• Gujarati News
  • National
  • Dr. Will Be Available In The Market From Next Week. Reddy's Molflu, A Capsule Will Cost Rs 35

કોરોનાની નવી ઓરલ મેડિસિન:આગામી સપ્તાહથી માર્કેટમાં મળશે ડૉ. રેડ્ડીઝની મોલફ્લૂ, એક કેપ્સ્યૂલની કિંમત 35 રૂપિયા હશે

નવી દિલ્હી13 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભારતીય દવા કંપની ડૉ.રેડ્ડીઝ લેબોરેટરીઝ કોવિડ-19ની નવા દવા લોન્ચ કરવા જઈ રહી છે. આ એન્ટીવાઇરલ કેપ્સ્યૂલનું નામ છે મોલ્નુપિરાવિર. તેની કિંમત મેનકાઈન્ડ ફાર્માની કેપ્સુલની કિંમત જેટલી હશે. ડૉ. રેડ્ડીઝે પોતાના બ્રાંડનું નામ મોલફ્લૂ રાખ્યું છે, જે નામ હેઠળ પોતાની કેપ્સ્યૂલ લોન્ચ કરશે. સ્વાસ્થ્યમંત્રી મનસુખ માંડવિયાએ ગત સપ્તાહે કહ્યું હતું કે ભારતમાં કુલ 13 કંપનીઓ મોલ્નુપિરાવિર બનાવશે.

આખા કોર્સની કિંમત 1400 રૂપિયા
ડૉ. રેડ્ડીઝની માહિતી મુજબ- મોલફ્લૂની કિંમત 35 રૂપિયા પ્રતિ કેપ્સ્યૂલ હશે. એક સ્ટ્રિપમાં 10 કેપ્સ્યૂલ આવશે. દર્દીને 5 દિવસમાં 40 કેપ્સ્યૂલ લેવાની રહેશે, એટલે કે આખા કોર્સની કિંમત 1400 રૂપિયા થશે. આ કોવિડ-19 દર્દીઓ માટે મળતી સૌથી સસ્તી ટ્રીટમેન્ટમાંની એક છે. મોલફ્લૂની મેન્યુફેક્ચરિંગ USDFA અપ્રૂવ્ડ ફેસિલિટીમાં કરાશે.

આગામી સપ્તાહથી મળશે મોલફ્લૂ
ડૉ. રેડ્ડીઝે કહ્યું હતું કે મોલફ્લૂ આગામી સપ્તાહની શરૂઆતથી દેશની ફાર્મસીઓમાં ઉપલબ્ધ થશે તેવી આશા છે. આ વર્ષની શરૂઆતમાં ડૉ. રેડ્ડીઝે ભારત અને 100થી વધુ મિડલ ઈનકમવાળા દેશોમાં મોલ્નુપિરાવિર મેન્યુફેક્ચરિંગ અને સપ્લાઈ માટે મર્ક શાર્પ ડોહમેની સાથે નોન એક્સક્લૂઝિવ વોલન્ટરી લાયસન્સિંગ એગ્રીમેન્ટ કર્યું હતું.

13 ભારતીય દવા કંપનીઓ બનાવી રહી છે દવા
ડૉ. રેડ્ડીઝ ઉપરાંત આ દવાને મેનકાઈન્ડ ફાર્મા, ટોરેન્ટ ફાર્મા, સિપ્લા, સન ફાર્મા, નેટકો, માઈલાન અને હેટેરો સહિત 13 ભારતીય દવા કંપનીઓ બનાવી રહી છે. ઈકોનોમિક ટાઈમ્સના રિપોર્ટ મુજબ મેનકાઈન્ડ ફાર્માની એન્ટીવાયરલ કેપ્સ્યૂલ મોલુલાઈફની કિંમત 35 રૂપિયા હશે. મોલ્નુપિરાવિરને કોવિડ-19ના સામાન્યથી મધ્યમ દર્દીની સારવાર માટે મંજૂરી આપવામાં આવી છે.