સ્કેટિંગની નર્સરી...:દ્રાસ - દુનિયાનું બીજું સૌથી ઠંડું ક્ષેત્ર, અહીં આઈસ સ્કેટિંગ અસ્તિત્વની રમત

દ્રાસ (લદ્દાખ)22 દિવસ પહેલા
  • કૉપી લિંક

માઈનસ 14 ડિગ્રી તાપમાનમાં સ્કેટબોર્ડિંગની પ્રેક્ટિસ કરતા બાળકોની આ તસવીર દ્રાસની છે. સાઈબેરિયા બાદ દુનિયાના બીજા સૌથી ઠંડા રહેણાંક વિસ્તારમાં 3-4 વર્ષની વયથી બાળકો સ્નો સ્કેટિંગ, સ્કિઇંગ અને આઈસ હૉકી રમવાનું શીખી જાય છે. સ્થાનિક જહૂર અહેમદ કહે છે કે બાળકોનું પ્રથમ પગલું જ બરફમાં પડે છે. આંગણમાં 5થી 10 ફૂટ સુધી બરફ હોય છે, તેમાં જ રમવાનું હોય છે. અહીંના લોકો માટે આ અસ્તિત્ત્વની રમત છે. એટલે કે જીવતા રહેવું હોય તો બરફને સાથી બનાવવો પડશે. મહિલા આઈસ હોકી ટીમમાં મોટાભાગના ખેલાડીઓ અહીંના છે.

છોકરીઓ પણ પાછળ નથી...
સ્કેટિંગ-સ્કિઈંગમાં છોકરીઓ સક્રિય રીતે ભાગ લે છે. તે આઈસ હૉકી ટૂર્નામેન્ટમાં ભાગ લે છે. ઠંડીમાં ક્ષેત્રનું તાપમાન માઈનસ 60 ડિગ્રી સુધી પહોંચી જાય છે પણ બાળકો અને યુવાનો મુક્તપણે આઈસ સ્પોર્ટ્સની મજા લે છે.

અન્ય સમાચારો પણ છે...