તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • During The Corona Period, 37% Of Children In Rural Areas And 19% In Urban Areas Could Not Study Online

સરવે:કોરોનાકાળમાં ગ્રામીણ ક્ષેત્રોમાં 37% અને શહેરમાં 19% બાળકો ઓનલાઈન ભણી ના શક્યા

નવી દિલ્હી12 દિવસ પહેલા
  • કૉપી લિંક

કોરોનાના કેસમાં ઘટાડાની સાથે જ હવે સ્કૂલો શરૂ થવા લાગી છે. આ દરમિયાન 15 રાજ્યોમાં થયેલા એક સરવેથી જાણ થઈ કે ત્યાં 56% બાળકો એવા છે જે સાધન અને સુવિધાઓ ન હોવાથી ઓનલાઇન અભ્યાસ ન કરી શક્યા. જ્યારે જનરલ પ્રમોશન થવાથી આ બાળકો અભ્યાસ વિના જ આગામી ધોરણમાં પ્રમોટ થઈ ગયા છે. એવામાં સૌથી મોટો પડકાર એ છે કે અભ્યાસ વિના પ્રમોટ થયેલા આ બાળકો અભ્યાસની હરિફાઈનમાં કઈ રીતે ટકી શકશે. શિક્ષણવિદોનું કહેવું છે કે જો આવા બાળકોના અભ્યાસની ખાસ વ્યવસ્થા નહીં કરવામાં આવે તો તે પછાત રહી જશે. સરવેવાળા રાજ્યોમાંથી અમુકમાં એવા બાળકો માટે અલગ વ્યવસ્થા કરાઇ છે.

સ્કૂલ ચિલ્ડ્રન્સ ઓનલાઇન એન્ડ ઓફલાઈન લર્નિંગ સરવેના રિપોર્ટ મુજબ સ્કૂલો બંધ થવાથી મોટું એ નુકસાન થયું છે કે 75 ટકા બાળકોના અભ્યાસની ક્ષમતા ઘટી ગઈ છે. શહેરી વિસ્તારોમાં 19 ટકા અને ગ્રામીણ વિસ્તારોમાં 38 ટકા બાળકો એવા છે જે જરાય પણ ઓનલાઇન અભ્યાસ કરી શક્યા નથી. ગ્રામીણ વિસ્તારોમાં 8 ટકા અને શહેરી વિસ્તારોમાં 24 ટકા બાળકો જ નિયમિત ઓનલાઇન ક્લાસ કરી રહ્યા છે. તેનું મોટું કારણ સ્માર્ટફોન ન હોવું છે. એવા બાળકો પણ નિયમિત અભ્યાસ નથી કરી શક્યા જેમના પરિવારમાં ફક્ત એક સ્માર્ટફોન છે અને તેનો ઉપયોગ પરિવારના વર્કિંગ સભ્યો કરે છે.

નિષ્ણાતોએ કહ્યું - 5મા ધોરણમાં પહોંચી ગયા પણ સ્તર બીજા-ત્રીજા ધોરણનું છે
સરવે ટીમના સભ્ય અને આઈઆઈટી દિલ્હીના એસોસિએટ પ્રોફેસર રિતિકા ખેડા કહે છે કે જે બાળક લૉકડાઉનથી પહેલા ત્રીજા ધોરણમાં ભણતા હતા તે પાંચમાં ધોરણમાં પહોંચી ગયા છે પણ તેમનો અભ્યાસનો સ્તર પહેલા કે બીજા ધોરણનો છે. જે બાળકો પાસે ઓનલાઇન અભ્યાસની સુવિધા હતી તે આગળ નીકળી ગયા. કેન્દ્ર અને રાજ્યોએ પોત-પોતાના બોર્ડમાં બ્રિજ કોર્સ શરૂ કરવા જોઈએ જેનાથી બાળકો ક્લાસથી છૂટીને અભ્યાસ કરી શકે.

અભ્યાસનો ગેપ ખતમ કરવો જરૂરી
NCERTના પૂર્વ ડિરેક્ટર જે.એસ.રાજપૂતના જણાવ્યા અનુસાર સાધન અને સુવિધાઓને લઈને સમાજમાં ગેપ કોરોનાકાળમાં વધ્યો છે, આગળ હજુ વધશે. નિવૃત્ત શિક્ષક કે અન્ય જે મફત ભણાવવા ઈચ્છે તેમને રાખવાનો પ્રિન્સિપાલને અધિકાર મળવો જોઈએ.

6 રાજ્યોમાં બ્રિજ કોર્સ શરૂ થયો

  • રાજસ્થાન : ઈ-ક્લાસ, સ્માઈલ કાર્યક્રમ ચલાવાઈ રહ્યાં છે.
  • બિહાર : 3 માસનો કેચઅપ કોર્સ.
  • છત્તીસગઢ : ધોરણો માટે સેતુ અભ્યાસક્રમ ફરજિયાત પ્રશિક્ષણ.
  • ઝારખંડ : મોહલ્લા સ્કૂલ-ટેબથી પ્રશિક્ષણ આપવાની યોજના.
  • યુપી : વધારાના ક્લાસ શરૂ.
  • ગુજરાત : સેટેલાઈટ ટીવી ચેનલથી પ્રશિક્ષણ.
અન્ય સમાચારો પણ છે...