• Gujarati News
  • National
  • During Modi's Visit To UP For The 5th Time In 15 Days, Rs. 1000 Crore Will Be Transferred

પ્રયાગરાજના પ્રવાસે PM:15 દિવસમાં 5મી વખત મોદી UPની મુલાકાતે, રાજ્યની 2.5 લાખ મહિલાનાં ખાતાંમાં રૂ. 1000 કરોડ ટ્રાન્સફર કર્યાં, 16 લાખ મહિલાને લાભ

પ્રયાગરાજએક મહિનો પહેલા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે પ્રયાગરાજના પ્રવાસે પહોંચ્યા હતા. તેઓ અહીં પરેડ ગ્રાઉન્ડ ખાતે માતૃશક્તિ હેઠળ આયોજિત કાર્યક્રમમાં રાજ્યના 75 જિલ્લામાંથી આવનારી 2.5 લાખ મહિલા લાભાર્થીઓને સંબોધન કર્યું હતું. PM આ મહિલા લાભાર્થીઓનાં ખાતાંમાં 1 હજાર કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યાં છે. આ પૈસા એકસાથે મહિલા લાભાર્થીઓનાં ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. છેલ્લા 15 દિવસમાં મોદીની આ પાંચમી મુલાકાત છે.

16 લાખ મહિલાઓને લાભ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રયાગરાજના પ્રવાસ પર છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દીનદયાલ અંત્યોદય યોજના હેઠળ સ્વયં સહાયતા સમૂહો (SHG)ને 1000 કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યાં છે. તેનાથી ગ્રામીણ વિસ્તારની 16 લાખ મહિલાઓને લાભ પહોચશે.

સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે
આ ઉપરાંત 1 લાખ 1 હજાર દીકરીને કન્યા સુમંગલા યોજનાની રકમ તેમનાં ખાતાંમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા. રાજ્યમાં 202 સપ્લિમેન્ટ્રી ઉત્પાદન એકમોનો શિલાન્યાસ પણ PM દ્વારા કરવામાં આવ્યું. કાર્યક્રમને ધ્યાનમાં રાખીને સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. મોદીની સભાને ધ્યાનમાં રાખીને શહેરી વિસ્તારની તમામ શાળાઓ એક દિવસ માટે બંધ કરી દેવામાં આવી છે.

મોદીની સભા માટે 3 લાખ લોકો માટે બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે.
મોદીની સભા માટે 3 લાખ લોકો માટે બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે.

મોદી બપોરે પ્રયાગરાજ પહોંચ્યા
કાર્યક્રમમાં ભાગ લેવા માટે પીએમ મોદી બપોરે 12.45 કલાકે પ્રયાગરાજ પહોંચ્યા. આ પછી સેનાના હેલિકોપ્ટરથી પરેડ ગ્રાઉન્ડ ખાતે 1.10 વાગ્યે પહોંચ્યા હતા. આ પછી એક પ્રદર્શનનું ઉદઘાટન કરવામાં આવ્યું.

પ્રયાગરાજમાં મોદીના કાર્યક્રમની પૂર્વસંધ્યાએ સુરક્ષા અંગે રિહર્સલ કરવામાં આવ્યું હતું.
પ્રયાગરાજમાં મોદીના કાર્યક્રમની પૂર્વસંધ્યાએ સુરક્ષા અંગે રિહર્સલ કરવામાં આવ્યું હતું.
અન્ય સમાચારો પણ છે...