે. બાકી તો ખર્ચ વધુ થાય છે. તેના પગલે ભરપાઈ થવી મુશ્કેલ છે.

અન્ય સમાચારો પણ છે...