તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Dr Reddy's Rolls Out Sputnik V Covid 19 Vaccine In India At Around 995 Rupees Per Dose

995 રૂપિયામાં મળશે સ્પુતનિક-Vનો ડોઝ:ડૉ. રેડ્ડીઝે હૈદરાબાદથી રશિયા વેક્સિનેશનની ડિલીવરી શરૂ કરી, અત્યારે આયાત કરેલી વેક્સિન આપવામાં આવશે

3 મહિનો પહેલા

કોરોના સામેની લડાઈમાં દેશને વધુ એક વેક્સિન મલી ગઈ છે. ડૉ.રેડ્ડીઝ લેબોરેટરીએ દેશમાં રશિયન વેક્સિન સ્પુતનિક-Vની ડિલીવરી આજથી શરૂ કરી દીધી છે. હાલ હૈદરાબાદમાં આ વેક્સિન એક પાયલટ પ્રોજેક્ટ અંતર્ગત એક ચોક્કસ સમય સુધી આપવામાં આવશે. ડૉ. રેડ્ડીઝ લેબોરેટરી રશિયન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ ફંડ (RDIF)નું ભારતીય પાર્ટનર છે. રશિયન વેક્સિન સ્પુતનિક-Vનું ભારતમાં ઉત્પાદન ડૉ. રેડ્ડીઝ લેબોરેટરી જ કરવાની છે.

ડૉ. રેડ્ડીઝ લેબોરેટરીએ કહ્યું છે કે, તેઓ અત્યારે રશિયન વેક્સિનની આયાત કરી રહી છે. એક ડોઝ રૂ. 948માં મંગાવવામાં આવી રહ્યો છે. તેના પર 5%ના દરે જીએસટી વસુલ કરવામાં આવે છે. ત્યારપછી તેની કિંમત ડોઝ દીઠ રૂ. 995.4 થઈ જાય છે. એટલે કે હાલ દેશમાં એક ડોઝની કિંમત રૂ. 995 થઈ ગઈ છે.

1 મેના રોજ આવ્યો હતો પહેલો જથ્થો
ડૉ. રેડ્ડીઝે કહ્યું હતું કે, સ્પુતનિક-Vનો પહેલો જથ્થો 1 મેના રોજ ભારત પહોંચશે. આ જથ્થાને સેન્ટ્રલ ડ્રગ લેબોરેટરી કસૌલીથી 13 મેના રોજ રેગ્યુલેટરી ક્લિયરન્સને મળશે. આગામી મહિનાઓમાં વેક્સિનનો વધારે જથ્થો આવવાની શક્યતા છે. ત્યારપછી ભારતમાં સ્પુતનિક-Vનું ઉત્પાદન કરવામાં આવશે. ભારતમાં બનાવવામાં આવતી વેક્સિનની કિંમત ઓછી હોઈ શકે છે.

6 મેન્યુફેકરર્સ સાથે વાતચીત ચાલી રહી છે
ડૉ. રેડ્ડીઝનું કહેવું છે કે, દેશની વેક્સિનની માંગને ધ્યાનમાં રાખીને કંપની 6 મેન્યુફેકરર્સ સાથે વાતચીત કરી રહી છે. તે સાથે જ કંપની વધુમાં વધુ લોકોના વેક્સિનેશન માટે સરકાર અને પ્રાઈવેટ સેક્ટર સાથે મળીને કામ કરી રહી છે. ડૉ. રેડ્ડીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટપ જીવી પ્રસાદનું કહેવું છે કે, દેશમાં કોવિડના કેસોની સંખ્યા સતત વધી રહી છે. આ સંજોગોમાં કોવિડ-19 વિરુદ્ધની લડાઈમાં વેક્સિનેશન સૌથી પ્રભાવી હથિયાર છે. ભારતીયોને વેક્સિનેશન અત્યારે અમારી સૌથી મોટી પ્રાથમિકતા છે.

આ વેક્સિન કેટલી ઇફેક્ટિવ છે?

  • જ્યારે વાત ઇફેક્ટિવનેસની આવે છે તો આ ત્રણેય વેક્સિન બહુ ઇફેક્ટિવ હોય છે. ત્રણેય WHOના ધોરણોને પૂર્ણ કરે છે. હજી પણ ક્લિનિકલ ટ્રાયલ્સમાંથી ડેટા આવી રહ્યો છે અને આ વેક્સિનની અસર વિશેના અભ્યાસ ચાલુ છે.
  • ગયા વર્ષે નવેમ્બરમાં કોવિશિલ્ડના ટ્રાયલ્સ પૂરા થઈ ગયા હતા. તેની એફિકેસી એટલે કે ઇફેક્ટિવનેસ રેટ 70% છે, જે ડોઝનો તફાવત વધારવામાં આવે ત્યારે વધે છે. આ વેક્સિન ગંભીર લક્ષણોને તો અટકાવે જ છે પણ સાથે રિકવરી સમય પણ ઘટાડે છે.
  • કોવેક્સિનના ટ્રાયલ પણ આ જ વર્ષે થયા હતા. એપ્રિલમાં આવેલા બીજા વચગાળાના પરિણામોમાં તે 78% ઇફેક્ટિવ સાબિત થઈ છે. ખાસ વાત એ છે કે આ વેક્સિન ગંભીર લક્ષણોને રોકવામાં અને મૃત્યુ ટાળવા માટે 100% ઇફેક્ટિવ છે.
  • સ્પુતનિક V એ આ સ્કેલ પર ભારતની સૌથી અસરકારક રસી છે. મોડર્ના અને ફાઇઝરની mRNA વેક્સિન જ 90% વધુ ઇફેક્ટિવ સાબિત થઈ છે. ત્યારબાદ સ્પુતનિક V સૌથી વધુ ઇફેક્ટિવ 91.6% રહી છે.

અત્યારે દેશમાં બે વેક્સિન મળે છે, ડિસેમ્બર સુધી 216 કરોડ ડોઝ મળશે
હાલના સમયમાં દેશમાં 18 વર્ષથી ઉપરના દરેક વ્યક્તિઓ માટે વેક્સિનેશન કાર્યક્રમ ચાલી રહ્યો છે. આ કાર્યક્રમમાં વેક્સિનેશન માટે બે વેક્સિન મળી રહી છે. તેમાં ભારત બાયોટેકની કોવેક્સિન અને સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાની કોવિશિલ્ડ વેક્સિન સામેલ છે.
નીતિ આયોગમા સભ્ય વીકે પોલે જણાવ્યું કે, ઓગસ્ટથી ડિસેમ્બર દરમિયાન દેશમાં વેક્સિનના 216 કરોડ ડોઝનું ઉત્પાદન કરવાનો અંદાજ છે. તેમાં 75 કરોડ ડોઝ કોવિશિલ્ડ અને 55 કરોડ ડોઝ કોવેક્સિનના સામેલ કરાશે.
આ સિવાય બાયોલોજીકલ ઈના 30 કરોડ ડોઝ, ઝાયડસ કેડિલાના 5 કરોડ ડોઝ, સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના નોવાવેક્સના 20 કરોડ ડોઝ, ભારત બાયોટેકની નેઝલ વેક્સિનના 10 કરોડ ડોઝ, જીનોવાના 6 કરોડ ડોઝ અને સ્પુતનિક-Vના 15.6 કરોડ ડોઝ મળવાની શક્યતા છે.

અન્ય સમાચારો પણ છે...