બિહારના મધેપુરામાંથી એક બિહામણી તસવીર સામે આવી છે. અહીં એક મહિલાને જાહેરમાં ઢોરમાર માર્યો એટલું જ નહીં તેનું ચીરહરણ પણ કરવામાં આવ્યું. આ તાલિબાની હરકત આખા ગામની સામે પંચાયતના આદેશ પર કરવામાં આવ્યા. પંચાયતે પીડિતાના ચારિત્ર્ય પર શંકા કરીને તેને અર્ધનગ્ન કરી ગરમ વાંસથી મારવાની સજા સંભળાવી હતી.મહિલાનો ગુનો એ હતો કે તેણે દુષ્કર્મનો પ્રયાસ કરનારા કેટલાક લોકોનો વિરોધ કર્યો હતો.
પંચના આવા ફરમાન બાદ સભામાં પહેલા એક ભઠ્ઠો તૈયાર કરવામાં આવ્યો, તેમાં એક વાંસનો દંડો ગરમ કરવામાં આવ્યો. પછી મહિલાએ અર્ધનગ્ન કરીને ગરમ કરાયેલા તે દંડાથી તેને ઢોરમાર માર્યો અને જ્યાં સુધી તે બેભાન ન થઈ ગઈ ત્યાં સુધી તેને માર મારવામાં આવ્યો. આ ઘટના 19 માર્ચની છે, પરંતુ તેનો વીડિયો હાલ સામે આવ્યો છે. જે બાદ પોલીસે મામલાની તપાસ કરીને દોષિતો વિરૂદ્ધ કાર્યવાહી કરવાની વાત કરી છે.
પીડિતાને માર મારી તેની સાડી પણ ખેંચી
મળતી માહિતી મુજબ સદર પોલીસ સ્ટેશનના રાજપુર ગામમાં કેટલાંક લોકોએ કથિત રીતે મહિલાને ખેતરમાં કોઈ અજાણ્યા પુરુષ સાથે જોઈ હતી. ત્યારે તેને ત્યાં માર માર્યો, જે બાદ પંચાયત બોલાવી. પંચાયતમાં પંચના આદેશ પછી ત્યાં હાજર લોકોએ પીડિતાની સાડી ખેંચી. પછી તેને જોરદાર ફટકારી. મારપીટ પછી તેને ડરાવવામાં પણ આવી. ડરના કારણે પીડિતાએ પોલીસને આ ઘટના અંગે કંઈ જણાવ્યું ન હતું.
આ વચ્ચે કેટલાંક લોકો બચાવવા પણ આવ્યા અને મહિલાને હોસ્પિટલ લઈ ગયા, પરંતુ તે દિવસની ઘટનાની જાણકારી પોલીસને આપવામાં ન આવી. જ્યારે મહિલાની સાથે બુધવારે રાત્રે કેટલાંક લોકોએ રેપ કરવાનો પ્રયાસ કર્યો ત્યારે તે ભાગીને ફરી હોસ્પિટલ પહોંચી અને ડોકટર્સને સમગ્ર હકિકત જણાવી. જે બાદ સ્ટાફે ફોન કરીને પોલીસને સમગ્ર ઘટનાની જાણકારી આપી.
શૌચ માટે ખેતરમાં ગઈ હતી મહિલા
પીડિતાએ જણાવ્યું કે, 'રાત્રે લગભગ 10 વાગ્યે શૌચ માટે ઘરની પાસે આવેલા મકાઈના ખેતરમાં ગઈ હતી. આ દરમિયાન ગામના શંકર દાસ, પ્રદીપ દાસ અને અભય દાસે પકડી લીધી અને કહ્યું, મકાઈના ખેતરમાં તારી સાથે કોણ હતું? મેં જણાવ્યું કે કોઈ નહીં, તો તેઓ મને માર મારવા લાગ્યા. જે બાદ મારી સાથે દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો અને મારા શરીર પરથી ચાદર લઈને જમીન પર પાથરી દીધી. સાથે જ તેનો વીડિયો પણ બનાવી લીધો. એટલું જ નહીં મારા ઘરેણાં પણ ઝુંટવી લીધા. આ લોકો સાથે પહેલા પણ વિવાદ થયો હતો.'
પંચાયતના તાલિબાન ફરમાન બાદ મહિલાને ઢોરમાર મારવામાં આવ્યો જેનો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ અંગે SP રાજેશ કુમારે જણાવ્યું કે પોલીસ તપાસ કરી રહી છે. કોઈ પણ દોષિતોને છોડવામાં નહીં આવે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.