કોર્ટ આકરે પાણીએ:શું સરકાર અદાલતોને નાનું બાળક સમજે છેઃ હાઈકોર્ટ

મુંબઈ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહારાષ્ટ્ર સરકારને બોમ્બે હાઈકોર્ટની તીખી ટકોર
  • હવે મહિનો શૌચાલયો સ્વચ્છ રખાશે, પછી બધું પહેલાં જેવું...

બોમ્બે હાઈકોર્ટે સરકારી સ્કૂલોમાં સ્વચ્છ શૌચાલયની સુવિધા આપવામાં નિષ્ફળ રહેનારી મહારાષ્ટ્ર સરકારની સોમવારે આકરી ટીકા કરી હતી. બોમ્બે હાઈકોર્ટે કહ્યું કે, શું રાજ્ય સરકાર ન્યાયપાલિકાને નાનું બાળક સમજે છે, જેને લોલીપોપ આપીને શાંત કરી શકાય. બોમ્બે હાઈકોર્ટના ચીફ જસ્ટિસ દીપાંકર દત્તા અને જસ્ટિસ એમ.એસ. કાર્ણિકની બેન્ચે વિદ્યાર્થિનીઓ નિકિતા ગોરે અને વૈષ્ણવી ઘોલવેની અરજીની સુનાવણી કરતી વખતે આ ટિપ્પણી કરી હતી.

બેન્ચે કહ્યું કે, મહારાષ્ટ્ર સરકારે આખા રાજ્યની સરકારી સ્કૂલોના શૌચાલયોમાં સ્વચ્છતા જાળવવા યોગ્ય પગલાં લીધા જ નથી. આ દરમિયાન કોર્ટે માસિક ધર્મ માટે સ્વચ્છતાના યોગ્ય ઉપાયો લાગુ કરવા કેન્દ્ર અને રાજ્ય સરકારોની નિષ્ફળતા મુદ્દે પણ ચિંતા વ્યક્ત કરી હતી.

આ અરજીમાં સરકારી સ્કૂલોમાં યુવતીઓ માટે ગંદા શૌચાલયોનો મુદ્દો ઉઠાવ્યો હતો. હકીકતમાં નિકિતા ગોરએ મહારાષ્ટ્રના સાત જિલ્લાના 16 શહેરમાં સ્કૂલ શૌચાલયોની સમીક્ષા કરી હતી. આ અંગે સરકારી વકીલ ભૂપેશ સામંતે કોર્ટને કહ્યું હતું કે, આ મામલે સાત સ્કૂલ વિરુદ્ધ કાર્યવાહી પણ કરાઈ છે. સામંતે તેનો રિપોર્ટ પણ કોર્ટને સોંપ્યો. તો બેન્ચે કહ્યું કે, આ રિપરો્ટ 24 જુલાઈ, 2022નો છે. કાર્યપાલિકા ન્યાયપાલિકા વિશે શું વિચારે છે? શું અમે નાના બાળકો જેવા છીએ, જેમને લોલીપોપ આપશો તો શાંત થઈ જશે? હવે કાર્યવાહી કરાશે તો એક મહિનો શૌચાલયો સ્વચ્છ રખાશે, પરંતુ બાદમાં બધું પહેલા જેવું થઈ જશે.

અન્ય સમાચારો પણ છે...