તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Doklam Wanted To Discuss Controversy Congress MPs Walked Out Of The Meeting If The Speaker Did Not Approve

ડિફેન્સ કમિટીની મીટિંગમાંથી રાહુલનો બોયકોટ:ડોકલામ વિવાદ પર ચર્ચા ઈચ્છતા હતા કોંગ્રેસના સાંસદ, સ્પીકરે મંજૂરી ન આપી તો બેઠકમાંથી નીકળી ગયા

22 દિવસ પહેલા
  • કૉપી લિંક
ગત વર્ષે ડિસેમ્બરમાં પણ ડિફેન્સ કમિટીની બેઠકમાં રાહુલ ઉઠીને ચાલ્યા ગયા હતા. - Divya Bhaskar
ગત વર્ષે ડિસેમ્બરમાં પણ ડિફેન્સ કમિટીની બેઠકમાં રાહુલ ઉઠીને ચાલ્યા ગયા હતા.
  • હાલમાં જ કેટલાંક મીડિયા રિપોટ્સમાં કહેવામાં આવ્યું છે કે ચીન ડોકલામની આજુબાજુના વિસ્તારોમાં પોતાને મજબૂત બનાવી રહ્યું છે

19 જુલાઈએ શરૂ થનારા સંસદના મોનસૂન સત્ર પહેલાં રક્ષા બાબતોની સંસદીય સમિતિની બેઠક બુધવારે મળી હતી, જેમાં ઘમાસાણ જોવા મળ્યું. રાહુલ ગાંધી સહિત કોંગ્રેસના અનેક સાંસદો મીટિંગ અધવચ્ચે જ છોડીને જતા રહ્યાં હતા. કોંગ્રેસના સાંસદ ગત વર્ષે લદ્દાખના ડોકલામમાં થયેલી ઘટનાને લઈને ચર્ચા ઈચ્છતા હતા, જ્યારે કે કમિટીના ચેરમેન તે વાતના પક્ષમાં ન હતા. જેના વિરોધમાં કોંગ્રેસના નેતાઓએ બેઠકનો બહિષ્કાર કર્યો.

હાલમાં જ કેટલાંક મીડિયા રિપોટ્સમાં કહેવામાં આવ્યું છે કે ચીન ડોકલામની આજુબાજુના વિસ્તારોમાં પોતાને મજબૂત બનાવી રહ્યું છે. એવામાં કોંગ્રેસ ઈચ્છતું હતું કે ડિફેન્સ કમિટીની બેઠકમાં આ મુદ્દે વિસ્તૃતથી ચર્ચા કરવામાં આવે. પરંતુ ચેરમેને તે વાત માનવાનો ઈનકાર કરી દીધો. જે બાદ રાહુલ સહિત કોંગ્રેસના તમામ સાંસદ ઉઠીને ચાલ્યા ગયા.

ગત વર્ષે પણ રાહુલે છોડી હતી મીટિંગ
ગત વર્ષે ડિસેમ્બરમાં પણ ડિફેન્સ કમિટીની બેઠકમાં રાહુલ ઉઠીને ચાલ્યા ગયા હતા. તે દરમિયાન CDS બિપિન રાવત પણ તમામ સભ્યોને સૈન્ય દળની યુનિફોર્મ અંગે જાણકારી આપી રહ્યાં હતા, ત્યારે રાહુલે તેમને ટોક્યા અને ચીનનો મુદ્દો ઉઠાવ્યો. તેઓએ પૂછ્યું કે લદ્દાખમાં ભારતની શું તૈયારી છે? આ અંગે ચેરમેન જુએલ ઓરામે તેમને ટોક્યા, જેનાથી નારાજ થઈને રાહુલ બેઠક છોડીને જતા રહ્યાં હતા.

તેઓએ બાદમાં લોકસભાના સ્પીકર ઓમ બિડલાને પત્ર લખીને આ અંગેની ફરિયાદ પણ કરી હતી અને કહ્યું હતું કે અમને મીટિંગમાં બોલવા જ દેવામાં નથી આવતા.

અધીર રંજન ચૌધરી લોકસભામાં વિપક્ષના નેતા તરીકે યથાવત રહેશે
કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરી લોકસભામાં વિપક્ષના નેતા પદે યથાવત રહેશે. તેઓને હટાવવાની અટકળો વચ્ચે પાર્ટી સૂત્રોએ સંકેત આપ્યો કે તેઓ આ પદ બની રહેશે તેવી સંભાવના વધુ છે. સૂત્રોનું કહેવું છે કે લોકસભામાં તેમના પદમાં હાલ કોઈ જ બદલાવ નહીં આવે. આ સત્રમાં અધીર રંજન ચૌધરી લોકસભમાં કોંગ્રેસના નેતા પદે યથાવત રહેશે. આ પહેલાં એવી અટકળોએ જોર પકડ્યું હતું કે કોંગ્રેસ ચૌધરીની જગ્યાએ અન્ય કોઈને આપી શકે છે.

ચૌધરીથી નારાજ બંગાળના જનરલ સેક્રેટરીએ રાજીનામું આપ્યું
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસનું ખાતું ખુલ્યું ન હતું, જે બાદથી ચૌધરી સામે સવાલ ઉઠી રહ્યાં છે. ચૌધરી બંગાળ કોંગ્રેસના અધ્યક્ષ પણ છે. પાર્ટીના પશ્ચિમ બંગાળના મહાસચિવ રોહન મિત્રાએ બુધવારે એમ કહેતા પોતાનું પદ છોડ્યું કે તેઓને અધીર રંજન ચૌધરી અને તેમની અધીર સેના જૂથે અપમાન કર્યું છે. મિત્રાએ ચૌધરીને લખેલા પત્રમાં કહેવામાં આવ્યું કે તમારી આસપાસ ચાપલુસોની ફૌજે ન તો તમને માત્ર નીચે પાડ્યા છે, પરંતુ રાજ્યમાં પાર્ટીની હાલત પણ ખરાબ બનાવી દીધી છે. ભવિષ્યમાં પાર્ટી બીજી વખત ઊભી થાય તેવા હાલ કોઈ જ સંકેત જોવા મળતા નથી.

કિસાન આંદોલન અને પેટ્રોલની કિંમતોને ઉઠાવશે કોંગ્રેસ
પાર્ટીની પાર્લિયામેન્ટ્રી સ્ટ્રેટેજી ગ્રુપે બુધવારે વીડિયો કોન્ફરન્સિંગની મદદથી મીટિંગ કરી. જેમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, અધીર રંજન ચૌધરી, મનીષ તિવારી, મલ્લિકાર્જુન ખડગે, જયરામ નરેશ, કે સુરેશ સહિત અન્ય સાંસદ સામેલ થયા. આ મીટિંગમાં મોનસૂન સત્રમાં કિસાન આંદોલન અને પેટ્રોલ-ડીઝલના વધતા ભાવને લઈને સરકારને ઘેરવાની રણનીતિ બનાવવામાં આવી. પહેલાં જણાવવામાં આવતું હતું કે રાહુલ મીટિંગમાં સામેલ નહીં થાય, જો કે બાદમાં તેઓ પણ જોડાય ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...