તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફરી મિલિટરી બેઝ પર હુમલાનું કાવતરું:જમ્મુ એરફોર્સ સ્ટેશન પર ડ્રોન અટેકના એક દિવસ પછી કાલચુક મિલિટરી બેઝ પર દેખાયાં 2 ડ્રોન, આર્મીના ફાયરિંગ પછી અંધારામાં ગાયબ

3 મહિનો પહેલા

આતંકીઓએ ફરી એકવાર ડ્રોન દ્વારા સૈન્ય વિસ્તારને ટાર્ગેટ કરવાનો પ્રયત્ન કર્યો છે. જમ્મુમાં એરપોર્ટ સ્ટેશન પર ડ્રોન હુમલાના બીજા જ દિવસે આતંકીઓએ મિલિટરી સ્ટેશન પર હુમલો કરવાનો પ્રયત્ન કર્યો હતો. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, જમ્મુના કાલુચક મિલિટરી સ્ટેશન પર 2 ડ્રોન જોવા મળ્યાં છે. જોકે સેના અલર્ટ પર જ હતી અને ડ્રોન દેખાતાં જ સેનાએ એના પર 20-25 રાઉન્ડ ફાયરિંગ કરી દીધું હતું. સેનાએ ફાયરિંગ કર્યા પછી ડ્રોન અંધારામાં ગાયબ થઈ ગયાં હતાં.

DD ન્યૂઝના જણાવ્યા પ્રમાણે, રવિવારે રાતે 11.30 વાગે અને સવારે 1.30 વાગે અનમેન્ડ એરિયલ વ્હીકલ (UAV) મિલિટરી બેઝ પર ડ્રોન જોવા મળ્યા હતા. ત્યાર પછી સેના અલર્ટ થઈ ગઈ છે. ફાયરિંગ પછી ડ્રોન ગાયબ થઈ ગયું હતું. હાલ સેના સર્ચ-ઓપરેશન કરીને ડ્રોનની તપાસ કરી રહ્યા છે.

કાલે એરબેઝ પર બ્લાસ્ટ થયા હતા
જમ્મુ એરફોર્સ સ્ટેશન પર રવિવારે મોડી રાતે બે બ્લાસ્ટ થયા હતા. પહેલો બ્લાસ્ટ રાતે 1.37 વાગે થયો હતો અને બીજો 5 મિનિટ પછી 1.42એ થયો હતો. વાયુસેનાના જણાવ્યા પ્રમાણે, બંને બ્લાસ્ટની ક્ષમતા ઘણી ઓછી હતી, તેથી પહેલો બ્લાસ્ટ એક છત પર થયો, તેથી એ છતને નુકસાન થયું હતું, જ્યારે બીજો બ્લાસ્ટ ખુલ્લી જગ્યા પર થયો હતો. બ્લાસ્ટમાં બે જવાનોને સામાન્ય ઈજા થઈ છે. આવું પહેલીવાર થયું છે કે જ્યારે આતંકીઓએ ડ્રોન દ્વારા હુમલો કર્યો છે. હવે આ ઘટનાની તપાસ NIA દ્વારા કરવામાં આવી રહી છે.

ડ્રોન-અટેકમાં રિસ્ક ઓછું
ડ્રોન દ્વારા હુમલામાં ટ્રેનિંગમાં વધારે ખર્ચ નથી કરવો પડતો.. જમીન પર હુમલાની સરખામણીએ ડ્રોન હુમલામાં જોખમ પણ ઓછું છે. ડ્રોન ખૂબ ઊંચી ઊચાઈએ ઊડી શકે છે, એને કારણે એ રડારની પકડમાં આવવાની શક્યતા પણ ઓછી રહે છે. એ સંજોગોમાં એને શંકાની નજરે જોવામાં નથી આવતું. આતંકી સંગઠન આ ટ્રિકનો ઉપયોગ ફરી પણ કરી શકે છે.

અન્ય સમાચારો પણ છે...