તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Business
  • Don't Let The Third Generation Ruin The Business, So We Decided To Give A Good Education And Get The Opportunity Only With Ability: Munjal

ભાસ્કર ઈન્ટરવ્યૂ:ત્રીજી પેઢી બિઝનેસ બરબાદ ના કરે, એટલે અમે નક્કી કર્યું કે શિક્ષણ સારું આપીશું અને કાબેલિયતથી જ તક મળે: મુંજાલ

ભોપાલ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હીરો જૂથના વડા સુનીલકાંત મુંજાલ પાસેથી જાણો ઔદ્યોગિક ચમત્કારની કહાની
  • ફેમિલી બિઝનેસમાં માલિક અને મેનેજમેન્ટ વચ્ચેની દરેક દીવાલ હટી જાય છે
  • સુનીલકાંતના પુસ્તકમાં પરિવાર અને વેપારના કિસ્સા

ટુ વ્હિલર શ્રેણીમાં હીરો દુનિયાની સૌથી મોટી કંપની છે. તેનો ઈન્સ્યોરન્સ ડિસ્ટ્રિબ્યુશન બિઝનેસ પણ દેશમાં સૌથી મોટો છે. આ કંપનીના ચેરમેન સુનીલકાંત મુંજાલે પરિવાર અને બિઝનેસની કહાનીઓ પર એક પુસ્તક લખ્યું છે. નામ છે, ‘હીરો કી કહાની: ચાર ભાઈનો ઔદ્યોગિક ચમત્કાર’. તેઓ કહે છે કે, આ બિઝનેસ બુક નહીં પણ લાઈફ સ્ટોરી છે. કંપનીને હીરો નામ આપવાથી લઈને હોકી વર્લ્ડ કપ જીતનારા ખેલાડીઓને સાયકલ ભેટ આપવાની અને ત્રીજી પેઢી પછી પણ બિઝનેસ જાળવી રાખવાના કિસ્સા અંગે તેમણે ઉપમિતા વાજપેયી સાથે વાત કરી. તેના મુખ્ય અંશ.

  • તમારા પુસ્તકનું નામ છે, ‘ચાર ભાઈનો ઔદ્યોગિક ચમત્કાર’. ‘ચમત્કાર’ શબ્દ કેમ?

ચમત્કાર એટલા માટે કે અમે જે ‘મોડર્ન મેનેજમેન્ટ પ્રેક્ટિસ’ કરીએ છીએ, તે આ ચાર ભાઈએ આ કંપનીમાં 60 વર્ષ પહેલાં શરૂ કરી હતી. ત્યારે બિઝનેસ એડવાઈઝર અને કન્સલ્ટન્ટ ન હતા. કોઈ ભાઈ પણ આવી યુનિવર્સિટી કે કોલેજ નહોતા ગયા, પરંતુ જે રીતે આ બિઝનેસ કરાયો, તે એક ચમત્કાર જ હતો.

  • હીરો ફેમિલી બિઝનેસ તરીકે જાણીતું છે, તેના પડકારો અને લાભ શું છે?

દરેક ફેમિલી બિઝનેસની મુશ્કેલીઓ હોય છે, પરંતુ સૌથી મોટો ફાયદો એ છે કે તમે નિર્ણય પેઢીના સ્તરે કરી શકો છે. દરેક ક્વાર્ટરમાં કોઈએ રિપોર્ટ નથી આપવાનો હોતો. માલિકો અને મેનેજમેન્ટ વચ્ચે જે દીવાલ છે, તે હટી જાય છે. બાદમાં પરિવાર ઈચ્છે છે કે જો મારા નામ પાછળ આ નામ લાગ્યું છે તો હું કંપનીનો મેનેજર બનીશ જ. ત્યારે કદાચ તમે સારા ટેલેન્ટને બદલે ફેમિલી કે ઘરના છોકરાને તેમાં લગાવી દો છો. તેનાથી બિઝનેસને નુકસાન થાય છે.

  • રિસર્ચ કહે છે કે, 94% ફેમિલી બિઝનેસ ત્રીજી પેઢી પછી નથી ચાલતા.

સાચી વાત છે. સામાન્ય રીતે પહેલી પેઢી બિઝનેસ તૈયાર કરે છે. બીજી તેને એક ચોક્કસ મુકામ પર પહોંચાડે છે અને ત્રીજી પેઢી મોટા ભાગે તે બરબાદ કરી નાંખે છે. અમારા ફેમિલીનો પ્રયાસ હતો કે, અમે બાળકોને સારું શિક્ષણ અપાવીએ. સારી તાલીમ આપીએ અને પછી તેમને તક આપીએ. મારા પછી આવનારી પેઢીમાં અમે તેમને પોતાની મરજી પ્રમાણે કામ કરવાની છૂટ આપી. અમે તેમને એમ પણ કહ્યું કે બિઝનેસમાં આવવા ઈચ્છતા હોવ તો કાબેલિયત સાબિત કરવી પડશે. અભ્યાસ પૂરો કરીને બીજી કંપનીમાં જઈને કામ કરવું પડશે. પછી જો તેઓ કંપની જોઈન કરવા ઈચ્છે, તો તેમણે નીચેના સ્તરેથી કામ શરૂ કરવું પડશે. તેથી તેઓ પર્ફોર્મન્સ થકી આગળ વધી શકે. નહીં ફક્ત પોતાના પરિવારની મદદથી. જે લોકોએ આ રીતે ટ્રેનિંગ લીધી, તેમનામાં કાબેલિયત સ્પષ્ટ દેખાય છે.

  • ભારતીય ટીમ હોકી વર્લ્ક કપ જીતીને આવી, તો તેમને સાયકલ ગિફ્ટ કરાઈ. તેની શું કહાની છે?

એ વખતે જે ખેલાડીઓ જીતીને આવ્યા હતા, તેમની પાસે પોતાની સાયકલ પણ ન હતી. ત્યારે આજ જેવું કલ્ચર ન હતું. તેથી અમે તેમને સાઈકલ આપી. અમારી બ્રાન્ડ વેલ્યૂ એટલે વધી કારણ કે, અમે સ્પોર્ટ્સ કલ્ચરને કોર વેલ્યૂમાં સામેલ કરી છે.

  • સાયકલનો જમાનો હતો ત્યારે નં.1 અને પછી મોટરસાયકલમાં પણ. એ કેવી રીતે થયું?

એ વખતે 128 કંપનીને સરકારે સાયકલ બનાવવાનું લાયસન્સ આપ્યું હતું. પિતાજીએ લાયસન્સ પાછું આપી દીધું. તેમણે સરકારને કહ્યું કે, અમારે બિઝનેસ કરવો છે, પરંતુ પ્રતિબંધો સાથે નહીં. પછી અમને કોઈ પ્રતિબંધો વિનાનું લાયસન્સ મળી ગયું. પછી અમે વાર્ષિક મીટિંગોમાં નક્કી કરતા કે, આ વર્ષે આપણે કેટલું આગળ વધવાનું છે.

અન્ય સમાચારો પણ છે...