તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Dulhan Boli Never Sat In A Plane, Dreamed Of Saying Goodbye In A Helicopter, Military Husband Fulfilled His Wish By Spending Rs 3 Lakh

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રેમ માટે કંઈપણ કરીશ!:દુલ્હન બોલી- ક્યારેય હવાઈજહાજમાં નથી બેઠી, સપનું છે વિદાય હેલિકોપ્ટરમાં થાય, ફૌજી પતિએ 3 લાખ ખર્ચીને પૂરી કરી ઈચ્છા

સીકર13 દિવસ પહેલા
 • કૉપી લિંક

સીકરના લાખાની નાંગલમાં રહેતા રિટાયર્ડ ફૌજીની દીકરીને ફૌજી હેલિકોપ્ટરમાં વિદાય કરીને લઈ ગયો. લગ્ન પહેલાં દુલ્હને દુલ્હાને જણાવ્યું હતું કે તે ક્યારેય હવાઈજહાજમાં બેઠી નથી. સપનું છે કે તેની વિદાય હેલિકોપ્ટરમાં થાય. તેની ઈચ્છા પૂરી કરવા માટે દુલ્હાએ હેલિકોપ્ટર બુક કરાવ્યું અને હવામાં ઉડાવીને પોતાની પત્નીને ઘરે લાવ્યો. સાસરામાં ઉતરતાં જ દુલ્હન બોલી- છોરો સોવણોં હૈ....

સાસરે જવા માટે હેલિકોપ્ટરમાં બેસતી દુલ્હન
સાસરે જવા માટે હેલિકોપ્ટરમાં બેસતી દુલ્હન

ખેતડીના સરદારપુરમાં રહેતા કૃષ્ણકુમાર ટાઈલ્સ જમીનદાર છે. તેમનો પુત્ર રાહુલ આર્મીમાં ક્લાર્ક છે. રાહુલના લગ્ન પોતાના ગામથી 12 કિલોમીટર દૂર લાખાની નાંગલમાં રહેતા રિટાયર્ડ આર્મીમેન વીરેન્દ્રકુમારની દીકરી મોનિકા સાથે નક્કી થયા. મોનિકા BSC પાસ છે. લોકડાઉનના કારણે રાહુલને રજા ન મળી શકી, આ કારણે લગ્ન મોડા થયા. આ દરમિયાન રાહુલ અને મોનિકાની ફોન પર જ વાતો થતી હતી. રાહુલે મોનિકાને તેની ઈચ્છા પૂછી તો તેને કહ્યું કે તેને ક્યારેય પ્લેનમાં મુસાફરી નથી કરી. તે સમયે રાહુલે તેને કંઈજ ન કહ્યું, પરંતુ પરિવાર સાથે વાત કરીને દિલ્હીથી તેને હેલિકોપ્ટર બુક કરાવ્યું.

બુધવારે સવારે જ્યારે મોનિકા વિદાય માટે તૈયાર થઈ ત્યારે તેને ખ્યાલ આવ્યો કે સાસરે તે ગાડીમાં નહીં પણ હેલિકોપ્ટરમાં જઈ રહી છે. આ જાણકારીથી જ તે ખુશીથી ઝુમી ઊઠી. પોતાના પરિવારથી રડી રડીને વિદાય લેતી મોનિકાના ચહેરા પર અચાનક જ ચમક આવી ગઈ. તે ખુશી ખુશી હેલિકોપ્ટરમાં બેસીને પોતાના સાસરે જવા રવાના થઈ.

ખેતરમાં બનાવવામાં આવ્યું હેલિપેડ
લાખાની નાંગલના એક ખાલી ખેતરમાં હેલિપેડ બનાવવામાં આવ્યું. પ્રશાસન દ્વારા ફાયરબ્રિગેડ અને એમ્બ્યુલન્સની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. લાખાની નાંગલથી ખેતડીના સરદારપુર સુધીનો 12 કિલોમીટર સુધીનો સફર પૂરો કરવામાં ત્રણ લાખ રૂપિયામાં હેલિકોપ્ટર ભાડે રાખવામાં આવ્યું હતું. લાખાની નાંગલ ગામમાં પહેલી વખત કોઈની વિદાય હેલિકોપ્ટરમાં થઈ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો