તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Drone Attack May Take Place In Delhi Before August 15; The Terrorists Are Plotting A Major Attack

IB એલર્ટ:15 ઓગસ્ટ પહેલા દિલ્હીમાં થઈ શકે છે ડ્રોન હુમલો; આતંકવાદીઓ મોટો હુમલો કરવાનું કાવતરું ઘડી રહ્યા

15 દિવસ પહેલા
  • કૉપી લિંક
15 ઓગસ્ટ પહેલા રાજધાનીમાં ડ્રોન હુમલાની આશંકા જણાઈ રહી છે. - Divya Bhaskar
15 ઓગસ્ટ પહેલા રાજધાનીમાં ડ્રોન હુમલાની આશંકા જણાઈ રહી છે.
  • રાજધાની દિલ્હીમાં ડ્રોન હુમલો થવાની ભીતિ
  • દિલ્હી પોલીસ એલર્ટ, રાજધાનીમાં સુરક્ષા વધારવામાં આવી

આગામી સ્વતંત્રતા દિવસને ધ્યાનમાં રાખીને ભારતના ગુપ્તચર વિભાગે દિલ્હી પોલીસને એલર્ટ કરી છે કે 15 ઓગસ્ટ પહેલા રાજધાનીમાં ડ્રોન હુમલાની આશંકા જણાઈ રહી છે. જમ્મુ અને ઉત્તર પરદેશમાં આતંકી હુમલાઓ કરવામાં નિષ્ફળ રહેલા આતંકીઓ હવે દેશની રાજધાની દિલ્હીમાં હુમલો કરવાનું કાવતરું રચી રહ્યા છે.

દેશના ગુપ્તચર વિભાગ અને દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલને આવા જ ઇનપુટ્સ મળ્યા છે. આવા ઇનપુટ્સ પછી, દિલ્હીમાં સુરક્ષા વ્યવસ્થા પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. દિલ્હીમાં ઘણા સ્થળોએ અર્ધ સૈનિક દળ તૈનાત કરવામાં આવ્યા છે.

રાજધાની દિલ્હીમાં સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે.
રાજધાની દિલ્હીમાં સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે.

ગુપ્તચર વિભાગ તરફથી મળેલા આવા જ ઇનપુટ્સના સમાચારો પણ 14 જુલાઈએ મુખ્યરૂપે પ્રકાશિત થયા હતા. આ મુજબ પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ દિલ્હી સહિત દેશના મેટ્રો શહેરો સહિત ઘણા શહેરો પર હુમલો કરી શકે છે. આતંકવાદીઓ માનવ બોમ્બ બનાવીને અથવા ટાર્ગેટ કિલિંગ દ્વારા હુમલાને અંજામ આપી શકે છે.

દિલ્હી પોલીસના આતંકવાદ વિરોધી વિશેષ સેલના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે લાહોરના જૌહર હાઉસ સ્થિત રેવન્યુ બોર્ડ હાઉસિંગ સોસાયટીમાં દેશનો સૌથી મોટો દુશ્મન હાફિઝ સઈદના નિવાસસ્થાનની બહાર 23 જૂને બોમ્બ બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટ સાથે ભારતનો કોઈ લેવા-દેવા નથી.

પરંતુ આઈએસઆઈ અને હાફિઝ સઈદ આ બ્લાસ્ટને બહાનું બનાવીને આતંકી હુમલો કરી શકે છે. આઈએસઆઈ આતંકવાદીઓને માનવ બોમ્બ અથવા ટાર્ગેટ કિલિંગ કરી શકે છે. ઇનપુટ્સમાં કહેવામાં આવ્યું છે કે દેશની મહત્વપૂર્ણ ઇમારતો અને ગીચ સ્થળોને નિશાન બનાવી શકાય છે. ગીચ સ્થળોએ નાના બોમ્બ વિસ્ફોટો થઈ શકે છે.

મેટ્રો શહેરોમાં ડ્રોન હુમલો થઈ શકે છે
દેશના મેટ્રો શહેરોમાં ડ્રોન હુમલો થઈ શકે છે. એવા પીએન ઈન્પુટ્સ મળ્યા છે કે આઈએસઆઈએ આ માટે રણનીતિ પણ તૈયાર કરી લીધી છે કે દેશમાં સ્લીપર સેલ અને ગેંગસ્ટરને આતંકવાદી હુમલો કરવા માટે ઉપયોગ કરવામાં આવી શકે છે.

દેશમાં આતંકવાદીઓ દ્વારા ડ્રોન હુમલો થવાની આશંકાઓ જણાઈ રહી છે.
દેશમાં આતંકવાદીઓ દ્વારા ડ્રોન હુમલો થવાની આશંકાઓ જણાઈ રહી છે.

ગુપ્તચર વિભાગના અધિકારી જણાવ્યુ હતું કે જમ્મુમાં ડ્રોન હુમલો અને લખનઉ અને યુપીમાંથી ઝડપાયેલ આતંકીઓને હાફિઝ સઇદના ઘર પર થયેલા બોમ્બ બ્લાસ્ટના બદલા તરીકે જોવામાં આવી રહ્યા છે. દિલ્હી પોલીસ આતંકી ઘટનાને અટકાવવા માટે જરૂરી પગલાં ભરી રહી છે. મોક ડ્રિલ પણ કરવામાં આવી રહી છે.

દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલ પૂછપરછ કરવા માટે લખનઉ રવાના થઈ ગઈ છે. સ્પેશિયલ સેલની ટીમ યુપી એટીએસ દ્વારા ઝડપયેલા અલકાયદાના આતંકીઓની પૂછપરછ કરશે. સ્પેશિયલ સેલે વર્ષ 2015માં પણ અલકાયદાના પેન ઈન્ડિયા મોડલનો ખુલાસો કર્યો હતો અને 6 આતકીઓને ઝડપ્યા હતા.

સ્પેશિયલ સેલના પોલીસ અધિકારીના જણાવી અનુસાર યુપી એટીએસ દ્વારા ઝડપેલા આતંકી ઉમર અલ મંડીનું અસલ નામ સૈયદ અખ્તર છે. તેણે પોતાનું નામ બદલી નાંખ્યું છે અને પોતાનું નામ ઉમર અલ મંડી રાખ્યું છે. અલી મંડી અલકાયદાનો આતંકી મોહમ્મદ શર્જીલ ઇસ્માનની નજીકનો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. આ બંને અનેક વખત મળી ચૂકેલા છે.