તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • International
 • Donald Trump Press Conference | US President Donald Trump Coronavirus White House News Conference Latest News Updates

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમેરિકા:વ્હાઈટ હાઉસમાં મહિલા પત્રકારના સવાલ પર ભડક્યા ટ્રમ્પ, કોરોના અંગે મીડિયા બ્રિફિંગ અચાનક ખતમ કરી

વોશિંગ્ટન10 મહિનો પહેલા
 • સીબીએસ ચેનલની રિપોર્ટરે ટ્રમ્પને પુછ્યું કે, તમે હંમેશા ટેસ્ટીંગ પર આટલું ધ્યાન કેમ આપો છો, અહીંયા દરરોજ લોકોના મોત થઈ રહ્યા છે
 • ટ્રમ્પે જવાબ આપ્યો કે, દુનિયામાં દરેક જગ્યાએ લોકોના મોત થઈ રહ્યા છે, આ સવાલ તમાકે ચીનને કરવો જોઈએ

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો કોરોના અંગે બ્રિફિંગ દરમિયાન બે મહિલા પત્રકાર સાથે વિવાદ થયો હતો. ત્યારબાદ તેમણે પ્રેસ કોન્ફરન્સ ઓચિંતી ખતમ કરી દીધી હતી. ન્યૂઝ વેબસાઈટ હિલના જણાવ્યા પ્રમાણે, ટ્રમ્પે કોરોના વાઈરસ અંગે પ્રતિક્રિયા માટે તેમના પ્રશાસનની પ્રશંસા કરતા લગભગ 40 મિનિટ સુધી રિપોર્ટર્સના સવાલના જવાબ આપ્યા હતા. 

રિપોર્ટરે પુછ્યું કે, ટેસ્ટિંગની વૈશ્વિક પ્રતિસ્પર્ધા શા માટે કરી રહ્યા છો 

ત્યાં જ સીબીએસની રિપોર્ટર વીજિયા જિયાંગ અને સીએનએનની કૈટલન કોલિંસ સાથે વિવાદ થઈ ગયો હતો. મૂળ ચીનની સીબીએસની પત્રકાર જિયાંગે તેમને પુછ્યું હતું કે તે હંમેશા એ વાત પર વધારે ભાર શા માટે આપે છે કે અમેરિકા અન્ય દેશો કરતા વધારે ટેસ્ટીંગ કરી રહ્યો છે. શું આ કહેવું જરૂરી છે? તેને વૈશ્વિક પ્રતિસ્પર્ધા શા માટે બનાવી રહ્યા છો, જ્યારે તેની સામે રોજ અમેરિકન નાગરિકો જીવ ગુમાવી રહ્યા છે. 

આ અંગે ટ્રમ્પે કહ્યું કે, દુનિયામાં દરેક જગ્યા લોકોના મોત થઈ  રહ્યા છે. આ સવાલ તમારે ચીનને કરવો જોઈએ, મને નહીં. જિયાંગે ટ્વીટર પર પોતાને ચીનમાં પેદા થયેલી વર્જિનીયાની નાગરિક ગણાવી હતી. ત્યારબાદ જિયાંગે કહ્યું કે, ખાસ કરીને તમે મને આવું કેમ કહી રહ્યા છો, અહીંયા જિયાંગ ચીનથી હતા એટલે આવું કહ્યું હતું. 

ટ્રમ્પે કહ્યું કે, આવા બેકાર સવાલ ચીનને પુછો 
ટ્રમ્પે કહ્યું કે, હું એ બધાને કહી રહ્યો છું, જે  આ પ્રકાપના બેકાર સવાલ પુછવા માંગે છે. ત્યારબાદ રાષ્ટ્રપતિએ તેમને નકારતા અન્ય રિપોર્ટરને સવાલ પુછવા માટે કહ્યું હતું. ત્યારબાદ જ્યારે વધુ એક સીએનએનની મહિલા રિપોર્ટરે તેમને સવાલ પુછવાનો પ્રયાસ કર્યો, ત્યારે વચ્ચે જ ટ્રમ્પે પ્રેસ કોન્ફરન્સ ખતમ કરી દીધી હતી.

ટ્વીટર પર #StandWithWeijiaJiang ટ્રેન્ડ થવા લાગ્યું છે

 • ત્યારબાદ ટ્વીટર પર #StandWithWeijiaJiang ટ્રેન્ડ થવા લાગ્યું છે. સ્ટાર ટ્રેક અભિનેતા અને એશિયન- અમેરિકન કાર્યકર્તા જ્યોર્જ તાકીએ પણ ટ્વીટ કર્યું- હું #StandWithWeijiaJiangની સાથે અને ટ્રમ્પની ટિપ્પણીના વિરોધમાં છું.
 • રિપોર્ટર અને સીએનએન રાજકીય વિશ્લેષક અપ્રેલ રેયાને ટ્વીટ કર્યું કે, આ ક્લબમાં સ્વાગત છે તેઓ બિમારી છે. આ તેમની આદત છે. ટ્રમ્પને ઘણી વખત પ્રેસ બ્રિફિંગ દરમિયાન પત્રકારો સાથે માથાકૂટ થતી હોય છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો