તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Dr. Harshvardhan Told 7 States Focus On Reducing Deaths; Modi Spoke To The WHO President

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના દેશમાં:ડો. હર્ષવર્ધને 7 રાજ્યોને કહ્યું- મૃત્યુ અટકાવવા પર ફોકસ કરો; મોદીએ WHO પ્રમુખ સાથે વાત કરી

નવી દિલ્હી5 મહિનો પહેલા
ફોટો નોઇડાની કોવિડ-19 હોસ્પિટલનો છે. અહીં શુક્રવારે દિવાળી પર કોવિડ-19 દર્દીઓ માટે વિશેષ પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. - Divya Bhaskar
ફોટો નોઇડાની કોવિડ-19 હોસ્પિટલનો છે. અહીં શુક્રવારે દિવાળી પર કોવિડ-19 દર્દીઓ માટે વિશેષ પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું.

દેશના કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડો. હર્ષવર્ધન દ્વારા બુધવારે 7 રાજ્ય સરકારોને કોરોનાથી થતા મૃત્યુ અટકાવવા પર ફોકસ કરવાનું કહેવામાં આવ્યું હતું. આ રાજ્યોમાં મહારાષ્ટ્ર, ઉત્તરાખંડ, મણિપુર, મિઝોરમ, મેઘાલય, ત્રિપુરા અને ગોવા શામેલ છે. આરોગ્ય મંત્રીએ આ માટે રાજ્યોના મુખ્યમંત્રીઓ, આરોગ્ય પ્રધાનો અને કેટલાક રાજ્યોના અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગ કરી હતી.

ડો. હર્ષવર્ધને આગામી 24, 48 કે 72 કલાકમાં નક્કર પગલા ભરવા જણાવ્યું હતું. તેમણે કહ્યું, આ રાજ્યોમાં ટેસ્ટિંગમાં પણ વધારો કરવો જોઇએ. ખાસ કરીને એવા શહેરોમાં જ્યાં કોવિડ પોઝિટિવિટી રેટ વધુ છે. આરોગ્ય મંત્રીએ વહીવટી અધિકારીઓને જ્યાં વધુ ભીડ હોય તેવા વિસ્તારો પર ધ્યાન કેન્દ્રિત કરવા જણાવ્યું હતું.

મોદીએ WHOના પ્રમુખ સાથે વાત કરી
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)ના પ્રમુખ ટી.એ. ગેબ્રેઇઝ સાથે વાત કરી. તેમાં વૈશ્વિક લેવલે કોવિડ-19 સામે જંગ લડવા પર સહમતિ થઇ. પીએમઓ દ્વારા જારી કરાયેલા નિવેદનના અનુસાર વડા પ્રધાન મોદીએ WHOની કામગીરીની પ્રશંસા કરી હતી. મોદીએ WHOના પ્રમુખને કહ્યું હતું કે કોરોનામાં વચ્ચે અન્ય બીમારીઓ પરથી ધ્યાન હટાવવું ન જોઈએ. તેમની સામેની જંગને પણ ચાલુ રાખવી પડશે.

દેશનાં ઘણાં રાજ્યોમાં ફરી એકવાર કોરોના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. દેશનાં સૌથી વધુ સંક્રમણ 15 શહેરમાં કુલ સક્રિય કેસના 36.82% દર્દીઓ છે. આમાં દિલ્હી સાથી આગળ છે. અહીં 44 હજાર 329 સક્રિય કેસ છે. બીજા સ્થાને બેંગલુરુ અર્બન છે. અહીં 17 હજાર 769 દર્દી સારવાર લઈ રહ્યા છે. પુણે ત્રીજા નંબરે છે, થાણે ચોથા સ્થાને છે અને ત્યાર બાદ મુંબઈ પાંચમા ક્રમે છે. સમગ્ર દેશમાં 4 લાખ 80 હજાર 590 સક્રિય કેસ છે.

આ 15 શહેરમાં સૌથી વધુ દર્દીઓ

શહેર

એક્ટિવ કેસ

દિલ્હી

44,329

બેંગલુરુ (કર્ણાટક)

17,769

પુણે (મહારાષ્ટ્ર)

15,904

થાણે (મહારાષ્ટ્ર)

13,902

મુંબઈ (મહારાષ્ટ્ર)

13,866

અર્નાકુલમ(કેરળ)

9,898

ત્રિશૂર (કેરળ )

8,671

આલપ્પુડા (કેરળ)

8,256

કોઝિકોડ (કેરળ)

8,133

રાયપુર (છત્તીસગઢ)

7,636

કોલકોતા(પશ્ચિમ બંગાળ)

7,524

નોર્થ 24 પરગના(પશ્ચિમ બંગાળ)

7,397

તિરુવનંતપુરમ (કેરળ)

6,892

મલપ્પુરમ (કેરળ)

6,806

પલ્લકડ (કેરળ)

6,739

અત્યારસુધીમાં 86.84 લાખ કેસ
દેશમાં અત્યારસુધીમાં 86 લાખ 84 હજાર 39 લોકો સંક્રમણની ઝપેટમાં આવી ચૂક્યા છે. એમાંથી 4 લાખ 89 હજાર 428 દર્દીની સારવાર ચાલી રહી છે, જ્યારે 80 લાખ 64 હજાર 548 લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 1 લાખ 28 હજાર 164 લોકોએ કોરોનાને કારણે જીવ ગુમાવ્યા છે.

કોરોનાં અપડેટ્સ

  • દિલ્હી હાઇકોર્ટે કેજરીવાલ સરકારને લોકોની ભીડ અને પરિવહન સંબંધિત પ્રતિબંધો પર ઢીલ આપવા બદલ ઠપકો આપ્યો છે. કોર્ટે કહ્યું- દિલ્હીમાં સંક્રમણની ગતિ બેકાબૂ બની રહી છે. શું સરકાર પાસે તેની સામેની લડાઈ માટેની કોઈ રણનીતિ છે કે નહીં? કોર્ટે છેલ્લાં બે અઠવાડિયાંમાં સરકાર તરફથી કોરોના અટકાવવા માટેનાં જે પગલાં લીધાં હોય તેને લઈને સ્ટેટસ રિપોર્ટ માગ્યો હતો.
  • હાઈકોર્ટે બુધવારે કહ્યું હતું કે રાજધાનીમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. સીરો સર્વેનાં પરિણામ જણાવે છે કે દર ચોથી વ્યક્તિને સંક્રમણ લાગ્યું છે. દિલ્હી સંક્રમણના મામલે કેરળ અને મહારાષ્ટ્રને પણ પાછળ છોડી રહ્યું છે. બીજાં રાજ્યો પ્રતિબંધો વધારી રહ્યા છે, પણ દિલ્હી સરકાર નિયમોમાં ઢીલ આપી રહી છે.
  • ગુજરાત સરકારે રાજ્યમાં 23 નવેમ્બરથી શાળા-કોલેજો ખોલવાનો નિર્ણય લીધો છે. રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્ર સિંહ ચૂડાસમાએ આ બાબતે જાહેરાત કરી હતી.
  • દેશમાં કોરોના ટેસ્ટિંગના આંકડા 12 કરોડને પાર થઈ ગયા છે. આમાંથી 7.10% લોકો સંક્રમણ મળ્યા છે. શરૂઆતના બે કરોડ ટેસ્ટિંગમાં વધુમાં વધુ 18.04 લાખ લોકોને સંક્રમણ લાગ્યું હતું. આ પછી 3થી 4 કરોડના ટેસ્ટિંગમાં 16.57 લાખ લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા. આ વખતે 11થી 12 કરોડ ટેસ્ટિંગ બાદ ઓછામાં ઓછા 8.33 લાખ લોકોને સંક્રમણ લાગ્યું છે.

પાંચ રાજ્યની સ્થિતિ

1. મધ્યપ્રદેશ
રાજ્યમાં બુધવારે 883 કોરોનાના નવા દર્દીઓ મળી આવ્યા હતા. 691 લોકો સાજા થયા હતા અને 13 લોકોનાં મોત નીપજ્યાં હતાં. અત્યારસુધી 1 લાખ 79 હજાર 951 લોકોને સંક્રમણ લાગ્યું છે. એમાંથી 8328 દર્દીની સારવાર ચાલી રહી છે, જ્યારે 1 લાખ 68 હજાર 568 લોકો સાજા થઈ ચૂક્યા છે. સંક્રમણને કારણે અત્યારસુધીમાં 3055 દર્દીનાં મોત નીપજ્યાં છે.

2. રાજસ્થાન
બુધવારે રાજ્યમાં 2080 લોકોને કોરોનાથી સંક્રમણ લાગ્યું હતું. આ સાથે હવે દર્દીઓની સંખ્યા વધીને 2 લાખ 17 હજાર 151 થઈ ગઈ છે. એમાં 16 હજાર 993 દર્દીની સારવાર ચાલુ છે, જ્યારે 1 લાખ 98 હજાર 139 લોકો સાજા થઈ ચૂક્યા છે. અત્યારસુધીમાં 2019 દર્દી મૃત્યુ પામ્યા છે.

3. બિહાર
છેલ્લા 24 કલાકમાં 702 લોકોને સંક્રમણ લાગ્યું છે. આ સાથે જ દર્દીઓની સંખ્યા 2 લાખ 24 હજાર 977 થઈ ગઈ છે. એમાંથી 6392 દર્દી સારવાર હેઠળ છે, જ્યારે 2 લાખ 17 હજાર 422 લોકો સાજા થઈ ચૂક્યા છે, 1162 લોકોનાં મૃત્યુ થયાં છે.

4. મહારાષ્ટ્ર
રાજ્યમાં બુધવારે 4907 નવા કેસ સામે આવ્યા હતા. 9164 લોકો સાજા થયા હતા અને 125 લોકો મૃત્યુ પામ્યા હતા. અત્યારસુધીમાં રાજ્યમાં 17 લાખ 31 હજાર 833 લોકો સંક્રમણની ઝપેટમાં લાગ્યા છે, જેમાંથી 88 હજાર 70 દર્દી સારવાર હેઠળ છે, જયારે 15 લાખ 255 લોકો સાજા થઈ ચૂક્યા છે. 45 હજાર 560 લોકોનાં મૃત્યુ થયાં છે.

5. ઉત્તરપ્રદેશ
રાજ્યમાં બુધવારે છેલ્લા 24 કલાકમાં 1824 લોકોને સંક્રમણ લાગ્યું છે. 2112 લોકો સાજા થયા છે અને 20 લોકોનાં મૃત્યુ થયાં છે. અત્યારસુધીમાં 5 લાખ 159 લોકો સંક્રમણની ઝપેટમાં આવી ચૂક્યા છે. એમાં 22 હજાર 562 દર્દી સારવાર હેઠળ છે. અત્યારસુધીમાં 4 લાખ 73 હજાર 316 લોકો સાજા થયા છે, જ્યારે 7281 લોકોનાં મૃત્યુ થયાં છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

    વધુ વાંચો