તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Early Monsoon This Year, Cyclonic Storm On May 16, Possibility Of Rain In North India Today And Tomorrow

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હવામાન:ચાલુ વર્ષે ચોમાસુ વહેલું, 16 મેએ ચક્રવાતી તોફાન, ઉત્તર ભારતમાં આજે અને કાલે વરસાદની શક્યતા 

નવી દિલ્હી10 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
 • બંગાળના અખાતમાં ચક્રવાત
 • આ વખતે દક્ષિણ-પશ્ચિમ ચોમાસુ વહેલું આવી રહ્યું છે

હવામાન વિભાગે ચોમાસા અંગે બુધવારે સુખદ આગાહી કરી છે, જે મુજબ આ વખતે દક્ષિણ-પશ્ચિમ ચોમાસુ વહેલું આવી રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યાનુસાર બંગાળના અખાતમાં દક્ષિણ-પૂર્વ ક્ષેત્ર અને તેને અડીને આવેલા દક્ષિણ આંદામાન સમુદ્રમાં બુધવારે સવારે લો પ્રેશરના બે ઝોન બન્યા છે. ચોમાસુ 15 મેએ બંગાળના દક્ષિણી અખાતના મધ્ય ભાગોમાંથી આગળ વધીને શ્રીલંકા પહોંચશે. 
ચોમાસુ સામાન્ય રહેવાની શક્યતા
16 મેની સાંજ સુધીમાં દક્ષિણ-પશ્ચિમ અને પશ્ચિમ-મધ્ય અખાત પર ચક્રવાતી તોફાન સર્જાઇ શકે છે, જેને અમ્ફાન નામ અપાયું છે. હવામાન વિભાગના ડાયરેક્ટર જનરલ મૃત્યુંજય મોહપાત્રાએ કહ્યું કે ચક્રવાત ચોમાસુ આગળ વધવામાં મદદ કરશે. આ વર્ષે ચોમાસુ સામાન્ય રહેવાની શક્યતા છે. આંદામાન-નિકોબાર ટાપુઓ પર 15 અને 16 મેએ હળવાથી ભારે વરસાદની શક્યતા છે, જે દરમિયાન 45થી 55 કિ.મી. પ્રતિ કલાક અને 17 મેએ 85 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઇ શકે છે. 
કેટલાક રાજ્યોમાં આંધી-તોફાન સાથે વરસાદની શક્યતા
ગુરુ અને શુક્રવારે કેરળ, તમિલનાડુ, પુડ્ડુચેરી, દક્ષિણ કર્ણાટક, લક્ષદ્વીપમાં ભારે વરસાદ થઇ શકે છે. ઉ.ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય છે, જેના કારણે જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, ઉ.રાજસ્થાન તથા પશ્ચિમ ઉ.પ્ર.ના ઘણા ભાગોમાં ભારે પવન સાથે વરસાદ થઇ શકે છે. 
ગુજરાતમાં ચોમાસુ 3થી 7 દિવસ મોડું
ગુજરાત, મહારાષ્ટ્ર, મ.પ્ર., છત્તીસગઢ, તેલંગાણા, આંધ્ર, ઓડિશા, ઝારખંડ, બિહાર, ઉ.પ્ર.ના કેટલાક ભાગોમાં ચોમાસાના આગમનમાં 3થી 7 દિવસનો વિલંબ થઇ શકે છે.
કેરળમાં 1 જૂનથી ચોમાસુ બેસશે
આ વર્ષે કેરળમાં ચોમાસુ 1 જૂનથી બેસશે જ્યારે દિલ્હીમાં 23થી 27 જૂન, મુંબઇ અને કોલકાતામાં 10-11 જૂનથી વરસાદ આવી શકે છે. 
દેશભરમાં ચોમાસુ કયા વર્ષે ક્યારે બેઠું?

201829 જૂન
201719 જુલાઇ
2016 13 જુલાઇ
201526 જૂન
201417 જુલાઇ
201316 જૂન
201211 જુલાઇ
2011 9 જુલાઇ
20105 જુલાઇ
2009 9 જુલાઇ

  

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો