• Home
  • National
  • Domestic flights to start in the country after May 25, all airlines including Air India start booking

25 મેથી ડોમેસ્ટિક ફ્લાઈટ્સ / એર ઈન્ડિયા, ઈન્ડિગો અને સ્પાઈસ જેટે બૂકિંગ શરૂ કર્યું, દિલ્હી-મુંબઈ રૂટની તમામ સીટો એક કલાકમાં બૂક

Domestic flights to start in the country after May 25, all airlines including Air India start booking
X
Domestic flights to start in the country after May 25, all airlines including Air India start booking

  • 8 એરલાયન્સને રૂટ એલોટ કરાયા, ઈન્ડિગોએ 51 અને એર ઈન્ડિયાએ 50 શહેરો માટે બૂકિંગ શરૂ કર્યું
  • એર ઈન્ડિયાની ફ્લાઈટની દિલ્હી-મુંબઈની ટિકિટ રૂ. 5 હજારથી 21 હજાર છે, ઈન્ડિગોની ટિકિટ 7 હજારમાં

દિવ્ય ભાસ્કર

May 22, 2020, 04:28 PM IST

નવી દિલ્હી. છેલ્લા બે મહિનાથી લાગુ કરાયેલા લોકડાઉનમાં હવે ધીમે ધીમે છૂટછાટ અપાઈ રહી છે. 25 મેથી દેશમાં ડોમેસ્ટિક ફ્લાઈટ્સ શરૂ કરાશે. આ માટે એર ઈન્ડિયા, ઈન્ડિગો અને સ્પાઈસ જેટે બૂકિંગ શરૂ કર્યું છે. દિલ્હી-મુંબઈ રૂટની તમામ સીટો એક કલાકમાં બૂક થઈ ગઈ હતી. એર ઈન્ડિયાએ શુક્રવારે ટ્વિટ કરીને કહ્યું છે કે અમારી સેવા માટે ટિકિટ બૂકિંગ શરૂ થઈ ગયું છે. શુક્રવારે બપોરના 12.30 વાગ્યાથી ટિકિટ બૂકિંગ શરૂ કરાયું છે. એર ઈન્ડિયાની ફ્લાઈટની દિલ્હી-મુંબઈની ટિકિટ રૂ. 5 હજારથી 21 હજાર છે, ઈન્ડિગોની ટિકિટનો ભાવ 7 હજાર છે.

માત્ર એર ઈન્ડિયા જ નહીં. તમામ એરલાયન્સે ટિકિટ બૂકિંગ શરૂ કરી દીધું છે.કેન્દ્રીય મંત્રી હરદીપ પુરીએ ગુરુવારે પ્રેસ કોન્ફ્રેન્સ કરીને ડોમેસ્ટિક ફ્લાઈટ્સ અંગે જાણકારી આપી હતી. 

સરકારની ગાઈડલાઈન મુજબ

  • મુસાફરે ફ્લાઈટના સમય કરતા બે કલાક પહેલા એરપોર્ટ ઉપર પહોંચવું પડશે.

  • એરપોર્ટ ઉપર મુસાફરોનું સ્ક્રીનિંગ કર્યા પછી પ્રવેશ મળશે.

  • 14 વર્ષથી મોટી ઉમરની દરેક વ્યક્તિએ આરોગ્ય સેતુ એપ રાખવી જરૂરી હશે. આ એપમાં ગ્રીન નહીં દેખાય તો એન્ટ્રી નહીં મળે.
  • મુસાફરોએ પર્સનલ ગાડી કે નક્કી કરાયેલી ટેક્સીનો ઉપયોગ કરવો પડશે.
  • મુસાફરોએ ટ્રોલીનો ઉપયોગ ઓછામાં ઓછો કરવો પડશે.
  • મુસાફરે માસ્ક, ગ્લવ્ઝ પહેરવા જરૂરી છે, સોશિયલ ડિસ્ટેંસિંગનું પાલન કરવું જરૂરી છે.
  • આ ઉપરાંત એરપોર્ટ, વિમાનના કર્મચારીઓએ પીપીઈ  કીટ પહેરવી પડશે.
  • ફ્લાઈટને ચાર કલાકની વાર હશે તેવા મુસાફરોનેજ એન્ટ્રી મળશે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી