• Gujarati News
  • National
  • Dr. Pandurang Vaman's Book 'History Of Dharmashastra' Is An Encyclopedia Of Social Rules And Customs Of The Country.

વ્યક્તિત્વ:ડૉ. પાંડુરંગ વામનનું પુસ્તક ‘ધર્મશાસ્ત્રનો ઈતિહાસ’ દેશના સામાજિક નિયમો, રીતરિવાજોનું એન્સાઇક્લોપીડિયા છે

નવી દિલ્હી22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભારતરત્નથી સન્માનિત એકમાત્ર ઈતિહાસકાર ડૉ. પાંડુરંગની આજે જન્મજયંતી

ઈતિહાસને સાચવવા માટે માનવ શરૂઆતથી જ ઉપાય કરતો આવ્યો છે. તેમાં અતીતને ક્રમબદ્ધ કરી વર્તમાનની સમક્ષ લાવનારા ઈતિહાસકારોનું યોગદાન મહત્ત્વપૂર્ણ રહ્યું છે. આવા જ લોકો પૈકી એક છે ડૉ. પાંડુરંગ વામન કોણે. તેઓ ભારતમાં અત્યાર સુધીના પહેલા અને છેલ્લા ઈતિહાસકાર છે, જેમને દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારતરત્નથી સન્માનિત કરાયા છે.

આ સન્માન તેમના પુસ્તક ‘ધર્મશાસ્ત્રનો ઈતિહાસ’ લખવા માટે આપવામાં આવ્યું હતું. ડૉ. પાંડુરંગની 7 મેના રોજ જન્મજયંતી છે. તેમના પુસ્તકની ખાસ વાત એ છે કે તેમાં પ્રાચીન ભારતના સામાજિક નિયમ, કાયદાઓથી લઈને રીત-રિવાજોનું સંકલન છે. આજના સમયમાં પુસ્તકના મહત્ત્વને એ વાતથી સમજી શકાય છે કે તેને ભારતના સામાજિક નિયમોનું એનસાઇક્લોપીડિયા કહેવામાં આવે છે. પ્રાચીન ભારતના સામાજિક ક્ષેત્રમાં રિસર્ચ માટે દેશ ઉપરાંત દુનિયાભરમાં આ પુસ્તકને પ્રાથમિક સ્ત્રોત તરીકે ઉપયોગમાં લેવાય છે.

આ પુસ્તકની વધુ એક ખાસ વાત તેના કુલ 5 ભાગોમાં હોવું છે. તેમાં કુલ 6500 પાનાં છે. તે ભારત સહિત દુનિયાભરની એવા પસંદગીના પુસ્તકોમાં સામેલ છે, જેમાં 6 હજારથી વધુ પાના છે. આ પુસ્તકના 5 ભાગને લખવામાં ડૉ. કાણેને 30 વર્ષથી પણ વધુ સમય લાગ્યો. ડૉ. કાણેનું પુસ્તક ધર્મશાસ્ત્રનો ઈતિહાસના નામે વધુ એક રેકોર્ડ છે. તે ભારતમાં સંસ્કૃતમાં સાહિત્ય અકાદમી એવાૅર્ડ મેળવનાર પહેલું પુસ્તક છે. 4 ભાગ લખ્યા બાદ 1956માં તેમને આ એવાૅર્ડ એનાયત કરાયો.

પહેલાં તો ડૉ. પાંડુરંગ આ પુસ્તક લખવા જ નહોતા માંગતા
ડૉ. કાણે આ પુસ્તકને નહોતા લખવા માંગતા. તેનો ઉલ્લેખ તેઓએ આ પુસ્તકની પ્રસ્તાવનામાં કર્યો છે. તેમણે જણાવ્યું કે બીજા ગ્રંથ વ્યવહારમયૂદની પ્રસ્તાવના લખવા માટે જ્યારે સામગ્રી એકત્ર કરી તો લાગ્યું કે આ વિષયને નાનામાં ન બાંધી શકાય.

અન્ય સમાચારો પણ છે...