• Gujarati News
  • National
  • Dr. Ashok Panagariya Health Update| The Infection Spread To The Lungs And Was Moved To A Ventilator. Under The Monitoring Of A Team Of Specialist Doctors

રાજસ્થાનના સૌથી મોટા ડોક્ટરની હાલત નાજુક:ફેફસાં સુધી સંક્રમણ પ્રસરી જતા વેન્ટિલેટર પર છે ડૉ. અશોક પાનગડિયા, વેક્સિનનો બીજો ડોઝ લીધા પછી તબિયત લથડી

8 મહિનો પહેલા
  • કૉપી લિંક
પૂર્વ પ્રમુખ અને વૈજ્ઞાનિક સ્વ. ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ આઝાદ તરફથી એવોર્ડ મેળવતા ડૉ. અશોક પાનગડિયાની તસવીર - Divya Bhaskar
પૂર્વ પ્રમુખ અને વૈજ્ઞાનિક સ્વ. ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ આઝાદ તરફથી એવોર્ડ મેળવતા ડૉ. અશોક પાનગડિયાની તસવીર
  • અત્યારે તેઓને જયપુરની EHCC હોસ્પિટલમાં શિફ્ટ કરાયા છે
  • 25 એપ્રિલે RUHSમાં દાખલ થયા હતા, ત્યારે CT સ્કોર 17 આવ્યો હતો

દેશ-વિદેશના પ્રસિદ્ધ ન્યૂરોલૉજિસ્ટ અને પજ્ઞશ્રી ડૉ. અશોક પાનગડિયાની હાલત અત્યારે ગંભીર છે. ગુરૂવારના રોજ કેટલાક અસામાજિક તત્વોએ તેમના મૃત્યુના સમાચાર વાઇરલ કર્યા હતા. ભાજપના પ્રદેશાધ્યક્ષ ડૉ. સતીશ પૂનિયા, વિધાનસભા અધ્યક્ષ સીપી જોશીના નામથી ચાલતા સોશિયલ મીડિયામાંથી પણ આમને શ્રદ્ધાંજલિ આપતા મેસેજ વાઇરલ થયા હતા. જોકે આ મેસેજને ડિલિટ પણ કરાયા હતા.

દેશ-વિદેશના નિષ્ણાંત ડૉકટરોની ટીમ એમની સારવારમાં લાગી
પનગડિયાના સ્વાસ્થ્ય અંગે સૂત્રોએ જણાવ્યું હતું કે વાયરસનું સંક્રમણ એમના ફેફસાં સુધી પહોંચી ગયું છે. જેના કારણે તેઓને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. આ તમામ ઘટનાને પગલે તેમના અંગત અને ખાસ લોકોએ ડૉ. અશોકના સ્વાસ્થ્ય અંગે પ્રાર્થનાઓ કરવાનું શરૂ કર્યું હતું. વળીં દેશ-વિદેશના નિષ્ણાંત ડૉકટરોની ટીમ પણ એમની સારવાર કરી રહી છે, જેમાં નેફ્રોલૉજિસ્ટ, પલ્મનોલૉજિસ્ટ, ફિઝીશિયનનો પણ સમાવેશ થાય છે. રાજસ્થાનના મુખ્યમંત્રી ઓશોક ગેહલોત પણ એમની તબિયત અંગે સતત અપડેટ લેતા રહે છે.

25 એપ્રિલે RUHSમાં દાખલ થયા હતા, ત્યારે CT સ્કોર 17 આવ્યો હતો
સૂત્રોના જણાવ્યા પ્રમાણે 24 એપ્રિલના રોજ એમનામાં કોવિડના લક્ષણ સામે આવ્યા હતા, જેથી સ્થાનિક લેબમાં જઇને તેઓએ HRCT ટેસ્ટ કરાવ્યો હતો. સીટી સ્કેનમાં એમના રિપોર્ટનો સ્કોર 17 આવતા તેઓ 25 એપ્રિલના રોજ RUHSમાં દાખલ થયા હતા. ત્યાં એમના સ્વાસ્થ્યમાં સુધારો ન આવતા તેઓને જયપુરની EHCC હોસ્પિટલમાં શિફ્ટ કરાયા હતા.

વેક્સિનનો બીજી ડોઝ લીધા પછી તબિયત બગડી
પાનગડિયાના નજીકના સંબંધીઓ અને મિત્રોના જણાવ્યા પ્રમાણે તેઓએ 10-12 દિવસ પહેલા કોવિશીલ્ડ વેક્સિનનો બીજો ડોઝ લીધો હતો. વેક્સિન લીધા પછી તેમનામાં કોરોનાનાં લક્ષણો જણાયા અને ટેસ્ટ કરાવતા પોઝિટિવ આવ્યા હતા. તેઓ છેલ્લા 1 વર્ષથી ઘરની બહાર નીકળી રહ્યા નથી, 2020માં તેમના પુત્રના લગ્નમાં પણ એમને ફક્ત 15 લોકોને આમંત્રણ આપ્યું હતું. તેઓએ છેલ્લા 1 વર્ષથી કે જ્યારથી કોરોના મહામારી પ્રવેશી છે ત્યારથી ઓનલાઇન જ દર્દીઓને ચકાસવાનું શરૂ રાખ્યું હતું.

તેમના પિતા સ્વ. બાલૂરામ પાનગડિયાની યાદમાં એક પુસ્તકાલય પણ છે.
તેમના પિતા સ્વ. બાલૂરામ પાનગડિયાની યાદમાં એક પુસ્તકાલય પણ છે.

2014માં પજ્ઞશ્રી અને 2002માં ડૉ.બીસી રૉય એવોર્ડ મળ્યો હતો
ન્યૂરોલૉજિસ્ટ ડૉ.પાનગડિયાને 1992માં રાજસ્થાન સરકાર તરફથી મેરિટ ઓવોર્ડ પ્રાપ્ત થયો હતો. તેઓ SMSમાં ન્યૂરોલોજી વિભાગના અધ્યક્ષ પણ રહ્યા હતા. 2006થી 2010 સુધી તેઓ પ્રિન્સિપાલ રહ્યા હતા. 2002માં તેઓેને મેડિકસ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાએ ડૉ.બીસી રોય એવોર્ડ આપ્યો હતો. 2014માં તેઓ પજ્ઞશ્રીથી સમ્માનિત કરાયા હતા. તેમના 90થી વધુ પેપર જર્નલમાં છપાઇ ચૂક્યા છે. તેઓની મેડિકલ અને સોશિયલ સહભાગિતાના પરિણામે અશોકને યૂનેસ્કો એવોર્ડ પણ મળ્યો હતો. તેઓએ ઘણા લાઇફ ટાઇમ એચિવમેન્ટ એવોર્ડ પણ પ્રાપ્ત કર્યા છે.

ગામમાં ચિંતાનું મોજુ, પિતાના નામથી પુસ્તકાલય પણ છે
ડૉય પાનગડિયા મૂળ રૂપથી ભીલવાડાની નજીક આવેલા સુવાણા કસ્બાના રહેવાસી છે. તેઓના આજે પણ પૈતૃક ગામમાં ઘરો આવેલા છે. તેમના પિતા સ્વ. બાલૂરામ પાનગડિયાની યાદમાં એક પુસ્તકાલય પણ છે. તેઓના ભાઈ અર્થશાસ્ત્રી પ્રોફેસર અરવિંદ પાનગડિયા સહિત સમગ્ર પરિવારની બાલાજી મંદિરમાં અતૂટ શ્રદ્ધા છે. ગામના લોકોએ જણાવ્યું હતું કે આ લોકો જ્યારે પણ સુવાણા આવે છે, ત્યારે બાલાજીના મંદિરમાં અવશ્ય દર્શન કરે છે. જોકે છેલ્લા કેટલાક વર્ષથી તેઓ ગામમાં ઓછુ આવતા હતા, પરંતુ ફોન પર સંપર્ક સતત ચાલુ રહેતો હતો.

અન્ય સમાચારો પણ છે...