તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Drones Banned In Srinagar After Rajouri And Kathua, Now Have To Be Submitted To Police Station

જમ્મુ-કાશ્મીરમાં ઉડતી આફત પર એક્શન:રાજૌરી અને કઠુઆ બાદ શ્રીનગરમાં પણ ડ્રોન પર પ્રતિબંધ, હવે પોલીસ સ્ટેશનમાં જમા કરાવવા પડશે

શ્રીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

જમ્મુ એકફોર્સ સ્ટેશન પર હુમલો થયાના એક સપ્તાહ બાદ શ્રીનગર પ્રશાસને ડ્રોન પર પ્રતિબંધ લગાવ્યો છે. આ અગાઉ રાજૌરી અને કઠુઆમાં પણ પ્રતિબંધ મુકવામાં આવેલો છે. હવે શ્રીનગરમાં ડ્રોનની ખરીદી-વેચાણ તથા તેને રાખવા પર પણ પ્રતિબંધ રહેશે. જે લોકો પાસે ડ્રોન છે તેમણે પોલીસ સ્ટેશનમાં રજૂ કરાવવું પડશે.

3 જુલાઈના રોજ શ્રીનગરના કલેક્ટર મોહમ્મદ અજીજે આદેશ આપ્યો છે. તેમના મતે જે લોકો પાસે ડ્રોન કેમેરા અથવા અન્ય કોઈ ઉપકરણ છે તો તેને તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનમાં રજૂ કરાવવું પડશે.

જમ્મુ એરફોર્સ સ્ટેશન પર થયો હતો ડ્રોન હુમલો
26 જૂનની મોડી રાત્રે જમ્મુ એરફોર્સ સ્ટેશન પર ડ્રોન હુમલો થયો હતો, જેમાં 2 જવાનને સામાન્ય ઈજા પહોંચી હતી. તે 5 મિનિટના અંતર પર બે બ્લાસ્ટ થયા હતા. તેના 2 દિવસ બાદ જમ્મુના કાલૂચક મિલિટ્રી સ્ટેશન પર 2 ડ્રોન દેખાયા હતા. સેનાએ તેને તોડવા માટે ફાયરિંગ કર્યું હતું, પણ તે અંધારામાં ગુમ થઈ ગયા હતા. ત્યારબાદથી મિલિટ્રીએ સમગ્ર વિસ્તારમાં મોટાપાયે તપાસ અભિયાન શરૂ થઈ ગયું છે.

એરફોર્સ સ્ટેશન પર હુમલા સમયે ડ્રોન મારફતે એરબેઝની અંદર બે IED તોડી પાડવામાં આવ્યું હતું. જમ્મુ-કાશ્મીરના DGP દિલબાગ સિંહે આ હુમલાને આતંકવાદી હુમલો ગણાવ્યો હતો.

સરકારી વિભાગ જ ડ્રોન ઉપયોગ કરી શકે છે
હુમલા બાદથી જમ્મુ-કાશ્મીરમાં હાઈ રિસ્ક ઈશ્યુ કર્યું હતું. અહીં લગ્ન સમારોભ સહિત કોઈ પણ કાર્યક્રમમાં ડ્રોનનો ઉપયોગ કરવા પ્રતિબંધ લગાવ્યો હતો. હવે રાજ્યમાં ફક્ત સરકારી વિભાગ જ ડ્રોનનો ઉપયોગ કરી શકે છે. વહિવટી વિભાગ સુરક્ષા હેઠળ નજર રાખવા સરવે કરવા, ખેતીની ગતિવિધિ જાણવા અને અન્ય વસ્તુઓને લઈ ડ્રોનનો ઉપયોગ કરવામાં આવે છે.