• Gujarati News
  • National
  • Domestic Demand In Domestic Plants Increased By 18% As Foreign Coal Became More Expensive

ભાસ્કર તપાસ:વિદેશી કોલસો મોંઘો થતાં સ્થાનિક પ્લાન્ટોમાં દેશીની માગ 18% વધી

ધનબાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • કોરોનામાં કોલસો સરળતાથી મળ્યો, પાવર પ્લાન્ટ્સે સ્ટોક ઘટાડ્યો, હવે પુરવઠો ઘટતા જ પ્લાન્ટ બંધ થવાની અણીએ
  • કોલ ઈન્ડિયા 5થી 10% જ વધેલી માગ પૂરી કરી શકે છે

દેશના 137માંથી 72 પાવર પ્લાન્ટ પાસે ત્રણ દિવસ ચાલે એટલો કોલસો, 50 પાવર પ્લાન્ટ પાસે ચારથી દસ દિવસ ચાલે એટલો જ કોલસો. આ આંકડા બતાવે છે કે, પાવર પ્લાન્ટો પાસે પૂરતો કોલસો નથી. હવે સવાલ એ છે કે, આવી સ્થિતિ સર્જાઈ કેમ દેશ જે કોલ ઈન્ડિયા પર કોલસા માટે નિર્ભર છે, શું તે પૂરતો પુરવઠો પહોંચાડવામાં નિષ્ફળ રહી?

ભાસ્કર તપાસમાં માલુમ પડ્યું છે કે, હજુ પણ કોલ ઈન્ડિયા પાસે 400 લાખ ટન કોલસાનો સ્ટોક છે. તેનાથી 24 દિવસ પુરવઠો પૂરો પડી શકે છે. હકીકતમાં વિદેશમાં કોલસો મોંઘો થતા જ પાવર પ્લાન્ટોએ તેની આયાત બંધ કરી દીધી. તેઓ સંપૂર્ણપણે કોલ ઈન્ડિયા પર નિર્ભર રહેવા લાગ્યા. કોલસાની અછતનો સામનો કરવાની તૈયારી પ્લાન્ટોની પાસે પણ ન હતી. તેથી તેમણે સ્ટોક ક્ષમતા પણ ઘટાડી દીધી. બાદમાં જેવો પુરવટો ઘટ્યો, વીજ યુનિટ બંધ થવા લાગ્યા. તેનો અર્થ સ્પષ્ટ છે કે, આયાત બંધ થવાથી સર્જાયેલી સ્થિતિ સામે લડવા ના તો કોલ ઈન્ડિયા તૈયાર હતી, ના તો પાવર પ્લાન્ટો!

બીજી તરફ, દિલ્હીમાં કોલસા મંત્રાલયે રવિવારે કહ્યું કે, પ્લાન્ટો માટે અમારી પાસે પૂરતો પુરવઠો છે. વિવિધ પાવર પ્લાન્ટ પાસે હાલ 72 લાખ ટન કોલસો છે, જે ચાર દિવસ ચાલી શકે એમ છે. કોલ ઈન્ડિયા પાસે પણ 400 લાખ ટનથી વધુ કોલસો છે. તે વિવિધ પાવર પ્લાન્ટને પહોંચાડવાનો છે. આ ઉપરાંત વીજ મંત્રાલયે રવિવારે કહ્યું કે, વીજળીની ખપત શનિવારે 7.2 કરોડ યુનિટ (2%) ઘટીને 382.8 કરોડ યુનિટ થઈ ગઈ, જે શુક્રવારે 390 કરોડ યુનિટ હતી. આ કારણસર કોલસાની અછત સર્જાઈ, પરંતુ બાદમાં દેશભરમાં વીજ પુરવઠામાં સુધારો પણ થયો.

એસઈસીએલનો દાવો- કોલસો પૂરતોઃ છત્તીસગઢના બિલાસપુર સ્થિત સાઉથ ઈસ્ટર્ન કોલફિલ્ડ લિ. (એસઈસીએલ)ના આંકડા પ્રમાણે, કંપનીએ આ વખતે પણ ગયા વર્ષ જેટલું જ ઉત્પાદન કર્યું છે. તેમનો દાવો છે કે, એપ્રિલથી સપ્ટેમ્બરના છ મહિનામાં ગયા વર્ષની તુલનામાં 25% વધુ કોલસા પુરવઠો પહોંચાડ્યો છે.

ઉ. પ્રદેશના મુખ્યમંત્રીએ વડાપ્રધાનને પત્ર લખ્યોઃ ઉ. પ્રદેશમાં કોલસાની અછતથી વીજ ઉત્પાદન પ્રભાવિત થવાની શક્યતા જોતા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પીએમ નરેન્દ્ર મોદીને કોલસાની માંગ પૂરી કરવા પત્ર લખ્યો છે. ઊર્જા મંત્રી શ્રીકાંત શર્માએ કહ્યું છે કે, કોલસાની અછતને પગલે આ સંકટ વધી શકે છે. કેન્દ્રીય પૂલથી મળતી વીજળીનો ક્વૉટા ઘટી ગયો છે. માંગ અને પુરવઠા વચ્ચેની અછત આશરે 4000 મેગા વૉટ વધી છે.

હવે શું... ઉત્પાદન વધારો, જે કોલસો છે તે મોકલો

  • ચોમાસુ અને અન્ય કારણથી કોલસા ઉત્પાદનમાં મુશ્કેલી આવી. તે આપણા હાથમાં નથી, પરંતુ પુરવઠો પહોંચાડવો આપણા હાથમાં છે. જે સ્ટોક છે, તે વધુને વધુ પ્લાન્ટ સુધી પહોંચાડો.
  • ચોમાસાની વિદાય, હવે ઉત્પાદન વધારોઃ ટોપ ટુ બોટમ આ દિશામાં કામ કરો. પ્લાન બનાવીને ઉત્પાદન કરો. સરકાર પણ આમ જ કહી રહી છે.
  • નીતિગત નિર્ણયો બાધા ઊભી ના કરેઃ અનેક પ્રોજેક્ટોમાં ઉત્પાદન બંધ છે. મોટી ખાણો પાસે ઉત્પાદન માટે પાંચ વર્ષની જમીન હોવી જોઈએ. અનેક ખાણો જમીન વિવાદના લીધે બંધ છે, જે ચાલુ કરાય.

ભાસ્કર એક્સપર્ટઃ આ ચાર કારણથી વીજ સંકટ સર્જાયું...
1. ઉદ્યોગો શરૂ થતાં માગ વધીઃ કોરોનાકાળ પછી ઉદ્યોગો ફરી શરૂ થયા અને વીજ માગ વધી. પાવર પ્લાન્ટોમાં હાલ 18% વધુ કોલસાની માગ છે, કોલ ઈન્ડિયા વધેલી માગ 5-10% પૂરી કરી શકે છે.
2. વધુ વરસાદ, પાણી ભરાયાઃ આ વખતે 14 સપ્ટેમ્બર પછી પણ વરસાદ ચાલુ રહ્યો. આજેય અનેક ખુલ્લી ખાણોમાં પાણી ભરાયેલા છે. સાઈડિંગ સુધી પહોંચવાના માર્ગ પણ ખરાબ છે. તેથી સ્ટોક હોવા છતાં પુરવઠો ના પહોંચાડાયો.
3. નિર્ભરતા વધીઃ ચીને ઓસ્ટ્રેલિયાના બદલે ઈન્ડોનેશિયાથી કોલસો લેવાનું શરૂ કર્યું. તેથી વિદેશી કોલસો મોંઘો થયો અને મોટા પાવર પ્લાન્ટે તે મંગાવવાનું બંધ કર્યું. હવે બધાને કોલ ઈન્ડિયાનો કોલસો જોઈએ છે.
4. પ્લાન્ટમાં સ્ટોક ઘટાડાયોઃ કોરોનાકાળમાં કોલસા ખાણોમાં કામ વધ્યું. અગાઉ પાવર પ્લાન્ટ દસેક દિવસનો સ્ટોક રાખતા, પરંતુ નિયમ પ્રમાણે, 22થી 25 દિવસનો સ્ટોક હોવો જોઈએ. હવે માગ વધી, પરંતુ કોલસો તાત્કાલિક ના મળ્યો.

જોકે, કોલ ઈન્ડિયા ઉત્પાદન લક્ષ્યથી 267.5 લાખ ટન પાછળ
આંકડા કહે છે કે, બે વર્ષમાં કોલ ઈન્ડિયાનું કોલસા ઉત્પાદન 106.7 લાખ ટન ઘટ્યું છે. સપ્ટેમ્બર 2021-22 સુધી કંપનીએ 2600.7 લાખ ટન ઉત્પાદન કર્યું, જ્યારે લક્ષ્ય 2874.2 લાખ ટન હતું. એટલે કે, હાલ કોલ ઈન્ડિયા પોતાના લક્ષ્યથી 267.5 લાખ ટન પાછળ છે.

અન્ય સમાચારો પણ છે...