• Gujarati News
  • National
  • Don't Mistake The Third Wave Or Omicron For Normal, Second Wave Can Be Dangerous If Not Vaccinated Enough.

કોરોનાને લઈને મહારાષ્ટ્રના સચિવનો પત્ર:ત્રીજી લહેર કે ઓમિક્રોનને સામાન્ય ગણવાની ભૂલ ન કરો, પૂરતા પ્રમાણમાં વેક્સિનેશન ન થયું તો સેકન્ડ વેવથી પણ ખતરનાક બની શકે છે

મુંબઈ5 મહિનો પહેલા

ભારતમાં કોરોનાની ત્રીજી લહેર આવી ગઈ છે અને એમાં પણ મહારાષ્ટ્રમાં જે રીતે કોરોનાના કેસ વધી રહ્યા છે એ ચિંતાનો વિષય છે. એવી શક્યતા જોવામાં આવી રહી છે કે આ લહેરમાં દર્દીઓની સંખ્યા લાખોમાં આવી શકે છે. એવામાં મહારાષ્ટ્ર સરકારે કડક અમલવારીને લઈને ખાસ ગાઇડલાઈન્સ જાહેર કરી છે. મહારાષ્ટ્ર પબ્લિક હેલ્થ ડિપાર્ટમેન્ટના એડિશનલ ચીફ સેક્રેટરી ડૉ.પ્રદીપ વ્યાસે અધિકારીઓને એક પત્ર લખ્યો છે. વ્યાસે આ પત્રમાં જે કંઈ લખ્યું છે અમે એને યથાવત્ રાખ્યો છે, કેમ કે અમને લાગે છે કે આ તમારા માટે ઘણું જ જરૂરી છે. ભલે જ પછી તમે મહારાષ્ટ્રના હોવ કે દેશના કોઈપણ રાજ્યના.

જાન્યુઆરીના ત્રીજા સપ્તાહમાં હશે 2 લાખ એક્ટિવ પેશન્ટ
ડૉ. વ્યાસે લખ્યું છે કે 'તમે બધાં રાજ્યમાં કોવિડ પોઝિટિવની વધતી સંખ્યાને લઈને માહિતગાર હશો. જે રીતે આ નવા કેસ વધી રહ્યા છે ત્યારે હાલના ટ્રેન્ડ પર એવી શક્યતા જોવામાં આવી રહી છે કે જાન્યુઆરી 2022ના ત્રીજા સપ્તાહ સુધીમાં લગભગ 2 લાખ એક્ટિવ પેશન્ટ હશે, જેમાંથી હોસ્પિટલમાં એડમિટ થનારાઓ અને સંક્રમણ રોકવા માટે અલગથી દિશા નિર્દેશ જાહેર કરવામાં આવશે.'

હાલ સંક્રમિતોમાં 70% ડેલ્ટા વેરિટન્યવાળા
તેમણે વધુમાં લખ્યું છે કે 'હું તમને વિનંતી કરું છું કે સોશિયલ મીડિયા/પ્રિન્ટ/ઈલેક્ટ્રોનિક મીડિયા રિપોર્ટના આધારે નિશ્ચિંત ન બનો, જેમાં એવું જણાવવામાં આવે છે કે ઓમિક્રોન એક સામાન્ય વેરિયન્ટ છે. આપણે તર્કસંગત અને વૈજ્ઞાનિક રીતે વિચારવાની જરૂરિયાત છે. જોકે હજુ સુધીના જીનોમ સિક્વન્સિંગનાં રિઝલ્ટ એવું દર્શાવે છે કે હાલના સમયમાં સંક્રમિત થયેલા 70% લોકોમાં ડેલ્ટા વેરિયન્ટ જ છે. આ આંકડા દરેક જિલ્લામાં અલગ અલગ છે.'

ડૉ. પ્રદીપ વ્યાસનો પત્ર, જેમાં તેમને ત્રીજી લહેરના ખતરાંને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્ર રાજ્યના અધિકારીઓ અને કર્મચારીઓને સાવધાન રાખવાનું કહ્યું છે.
ડૉ. પ્રદીપ વ્યાસનો પત્ર, જેમાં તેમને ત્રીજી લહેરના ખતરાંને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્ર રાજ્યના અધિકારીઓ અને કર્મચારીઓને સાવધાન રાખવાનું કહ્યું છે.

મોટા દેશોની તુલનાએ આ આંકડો ઓછો
ડૉ. વ્યાસે લખ્યું છે કે 'અમેરિકા, યુરોપ અને દક્ષિણ આફ્રિકામાં કોવિડના કેસ જે ઝડપે વધ્યાં છે તેની તુલનાએ હોસ્પિટલમાં દાખલ થનારાઓની સંખ્યા અહીં ઓછી છે. આ મુદ્દે વૈજ્ઞાનિકોની જુદી જુદી પ્રતિક્રિયા છે. કેટલાક આ બાબત પાછળ ઓમિક્રોનના સ્વરૂપને કારણ ગણાવે છે કે પછી વેક્સિનેશનનું કારણ આપી રહ્યા છે, જે પહેલી અને બીજી લહેરમાં આટલું વ્યાપક ન હતું.

અભ્યાસ એ વાત દર્શાવે છે કે વેક્સિન નહીં લેનારાઓ માટે કોવિડની હાલ લહેર ઘણી જ ખતરનાક છે. આ ધ્યાનમાં મૂકવાની વાત છે કે હાલના સમયમાં અમેરિકામાં સૌથી વધુ બાળકો સંક્રમિત થયાં છે અને હોસ્પિટલમાં એડમિટ થઈ રહ્યા છે. આ તે વર્ગ છે જેમને વેક્સિનથી સુરક્ષિત નથી કરવામાં આવ્યાં. વર્તમાન લહેરમાં જેમણે વેક્સિન નથી લીધી તેઓ હાઈરિસ્ક પર છે.'

વેક્સિનેશનમાં ઝડપ લાવો અને લોકોના જીવ બચાવો
તેમણે અધિકારીઓને કહ્યું હતું કે 'ત્રીજી લહેરમાં કોવિડ સંક્રમિતોની સંખ્યા ઘણી વધી શકે છે. જો ત્રીજી લહેરમાં 80 લાખ લોકો સંક્રમિત થશે અને મોતનો આંકડો 1% પણ રહેશે તો આ દરમિયાન રાજ્યમાં 80 હજાર લોકોના જીવ જઈ શકે છે. તેથી એવું ન વિચારો કે કોરોનાની ત્રીજી લહેર કે ઓમિક્રોન ઘાતક નથી. આ તેમના માટે વધુ ખતરનાક છે, જેમણે વેક્સિનના બંને ડોઝ નથી લીધા, તેથી વેક્સિનેશનમાં ઝડપ લાવો અને લોકોના જીવ બચાવો.'

મહારાષ્ટ્રમાં 24 કલાકમાં 11 હજારથી વધુ સંક્રમિત મળ્યા
મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના કુલ 11,877 નવા કેસ નોંધાયા છે. શનિવારની તુલનાને કેસની સંખ્યામાં 29 ટકાનો વધારો થયો છે. સંક્રમણના સૌથી વધુ કેસ મુંબઈમાં જોવા મળ્યા છે. અહીં કુલ 8,063 લોકો કોરોના સંક્રમિત મળી આવ્યા છે. કોરોના સંક્રમણના મહારાષ્ટ્રમાં 9 લોકોનાં મોત થયાં છે. રાજ્યમાં ઓમિક્રોનના પણ 50 નવા કેસની પુષ્ટિ થઈ છે, જેમાંથી વધુ કેસ પુણેમાં સામે આવ્યા છે. રાજ્યમાં કુલ 42,024 એક્ટિવ કેસ છે.

અન્ય સમાચારો પણ છે...