• Home
  • National
  • Due to relief / epidemic, the Center has decided to give 80 million people wheat at 2 rupees kg.

રાહત / મહામારીના કારણે કેન્દ્રએ 80 કરોડ લોકોને 2 રૂપિયા કિલોના ભાવે ઘઉં આપવાનો નિર્ણય કર્યો

X

દિવ્ય ભાસ્કર

Mar 25, 2020, 05:40 PM IST

નવી દિલ્હીઃ કોરોના વાઈરસની મહામારીના પગલે કેન્દ્ર સતત મહત્વના પગલા લઈ રહી છે. જેમાં કેબિનેટ બેઠકમાં સરકારે 80 કરોડ લોકોને સસ્તું  અનાજ આપવાનો નિર્ણય કર્યો છે. 
કેન્દ્રીય કેબિનેટમાં નિર્ણય કરવામાં આવ્યો છે કે  હવે દેશના 80 કરોડ લોકોને 2 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ઘઉં અને ૩ રૂપિયા પ્રતિ કિલોના ભાવે ચોખા આપવામાં આવશે. કોરોના વાઈરસના કારણે આ આગામી 3 મહિના સુધી લાગું રહેશે. 

બિહાર સરકારની મોટી જાહેરાત 
લોકડાઉન વચ્ચે બિહાર સરકારે જાહેરાત કરી છે કે રાજ્યના તમામ રાશન કાર્ડ ધારકોને એક એક હજાર રૂપિયાની આર્થિક મદદ કરવામાં આવશે. લોકડાઉનના કારણે દેશના તમામ બજાર, કામકાજ ઠપ થઈ ગયા છે. 

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી