તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Each State Should Implement One Nation one Ration Card Scheme So That Workers Can Get Rations From Anywhere In The Country.

સ્થળાંતરિત શ્રમિકો અંગે સુપ્રીમ કોર્ટનો આદેશ:દરેક રાજ્ય વન નેશન-વન રાશન કાર્ડ સ્કીમ લાગુ કરે, જેથી શ્રમિકોને દેશમાં કોઈપણ સ્થળેથી રાશન મળી શકે

નવી દિલ્હી7 દિવસ પહેલા
  • કૉપી લિંક

સુપ્રીમ કોર્ટે સ્થળાંતરિત શ્રમિકો માટે શુક્રવારે એક અત્યંત મહત્ત્વનો આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કહ્યું હતું કે તેમણે ચોક્કસપણે વન નેશન-વન રાશન કાર્ડ (ONORC)સ્કીમ લાગુ કરવી જોઈએ. કોર્ટે કહ્યું હતું કે આ સ્કીમ મારફત શ્રમિકોને તેમનાં રાજ્યો ઉપરાંત સમગ્ર દેશમાં ગમે તે સ્થળેથી રાશન મળી શકશે, એટલે કે શ્રમિક જ્યાં કામ કરે છે એ જગ્યાથી રાશન મેળવી શકે છે.

સુપ્રીમ કોર્ટે સુઓમોટો અરજીને ધ્યાનમાં રાખી આ અંગે મહત્ત્વનો આદેશ આપ્યો છે. કોર્ટે સ્થળાંતરિત શ્રમિકોની મુશ્કેલી તથા ગરીબી અંગે રાજ્યો પાસેથી પણ જવાબ માગ્યો હતો. આ કેસમાં એક્ટિવિસ્ટ અનિલ ભારદ્વાજ, હર્ષ મંદર અને જગદીપ ચોકરે પણ નવી અરજી દાખલ કરી છે. ન્યાયમૂર્તિ અશોષ ભૂષણ અને ન્યાયમૂર્તિ એમઆર શાહની બનેલી ખંડપીઠે આ અંગે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.

બંગાળની દલીલના આધારે સુપ્રીમ કોર્ટે કડક આદેશ આપ્યો
કેન્દ્ર અને રાજ્યોએ પણ આ અંગે પોતાનો પક્ષ રજૂ કર્યો હતો. પંજાબ અને મહારાષ્ટ્રના વકીઓએ કોર્ટ સમક્ષ જણાવ્યું હતું કે અમે અમારાં રાજ્યોમાં આ સ્કીમ લાગુ કરી દીધી છે. ત્યાર બાદ બંગાળના વકીલે કહ્યું હતું કે આધારના સીડિંગ ઈસ્યુને લીધે અમે હજુ આ સ્કીમ પોતાનાં રાજ્યોમાં લાગુ કરી શક્યા નથી. કેન્દ્રએ પણ કહ્યું છે કે દિલ્હી, પશ્ચિમ બંગાળ, છત્તીસઢ અને આસામ જેવાં રાજ્યોએ આ સ્કીમને લાગુ કરી નથી. જોકે દિલ્હી તરફથી રજૂઆત કરતાં વકીલે કહ્યું હતું કે અમે આ સ્કીમને લાગુ કરી છે.

સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે આ અંગે કોઈ જ બહાનું જોઈએ નહીં. બંગાળે આ સ્કીમ તાત્કાલિક લાગુ કરવી જોઈએ, કારણ કે આ યોજના શ્રમિકોના કલ્યાણ સાથે જોડાયેલી છે, તમામ રાજ્યોએ આ સ્કીમ ચોક્કસપણે લાગુ કરવી જોઈએ.

શ્રમિકોના રજિસ્ટ્રેશન સોફ્ટવેર અંગે કેન્દ્રને સવાલ
સુપ્રીમ કોર્ટે અત્યારસુધી અસંગઠિત ક્ષેત્રોના શ્રમિકોના રજિસ્ટ્રેશન સોફ્ટવેરના નિર્માણમાં વિલંબ થતાં નારાજગી વ્યક્ત કરી છે. કોર્ટના જણાવ્યા અનુસાર, આ સોફ્ટવેરને કારણે દેશભરનો એક ડેટાબેસ તૈયાર કરી શકાશે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને સવાલ કર્યો- જે શ્રમિકો પાસે પોતાનું રાશન કાર્ડ નથી તેને કેન્દ્ર સરકાર કેવી રીતે નવેમ્બર સુધી રાશન પહોંચાડી શકશે? તમે સોફ્ટવેર બનાવવાનું કાર્ય ગત વર્ષે ઓગસ્ટ મહિનાથી શરૂ કરી દીધું હશે, તો હજુ સુધી પૂરું કેમ નથી થયું? હજુ પણ તમને 3-4 મહિનાનો સમય જોઈએ છે?

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંગે સવાલ-જવાબ
એક્ટિવિસ્ટ દ્વારા સિનિયર વકીલ દુષ્યંત દવેએ કહ્યું હતું કે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાનો લાભ એવા શ્રમિકોને પણ મળવો જોઈએ, જેમની પાસે રાશન કાર્ડ નથી. કેન્દ્ર પોતાની જવાબદારીઓ રાજ્યને સોંપવાની કોશિશ કરી રહી છે.

આ અંગે કેન્દ્ર વતી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જવાબ આપ્યો હતો કે આ યોજના નવેમ્બર સુધી લંબાવી દેવામાં આવી છે અને સ્થળાંતર કરનારાઓની સંખ્યા નક્કી કરવામાં આવી રહી છે. આ યોજના હેઠળ અત્યારસુધીમાં 8 લાખ મેટ્રિક ટન અનાજ આપવામાં આવ્યું છે. હા, આ રાશન વિતરણ કરવાની પદ્ધતિ રાજ્યો પર છોડી દેવામાં આવી છે.