તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ચૂંટણી:15 ઓક્ટોબરની બીજી પ્રેસિડેન્શિયલ ડિબેટ રદ, ટ્રમ્પ-બાઈડન વચ્ચેની ટક્કર બાદ સીપીડીનો નિર્ણય

વોશિંગ્ટન17 દિવસ પહેલા
  • ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમને પડકારી રહેલા ડેમોક્રેટ પાર્ટીના જો બાઈડન વચ્ચે બીજી ડિબેટ 15 ઓક્ટોબરે મિયામીમાં યોજાવાની હતી
  • ડોનાલ્ડ ટ્રમ્પે વર્ચ્યુઅલ ડિબેટ માટે ઈનકાર કર્યો હતો
આ તસવીર 29 સપ્ટેમ્બરે યોજાયેલી પ્રથમ પ્રેસિડેન્શિયલ ડિબેટની છે. તેમાં ટ્રમ્પ અને બાઈડન આમનેસામને હતા, બીજી ચર્ચા 15 ઓક્ટોબરે મિયામીમાં થવાની હતી. તેને રદ કરી દેવાઈ છે. ત્રીજી અને અંતિમ ડિબેટ 22 ઓક્ટોબરે થવાની છે. તેના પર નિર્ણય થયો નથી.
આ તસવીર 29 સપ્ટેમ્બરે યોજાયેલી પ્રથમ પ્રેસિડેન્શિયલ ડિબેટની છે. તેમાં ટ્રમ્પ અને બાઈડન આમનેસામને હતા, બીજી ચર્ચા 15 ઓક્ટોબરે મિયામીમાં થવાની હતી. તેને રદ કરી દેવાઈ છે. ત્રીજી અને અંતિમ ડિબેટ 22 ઓક્ટોબરે થવાની છે. તેના પર નિર્ણય થયો નથી.

અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી અગાઉ યોજાનાર ત્રણ પ્રેસિડેન્શિયલ ડિબેટ્સમાંથી બીજી રદ કરી દેવાઈ છે. શનિવારે કમિશન ઓફ ડિબેટ (સીપીડી)એ આ વાતને સમર્થન આપ્યું છે. બીજી ડિબેટ 15 ઓક્ટોબરે મિયામીમાં થવાની હતી. ત્રીજી અને અંતિમ ચર્ચા 22 ઓક્ટોબરે થવાની છે. આના અંગે હાલ નિર્ણય આવ્યો નથી. પ્રથમ ડિબેટ 29 સપ્ટેમ્બરે થઈ ચૂકી છે. ગત શુક્રવારે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને કોરોના પોઝિટિવ આવ્યો હતો. ત્રણ દિવસ તેઓ મેરિલેન્ડની મિલિટરી હોસ્પિટલમાં રહ્યા હતા. સોમવારે વ્હાઈટ હાઉસ પરત આવ્યા અને પોતે ફિટ હોવાનું કહ્યું હતું.

ટક્કર ટાળવાની કોશિશ

સીપીડીએ બીજી ડિબેટ વર્ચ્યુઅલી કરાવવાનો પ્રસ્તાવ આપ્યો હતો. ટ્રમ્પે તેનો સ્પષ્ટ રીતે વિરોધ કરીને કહ્યું હતું - આ માત્ર સમયની બરબાદી હશે. બીજી તરફ, ડેમોક્રેટ પાર્ટીની તરફથી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જો બાઈડને કહ્યું હતું - પ્રથમ એ વાતને સમર્થન મળવું જોઈએ કે ટ્રમ્પ કોરોના નેગેટિવ થયા છે. ટક્કરને જોઈને સીપીડીએ ડિબેટ જ રદ કરી નાખી.

સીપીડીએ શું કહ્યું?

સીપીડી જ પ્રેસિડેન્શિયલ અને વાઈસ પ્રેસિડેન્શિયલ ડિબેટ યોજે છે. મુદ્દાઓ અને સ્થાનો પણ એ જ નક્કી કરે છે. પરંતુ, ટ્રમ્પ અને બાઈડન વચ્ચેની ટક્કર જોઈને તેણે બીજી ચર્ચાને રદ કરવાનો નિર્ણય લીધો. સીપીડીએ એક નિવેદનમાં કહ્યું હતું - હવે એ નક્કી થઈ ગયું છે કે 15 ઓક્ટોબરે મિયામીમાં યોજાનાર બીજી પ્રેસિડેન્શિયલ ડિબેટ નહીં થાય. અમારી કોશિશ છે કે 22 ઓક્ટોબરે યોજાનારી ત્રીજી અને અંતિમ ચર્ચાની સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવે.

ટ્રમ્પ વિરુદ્ધ બાઈડનઃ ચર્ચામાં તકલીફ શું હતી

સોમવારે હોસ્પિટલેથી પરત આવ્યા પછી રાષ્ટ્રપતિ ટ્રમ્પે સ્પષ્ટ કર્યુ હતું કે તેઓ બીજી ડિબેટ માટે બિલકુલ તૈયાર છે પરંતુ જ્યારે સીપીડીએ બાઈડેનની માગણી પર તેને વર્ચ્યુઅલ કરાવવાનો પ્રસ્તાવ રાખ્યો તો ટ્રમ્પે તેને સમયનો વેડફાટ ગણાવ્યો હતો. ટ્રમ્પ પછી બાઈડેનનું નિવેદન આવ્યું અને તેમણે કહ્યું - હું જાણતો નથી કે આખરે આપણા રાષ્ટ્રપતિ શું ઈચ્છે છે. તેમનું દિમાગ તો દર સેકન્ડે બદલી જાય છે. તેઓ ખૂબ બીનજવાબદારીભર્યું વર્તન કરે છે. હું માત્ર સીપીડીની વાત માનીશ.

જીતનો ભરોસો

બાઈડેને શુક્રવારે રાતે મીડિયા સાથે વાતચીત કરી હતી. તેમણે કહ્યું, ‘ડેમોક્રેટ્સ ખૂબ આસાનીથી મોટી જીત નોંધાવશે. પોઝિટિવ આવ્યા પછી ટ્રમ્પના વ્યવહારમાં મેં ઘણો બદલાવ અનુભવ્યો છે. તેઓ જેટલા દિવસ રાષ્ટ્રપતિ પદ પર રહેશે, એટલા દિવસ તેઓ એવું જ બીનજવાબદાર વર્તન કરતા રહેશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો