તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Domestic Ban On Import Of Cotton yarn, White Sugar From India Lifted To Meet Shortage, Removal Of Article 370 In Jammu And Kashmir

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાકિસ્તાનની સાન ઠેકાણે:ઘરઆંગણે અછતને પૂરી કરવા ભારતમાંથી કપાસ-યાર્ન, વ્હાઇટ શુગરની આયાત કરવાનો નિર્ણય કર્યો; વેપાર પ્રતિબંધ હટાવ્યો

17 દિવસ પહેલા
  • કૉપી લિંક
(ફાઈલ ફોટો) - Divya Bhaskar
(ફાઈલ ફોટો)
  • જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-370 દૂર કરવામાં આવી ત્યારે ભારત સાથે વેપાર બંધ કરવાનો પાકિસ્તાને નિર્ણય કર્યો હતો
  • પાકિસ્તાનમાં કપાસની 12 મિલિયન ગાંસડીના અંદાજ સામે ફક્ત 7.7 મિલિયન ગાંસડી ઉત્પાદન થવાનો અંદાજ છે

પાકિસ્તાનની ઈકોનોમિક કોઓર્ડિનેશન કાઉન્સિલે ભારતમાંથી કપાસ,યાર્ન અને ખાંડની આયાત કરવા માટે મંજૂરી આપી છે. પાકિસ્તાનના વાણિજ્ય મંત્રાલય દ્વારા યોજવામાં આવેલી એક બેઠકમાં આ અંગેની દરખાસ્તને મંજૂરી માટે રજૂ કરવામાં આવી હતી.પાકિસ્તાનના કેબિનેટની ઈકોનોમિક કોઓર્ડિનેશન કમિટી (ECC)ની આજે બેઠક યોજાઈ હતી, જેમાં ભારત-પાકિસ્તાન વેપારને ફરી શરૂ કરવાના પ્રયત્નના ભાગરૂપે કપાસ તથા યાર્નની આયાત કરવા અંગે નિર્ણય લીધો હતો.

પાકિસ્તાનના નાણામંત્રી હામદ અઝરે ઈકોનોમિક કોઓર્ડિનેશન કમિટીની બેઠકની અધ્યક્ષતા કર્યા બાદ યોજાયેલી પત્રકાર પરિષદમાં માહિતી આપી હતી
પાકિસ્તાનના નાણામંત્રી હામદ અઝરે ઈકોનોમિક કોઓર્ડિનેશન કમિટીની બેઠકની અધ્યક્ષતા કર્યા બાદ યોજાયેલી પત્રકાર પરિષદમાં માહિતી આપી હતી

પાકિસ્તાનના નાણામંત્રી હામદ અઝહરે જણાવ્યું હતું કે ઈકોનોમિક કોઓર્ડિનેશન કમિટીએ ભારતમાંથી 0.5 મિલિયન ટન વ્હાઈટ શુગરની આયાત કરવા ખાનગી સેક્ટરને મંજૂરી આપી છે. આ ઉપરાંત અઝહરે વધુમાં જણાવ્યું હતું કે આ વર્ષના જૂન મહિનાથી ભારતમાંથી કપાસની આયાત કરવા પણ પરવાનગી આપવામાં આવશે.

આ સમિતિએ વાણિજ્ય મંત્રાલય સમક્ષ બે બાબતોની રજૂઆત કરતાં ભારતમાંથી કપાસ તથા કોટન યાન, અને વ્હાઈટ શુગરની આયાત પરના પ્રતિબંધને ઉઠાવી લેવા ભલામણ કરી હતી.

પાકિસ્તાનમાં આ વર્ષે કપાસનું ઓછું ઉત્પાદન થયું છે અને એને લીધે સ્થાનિક કાપડ ઉદ્યોગને ભારે નુકસાન થઈ રહ્યું છે. આ સંજોગોમાં ભારતમાંથી કપાસની આયાત કરવી એ હવે તેની મજબૂરી બની ગઈ છે.

વર્ષ 2019માં આયાત પર પ્રતિબંધ મૂક્યો હતો
જમ્મુ-કાશ્મીરના વિશેષ દરજ્જાને હટાવવામાં આવ્યો અને ઓગસ્ટ,2019માં તેને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજિત કરવાના ભારતના નિર્ણયના વિરોધમાં પાકિસ્તાને ભારત સાથે વેપાર કરવા પર પ્રતિબંધ મુક્યો હતો. જોકે મે,2020માં પાકિસ્તાને કોરોના મહામારીની સ્થિતિ વચ્ચે આવશ્યક દવાઓની અછતને પહોંચી વળવા માટે ભારતમાંથી દવાઓ અને કાચામાલની આયાત કરવાની મંજૂરી આપી હતી.

પાકિસ્તાન ટેક્સટાઈલ ઉદ્યોગે સરકારનાં પગલાંને આવકાર્યું
ભારતમાંથી કપાસ તથા કોટન યાનની આયાત કરવાના પાકિસ્તાન સરકારના પગલાને કાપડ ઉદ્યોગો આવકાર્યું છે. પાકિસ્તાન ટેક્સટાઈલ એક્સપોર્ટર્સ એસોસિએશનના અધ્યક્ષ ખુર્રમ મુખ્તારે સોશિયલ મીડિયા પર કહ્યું હતું કે ભારતમાંથી કપાસ, યાર્ન અને ગ્રે કાપડની આયાત થવાથી માંગ અને પુરવઠાની સ્થિતિ વચ્ચે જે ખાઈ સર્જાઈ છે તે ભરપાઈ કરી શકાશે. નિષ્ણાતોના મતે પાકિસ્તાનમાં કપાસની 12 મિલિયન ગાંસડીના અંદાજ સામે ફક્ત 7.7 મિલિયન ગાંસડી ઉત્પાદન થવાનો અંદાજ દર્શાવ્યો છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

વધુ વાંચો