• Gujarati News
  • National
  • During The Roadshow, The Youth Approached The Car And Tried To Make Modi Wear A Necklace

કર્ણાટકમાં PM મોદીની સુરક્ષામાં ચૂક:રોડ શો દરમિયાન કારની નજીક પહોંચી ગયો યુવક, મોદીને હાર પહેરાવવાનો પ્રયાસ કર્યો

21 દિવસ પહેલા

કર્ણાટકના હુબલીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ચૂકનો મામલો સામે આવ્યો છે. વડાપ્રધાન અહીં યુવા ઉત્સવ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવા પહોંચ્યા છે. PM અહીં રોડ શો કરી રહ્યા હતા, તે દરમિયાન એક યુવક તેમની કાર પાસે માળા લઈને પહોંચ્યો અને તેને પહેરાવવાનો પ્રયાસ કર્યો. જો કે, સુરક્ષાકર્મીઓએ તરત જ યુવકને તેમની નજીક જતા અટકાવ્યો હતો.

આ મામલે પોલીસ કમિશનરનું નિવેદન સામે આવ્યું છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં કોઈ ચૂક હોવાનો ઈનકાર કર્યો છે. જો કે, વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે યુવક હાર લઈને વડાપ્રધાનની કારની એકદમ નજીક પહોંચી ગયો હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટૂંક સમયમાં 26મા રાષ્ટ્રીય યુવા મહોત્સવનું ઉદ્ઘાટન કરશે. સ્વામી વિવેકાનંદની જન્મજયંતી નિમિત્તે આયોજિત આ કાર્યક્રમ 12થી 16 જાન્યુઆરી સુધી ચાલશે. જેમાં દેશનાં વિવિધ રાજ્યોમાંથી 30 હજાર યુવાનો ભાગ લેશે. આ વર્ષે કાર્યક્રમની થીમ 'વિકસિત યુવા-વિકસિત ભારત' રાખવામાં આવી છે.

દેશમાં દર વર્ષે આયોજિત થાય છે રાષ્ટ્રીય યુવા મહોત્સવ
છેલ્લાં 26 વર્ષોથી દર વખતે જાન્યુઆરી મહિનામાં રાષ્ટ્રીય યુવા મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. દેશનાં જુદાં જુદાં રાજ્યોમાં મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. છેલ્લી વખત આ કાર્યક્રમ પુડુચેરીમાં આયોજિત કરવામાં આવ્યો હતો, જેની થીમ 'સક્ષમ યુવા-સશક્ત યુવા' હતી.

અધિકારીઓના જણાવ્યા અનુસાર આ મહોત્સવનો ઉદ્દેશ્ય રાષ્ટ્ર નિર્માણમાં યુવાનોની ભૂમિકાને વધારવાનો અને પ્રતિભાશાળી યુવાનોને રાષ્ટ્રીય સ્તરે આગળ લાવવાનો છે. તેમણે કહ્યું કે આ દેશની વિવિધ સંસ્કૃતિઓને એક મંચ પર લાવે છે. ઉપરાંત તમામ પ્રતિનિધિઓ 'એક ભારત, શ્રેષ્ઠ ભારત'ની ભાવનામાં એક થાય છે.

ઉત્તર કર્ણાટકમાં પહેલીવાર રાષ્ટ્રીય યુવા મહોત્સવનું આયોજન
PM મોદી ઉદ્ઘાટન સમારોહમાં યુવાઓ સાથે પોતાનું વિઝન શેર કરશે. પાંચ દિવસીય કાર્યક્રમમાં દેશભરના 30 હજારથી વધુ યુવાનો સામેલ થશે. કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈએ કહ્યું કે રાષ્ટ્રીય યુવા મહોત્સવમાં 28 રાજ્યો અને 8 કેન્દ્રશાસિત પ્રદેશના યુવા પ્રતિનિધિ પોતાની પ્રતિભા દર્શાવવા માટે ભાગ લેશે. તેમણે જણાવ્યું કે ઉત્તર કર્ણાટકમાં પ્રથમવાર રાષ્ટ્રીય યુવા મહોત્સવનું આયોજન થઈ રહ્યું છે.

વડાપ્રધાન મોદી સાથે જોડાયેલા આ સમાચાર પણ વાંચો...
PMએ કહ્યું- ઈન્દોર દુનિયામાં લાજવાબ છે: ભારત સ્કિલ કેપિટલ છે, તે વિશ્વના વિકાસનું એન્જિન બની શકે તેમ છે

ઈન્દોરમાં 17મા પ્રવાસી ભારતીય સંમેલનનો આજે બીજો દિવસ છે. ખરાબ હવામાનને કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઈન્દોર મોડા પહોંચ્યા હતા. તેઓ સવારે 10 વાગ્યે પહોંચવાના હતા, પણ એક કલાક મોડા એટલે સવારે 11 વાગ્યે ઈન્દોર એરપોર્ટ પર ઊતર્યા હતા. રાજ્યપાલ મંગુભાઈ પટેલ, મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ, ગૃહમંત્રી નરોત્તમ મિશ્રા, મંત્રી તુલસી સિલાવત, ઈન્દોરના મેયર પુષ્યમિત્ર ભાર્ગવે પીએમનું સ્વાગત કર્યું હતું. વડાપ્રધાને પોતાના સંબોધનમાં ભારતને સ્કિલ કેપિટલ બનવાની ક્ષમતા ધરાવતો દેશ ગણાવ્યો હતો.

સંમેલન સ્થળ પર 2200ની ક્ષમતાના હોલમાં 3000થી વધારે લોકોનો ધસારો થતાં જગ્યા ટૂંકી પડી હતી અને આમંત્રિતોને બહાર ઊભા રહેવાનો વારો આવ્યો હતો. જોકે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહે ધક્કામુક્કી અંગે માફી માગતાં કહ્યું, જગ્યા ટૂંકી છે, પણ અમારું દિલ મોટું છે.આખા સમાચાર વાંચો...

વડાપ્રધાને મધ્યપ્રદેશમાં આપ્યું નવું સ્લોગન...

મધ્યપ્રદેશનાં ઈન્દોરમાં 3 દિવસીય પ્રવાસી ભારતીય સંમેલનના સમાપન બાદ બુધવારે 2 દિવસીય ગ્લોબલ ઈનવેસ્ટર્સ સમિટ શરૂ થઈ હતી. વડાપ્રદાન મોદીએ વર્ચુઅલી રીતે આ સમિટનું ઉદ્ઘાટન કર્યું હતું. મોદીએ સંબાધન કરતા કહ્યું હતું કે ભારત નિર્માણમાં એમપીની ભુમિકા મહત્ત્વપૂર્ણ રહી છે. મધ્યપ્રદેશ શ્રદ્ધા, આધ્યાત્મિકતાથી લઈને પ્રવાસન, કૌશલ્ય અને શિક્ષણમાં ગજબ છે, અદ્ભુત છે અને સજગ પણ છે. ભારતની આઝાદીનો અમૃત કાળ શરૂ થઈ ગયો છે ત્યારે આ સમિટ થઈ રહી છે. આપણે બધા એકસાથે મળીને વિકસિત ભારતના નિર્માણની દિશામાં કામ કરી રહ્યા છીએ. જ્યારે આપણે વિકસિત ભારતની વાત કરીએ છીએ, ત્યારે તે માત્ર આપણી આકાંક્ષા નથી પરંતુ દરેક ભારતીયનો સંકલ્પ પણ છે.

પીએમ મોદીએ કહ્યું હતું કે, ભારત દુનિયાના દેશો કરતાં સારી સ્થિતિમાં છે. ભારત આ વર્ષે જી-20 ગ્રુપમાં પણ વિકસતી ઈકોનોમીવાળો દેશ છે. હાલના એક સર્વેમાં જણાવવામાં આવ્યું છે કે દુનિયાના મોટાભાગના રોકાણકારો ભારતને વધુ પસંદ કરી રહ્યા છે. ભારત ઈઝ ઓફ લિવિંગ એન્ડ ઈઝ ઓફ બિઝનેસ પર કામ કરી રહ્યું છે. સમાચાર વાંચવા અહીં ક્લિક કરો...

અન્ય સમાચારો પણ છે...