તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Dr. Of The Audit Committee. "Final Report Is Still Pending, Delhi Has Demanded 4 Times More Oxygen," Guleria Said.

ઓક્સિજન માંગ વિવાદમાં ટ્વિસ્ટ:ઓડિટ કમિટીના ડો. ગુલેરિયાએ કહ્યું- ફાઇનલ રિપોર્ટ હજી બાકી છે, દિલ્હીએ 4 ગણા ઓક્સિજનની માંગ કરી, તે કહેવું ઉતાવળભર્યું

નવી દિલ્હી3 મહિનો પહેલા
  • કેજરીવાલે ભાજપને કહ્યું- જ્યારે તમે ચૂંટણી રેલીઓ કરી રહ્યા હતા ત્યારે હું ઓક્સિજન માટેની વ્યવસ્થા કરી રહ્યો હતો
  • દિલ્હી સરકારે દિલ્હીની હોસ્પિટલોમાં ઓક્સિજનની જરૂરિયાતને વધારીને જણાવી હતી

દિલ્હી માટે ઓક્સિજનની માંગ વધારીને કરવા મુદ્દે AIIMS ચીફ ડો. ગુલેરિયાએ આ વિવાદને શાંત કરવાના પ્રયાસ કાર્ય છે. NDTV મુજબ, તેમણે કહ્યું હતું કે હજી સુધી ફાઇનલ રિપોર્ટ આવ્યો નથી. માટે તે કહેવું ઉતાવળભર્યું હશે કે દિલ્હીએ બીજી લહેરના પીક સમયે જરૂરી ઓક્સિજનની માંગને 4 ગણી વધારીને જણાવી. તેમણે વધુમાં કહ્યું હતું કે હાલમાં કેસ સુપ્રીમ કોર્ટમાં છે, એવામાં આપણે નિર્ણયની રાહ જોવી જોઈએ.

ગઇકાલે સામે આવ્યો હતો રિપોર્ટ
આ પહેલા કોરોનાની બીજી લહેરમાં ઓક્સિજનના સપ્લાય પર સુપ્રીમ કોર્ટ દ્વારા રચાયેલી ઓડિટ ટીમના રિપોર્ટ પર શુક્રવારે હોબાળો શરૂ થઈ ગયો હતો. પેનલના આ રિપોર્ટમાં કહેવામા આવ્યું છે કે 25 એપ્રિલથી 10 મે વચ્ચે દિલ્હી સરકારે દિલ્હીની હોસ્પિટલોમાં ઓક્સિજનની જરૂરિયાતને વધારીને જણાવી હતી. જે કારણે દેશના અન્ય 12 રાજયોના ઓક્સિજન સપ્લાય પર મુશ્કેલીઓ ઊભી થઈ હતી. એટલું જ નહીં, ઓડિટમાં દિલ્હીમાં કેટલીક હોસ્પિટલોમાં નેગેટિવ વપરાશ પણ જોવા મળ્યો છે.

સુપ્રીમ કોર્ટે બનાવી હતી ઓક્સિજન ઓડિટ કમિટી
દેશમાં ઓક્સિજન વિતરણ વ્યવસ્થાને વધુ સારી બનાવવા માટે સુપ્રીમ કોર્ટે 8 મેના રોજ 12 સભ્યોની વિશેષ ઓડિટ પેનલ બનાવી હતી. પેનલે 126 પેજનો વચગાળાના રિપોર્ટમાં જણાવ્યુ છે કે તેમને પેટ્રોલિયમ એન્ડ ઓક્સિજન સેફ્ટી ઓર્ગેનાઇઝેશને જણાવ્યુ હતું કે દિલ્હીની પાસે 25 એપ્રિલથી 10 મેની વચ્ચે સરપ્લસ ઓક્સિજન હતો. દિલ્હીને 289 મેટ્રિક ટન ઓક્સિજનની જરૂર હતી, પરંતુ તેમણે 1140 મેટ્રિક ટન ઓક્સિજનની જરૂરિયાત જણાવી હતી, જે 4 ગણી વધુ હતી.

ભાજપે કહ્યું- કેજરીવાલે જધન્ય ગુનો કર્યો
ભાજપે આ રિપોર્ટનો હવાનો આપતા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર ગુનાહિત બેદરકારીના આરોપ લગાવ્યા છે. ભાજપ પ્રવાક્ય સંબિત પાત્રાએ કહ્યું કે ગુનાની ગંભીરતાનો અંદાજો લગાવો. આ કેજરીવાલનો જધન્ય ગુનો છે.

રિપોર્ટ પર કેજરીવાલનું ઈમોશનલ કાર્ડ
રિપોર્ટ પર ચારેય બાજુથી ઘેરાયેલા કેજરીવાલે ઈમોશનલ કાર્ડ રમ્યું છે. કેજરીવાલે કહ્યું કે મારો ગુનો તે છે કે હું મારા 2 કરોડ લોકોના શ્વાસ માટે લડ્યો. કેજરીવાલે ભાજપ પર નિશાન સાધતાં કહ્યું કે જ્યારે આપ ચૂંટણી રેલીઓ કરી રહ્યા હતા ત્યારે હું રાતોની રાતો જાગીને ઓક્સિજન માટેની વ્યવસ્થા કરી રહ્યો હતો. જે લોકોએ પોતાનાઓને ગુમાવ્યા છે તેમની સામે તો ખોટું ન બોલો.