તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Lifestyle
  • The Lockdown, Youth Wings Delivered Breast Milk To Hospitalized Infants Who Did Not Receive Breast Milk.

ઉમદા કાર્ય કર્યું:લોકડાઉન દરમિયાન યુથ વિંગ્સે હોસ્પિટલમા દાખલ તે શિશુઓ સુધી બ્રેસ્ટ મિલ્ક પહોંચાડ્યું કે જેમને માતાનું દૂધ નહોતું મળતું

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચેન્નઈના યંગ વોલન્ટિયર્સે લોકડાઉનમાં થાક્યા વગર સેંકડો ન્યૂબોર્ન બેબી સુધી બ્રેસ્ટ મિલ્ક પહોંચાડ્યું
  • તેમને છેલ્લા 4 મહિના દરમિયાન લગભગ 100 લીટર બ્રેસ્ટ મિલ્ક આ હોસ્પિટલમાં દાખલ શિશુઓ સુધી પહોંચાડ્યું છે

ચેન્નઇના યંગ વોલન્ટિયર્સે લોકડાઉનમાં પણ થાક્યા વગર સેંકડો ન્યૂબોર્ન બેબીને બ્રેસ્ટ મિલ્ક આપતા હતા. આ વોલન્ટિયર ચેન્નઈની ગવર્મેન્ટ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ચાઈલ્ડ હેલ્થ એન્ડ ચિલ્ડ્રન્સ હોસ્પિટલ માટે કામ કરે છે. તેમને છેલ્લા ચાર મહિના દરમિયાન લગભગ 100 લીટર બ્રેસ્ટ મિલ્ક હોસ્પિટલમાં દાખલ શિશુઓ સુધી પહોંચાડ્યું છે.

થંગાદિવરન એક બ્રેસ્ટમિલ્ક ડોનેશન ગ્રુપ છે. તેના માટે ત્રણ લેક્ટિંગ મધર્સ કામ કરે છે. તેનું નામ બેબી શ્રી કરણ, કૌશલ્યા જગદીશ અને રામ્યાસંકર નારાયણન છે. તેમના દ્વારા માતાનું દૂધ હોસ્પિટલમાં પહોંચાડવામાં આવે છે. આ બ્રેસ્ટ મિલ્ક બેંકનું ઉદ્ઘાટન તામિલનાડુના પૂર્વ મુખ્યમંત્રીએ કર્યું હતું.

લોકડાઉન દરમિયાન જ્યારે લોકોની અવરજવર પર પ્રતિબંધ હતો અને ટ્રાન્સપોર્ટના સાધનો મળવાનું પણ મુશ્કેલ હતું. આવી સ્થિતિમાં આ હોસ્પિટલની બ્રેસ્ટ મિલ્ક બેંકમાં દૂધની તંગી નહોતી સર્જાઈ. આ કામ માટે હોસ્પિટલનો સ્ટાફ યુથ વિંગ્સની પ્રશંસા કરતા થાકતો નથી.

આ વોલન્ટિયર્સે લોકોની દરેક પ્રકારની મદદ કરી છે. ઈન્સ્ટિટ્યૂટ ઓફ ચાઈલ્ડ હેલ્થના નિયોનેટોલોજી ડિપાર્ટમેન્ટના નર્સિંગના ઓર્ડિનેટર ડી. અકીલા દેવીના જણાવ્યા પ્રમાણે, આ વોલન્ટિયર્સના કારણે હોસ્પિટલના બાળકોને સમયસર માતાનું દૂધ મળી શક્યું.

અકીલાના જણાવ્યા પ્રમાણે, આ હોસ્પિટલના નિયોનેટલ ઈન્ટેન્સિવ કેર યુનિટમાં લગભગ 52-60 બાળકો છે. આ બાળકોની માતા બીજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી અથવા ડિલિવરી પછી ઘરે છે.

તેમના માટે લોકડાઉન દરમિયાન પોતાના બાળકો માટે માતાના દૂધની વ્યવસ્થા કરવી પણ મુશ્કેલ હતી. લગભગ 10 બાળકો એવા છે જેમના માટે માતાનું દૂધ ઉપલબ્ધ નથી. આ બાળકોને દિવસમાં ઓછામાં ઓછા 10 અથવા 12 વખત દૂધની જરૂર હોય છે. એક બાળકને દિવસ દરમિયાન 10 મીલી દૂધ આપવામાં આવે છે.

યુથ વોલન્ટિયર્સ લેક્ટિંગ મધરના ઘરેથી બ્રેસ્ટ મિલ્ક લઈને આ શિશુઓ સુધી પહોંચાડે છે. શ્રી કરણના જણાવ્યા પ્રમાણે, મારી ટીમના ભ્યોએ લોકડાઉન દરમિયાન 98 લીટર બ્રેસ્ટ મિલ્કની વ્યવસ્થા કરી છે. તેમાંથી ણા બાળકો એવા પણ છે જેમની માતા વધારે બીમાર છે.

તેમની માતા નહોતી ઈચ્છતી કે પોતાના બાળકની નજીક આવે કેમ કે, માતાને ડર હતો હતો કે તેનો ચેપ બાળકને લાગે તો. આવા સમયે બાળકો માટે વોલન્ટિયર્સે આ બાળકો સુધી માતાનું દૂધ પહોંચાડ્યું. તેઓ ઇચ્છે છે કે લોકો આ અંગે જાગૃત થાય અને સહાય માટે આગળ આવે.

એક વોલન્ટિયર અશોક કુમારના જણાવ્યા પ્રમાણે, લોકડાઉનમાં ચેન્નઈના રસ્તાઓ પર બેરીકેડ લગાવવામાં આવ્યા હતા. આવી સ્થિતિમાં બ્રેસ્ટ મિલ્ક લઈને હોસ્પિટલમાં પહોચવું મુશ્કેલ હતું. અમે લાંબા રસ્તે થઈને હોસ્પિટલ પહોંચતા હતા. તે સમયે પોલીસ પણ પૂછપરછ કરતી. ત્યારે મેં હોસ્પિટલમાંથી પરમિશન લેટર લઈને મારું કામ ચાલુ રાખ્યું.''

એક વોલન્ટિયર અરુણ રાજના જણાવ્યા પ્રમાણે, હું જ્યારે પણ દૂધ આપવા હોસ્પિટલ માટે જતો ત્યારે હંમેશાં હું જૂઠું બોલતો કે હું બીજે ક્યાંક જતો હતો. કેમ કે મારી માતાને ખબર નહોતી કે હું હોસ્પિટલ જઉં છું, જો ખબર પડી જાય તો મને ઈન્ફેક્શન થઈ જશે તે ડરથી તેઓ મને ઘરમાં આવવા દેતા નહીં તેમને હજી પણ નથી ખબર કે હું દરરોજ હોસ્પિટલ જઉં છું. તેમને એ વાતનો ડર સતાવે છે કે હોસ્પિટલ જવાથી મને કોરોના થઈ જશે તો.

એક અન્ય વોલન્ટિયર આદિયન ગણેશનના જણાવ્યા પ્રમાણે, મારી માતા પણ આ વાતને લઈને ચિંતામાં રહેતી કે, દરરોજ હોસ્પિટલ જવાથી હું ઈન્ફેક્શન લઈને ઘરે ન આવું. પરંતુ મેં મારી માતાને સમજાવી અને કહ્યું કે જો બધા લોકો આવું વિચારશે તો નાના બાળકોને દૂધ કેવી રીતે મળશે.

તાજેતરમાં સમાપ્ત થયેલા વિશ્વ સ્તનપાન સપ્તાહ દરમિયાન,હોસ્પિટલના સ્ટાફ દ્વારા આ વોલન્ટિયર્સને એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- લાભદાયક સમય છે. કોઇપણ કાર્ય તથા મહેનતનું સંપૂર્ણ ફળ મળશે. ફોન કોલ દ્વારા કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળવાની સંભાવના છે. માર્કેટિંગ અને મીડિયાને લગતાં કાર્યો ઉપર ધ્યાન આપો. નેગેટિવઃ- કોઇપણ પ્રક...

વધુ વાંચો